રાહુલના આક્ષેપ પર જેટલીનો વળતો વાર: એક પરિવાર માટે દેશની સુરક્ષા નહીં માત્ર પૈસા જરૂરી

News18 Gujarati
Updated: January 2, 2019, 5:31 PM IST
રાહુલના આક્ષેપ પર જેટલીનો વળતો વાર: એક પરિવાર માટે દેશની સુરક્ષા નહીં માત્ર પૈસા જરૂરી
અરૂણ જેટલીએ કહ્યું કે, દેશનું દુર્ભાગ્ય છે કે સૌથી જૂની પાર્ટીના નેતાને રાફેલ જેટ પ્લેન વિશે કંઈ જ ખબર નથી.

અરૂણ જેટલીએ કહ્યું કે, દેશનું દુર્ભાગ્ય છે કે સૌથી જૂની પાર્ટીના નેતાને રાફેલ જેટ પ્લેન વિશે કંઈ જ ખબર નથી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લોકસભામાં બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈ મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, દેશ વડાપ્રધાન પાસે જવાબ માંગી રહ્યો છે. રાહુલે પૂર્વ રક્ષા મંત્રીની ઓડિયો ટેપનો હવાલો આપતાં એનડીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. રાહુલના આક્ષેપોનો નાણા મંત્રી અરુણ જેટલીએ ગૃહમાં જવાબ આપ્યો. જેટલીએ કહ્યું કે રાહુલ ગાંધીએ અમને આ વખતે પણ નિરાશ કર્યા છે કારણ કે અમને આશા હતી કે તેઓ કોઈ મજબૂત મુદ્દા ગૃહમાં રજૂ કરશે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા બિલકુલ ખોટું બોલ્યા છે, છેલ્લા 6 મહિનાથી આ મામલામાં બોલાયેલો દરેક શબ્દ ખોટો છે. જેટલીએ કહ્યું કે ઓડિયો ટેપ નકલી છે. તેની તપાસ થઈ રહી છે.

અરૂણ જેટલીએ વધુમાં કહ્યું કે, દેશનું દુર્ભાગ્ય છે કે સૌથી જૂની પાર્ટીના નેતાને રાફેલ જેટ પ્લેન વિશે કંઈ જ ખબર નથી. દેશના કેટલાક પરિવારોને પૈસાનું ગણિત સમજમાં આવે છે પરંતુ તેમને દેશની સુરક્ષા સાથે કોઈ સંબંધ નથી. તેઓએ કહ્યું કે અનેક રક્ષા સૌદાનો કાવતરાખોર આજે અમારી ઉપર આરોપ લગાવી રહ્યો છે. જેટલીએ કહ્યું કે રાફેલ પ્લેન દેશની જરૂરિયાત છે જેથી સેનાને મજબૂતી મળી શકે.

રાફેલ પર જવાબ આપતા અરૂણ જેટલીએ બોફોર્સ, અગસ્તા વેસ્ટલેન્ડ અને નેશનલ હેરાલ્ડાનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે આ પરિવારને દેશની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી. જો કોઈ એક કેસમાં એવું હોત તો અમે આ પરિવારને બેનિફિટ ઓફ ડાઉટ આપતાં જ્યોર આટલા મામલામાં તેમની સામેલગીરી સામે આવી રહી છે તો કહેવા માટે કંઈ બાકી નથી રહેતું.

રાફેલ પ્લેનની ખાસિયતો વિશે જણાવતાં જેટલીએ લોકસભામાં કહ્યું કે, એરફોર્સે આ પ્લેનની માંગ કરી હતી. દેશની સુરક્ષા માટે રાફેલ પ્લેન જરૂરી હતા અને સાચી પ્રક્રિયા હેઠળ જ આ ડીલને પૂરી કરવામાં આવી છે. જેટલીએ કહ્યું કે રાફેલ પર યૂપીએ સરકારે દેશની સુરક્ષાની સાથે રમત રમી છે. આ દરમિયાન કોંગ્રેસે ગૃહમાં કાગળો ઉછાળીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. સ્પીકરે કહ્યું કે તમારે સાંભળવું નથો થો ચર્ચાની માંગ કેમ કરો છો.
First published: January 2, 2019
વધુ વાંચો
अगली ख़बर