કેરળ અને કર્ણાકમાં 'મોટી સંખ્યા'માં ISIS આતંકીઓની હાજરી : સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

પ્રતિકાત્મક તસવીર

ગત વર્ષે મે મહિનામાં, ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકવાદી સંગઠને ભારતમાં નવો પ્રાંત સ્થાપિત કરવાનો દાવો કર્યો હતો.

 • Share this:
  જિનીવા : આતંકવાદ અંગે સંયુક્ત રાષ્ટ્ર (United Nations Report)ના એક રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં આઈએસઆઈએસના આતંકવાદી (ISIS Terroist)ઓની ખૂબ 'મોટી સંખ્યા' હોઈ શકે છે. આ વાત પર પણ ધ્યાન આપવામાં આવે કે ભારતીય ઉપખંડમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા હુમાલાનું ષડયંત્ર ઘડી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સંગઠનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યામારના 150થી 200 આતંકી સામેલ છે.

  રિપોર્ટમાં ભારતમાં અલ-કાયદા અને રાજ્યમાં સક્રિય હોવાની વાત

  આઈએસઆઈએસ, અલ-કાયદા અને સંબંધીત વ્યક્તિઓ અને સંસ્થા પરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ઉપખંડમાં અલ-કાયદા (AQIS) તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુઝ, હેલમંદ અને કંધાર પ્રાંતથી કામ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમાચાર પ્રમાણે સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150 થી 200 જેટલા સભ્ય છે. એક્યૂઆઈનો વર્તમાન વડો ઓસામા મહસૂદ છે. ઓસામાએ માર્યા ગયેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. સમાચાર પ્રમાણે અલ-કાયદા પોતાના પૂર્વ વડાના મોતનો બદલો લેવા માટે આ ક્ષેત્રમાં જવાબી કાર્યવાહી કરવાનું ષડયંત્ર ઘડી રહ્યું છે.

  આ પણ વાંચો : વર્ક ફ્રૉમ હૉમ : ઘરેથી કામ કરો છો તો બેસવાની સાચી રીત જાણી લો

  ISISના ભારતીય સહયોગીમાં આશરે 200 સભ્ય

  રિપોર્ટ પ્રમાણે એક સભ્ય રાષ્ટ્રએ સૂચના આપી છે કે 10 મે, 2019ના રોજ જાહેર કરાયેલા આઈએસઆઈએસના ભારતીય સહયોગી સંગઠન (હિંદ વિલાયાહ)માં 180થી 200 સભ્ય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેરળ અને કર્ણાટક જેવા રાજ્યમાં ISISની સંખ્યા વધારે પ્રમાણમાં છે. ગત વર્ષે મેમાં સંગઠનની જાહેરાત થઈ હતી.

  વીડિયો જુઓ : તરણેતરનો સુપ્રસિદ્ધ મેળો રદ

  ગત વર્ષે મે મહિનામાં, ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકવાદી સંગઠને ભારતમાં નવો પ્રાંત સ્થાપિત કરવાનો દાવો કર્યો હતો. કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ બાદ આ અનોખી જ જાહેરાત હતી.

  ખૂંખાર આતંકવાદી સંગઠને પોતાની સમાચાર એજન્સીના માધ્યમથી કહ્યુ હતુ કે નવી શાખાનું અરબી નામ વિલાયાહ ઑફ હિન્દ (ભારત પ્રાંત) છે. જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ દાવાને ફગાવી દીધો હતો. આ પહેલા કાશ્મીરમાં ISIS હુમલાઓને કથિત રીતે ખુરાસાન પ્રાંતીય શાખા સાથે જોડતું આવ્યું છે, જેની રચના વર્ષ 2015માં થઈ હતી. જેનું લક્ષ્ય અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને નજીકના ક્ષેત્રો હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: