Home /News /national-international /

રેલવે મંત્રાલયની અગત્યની જાહેરાત : આ ટ્રેનોમાં સફર કરીને આવ્યા છો તો સાવધાન!

રેલવે મંત્રાલયની અગત્યની જાહેરાત : આ ટ્રેનોમાં સફર કરીને આવ્યા છો તો સાવધાન!

પ્રતિકાત્મક તસવીર

13થી 16 માર્ચ દરમિયાન કોરોના વાયરસના પોઝિટિવ આવેલા 12 જેટલા લોકો રેલવેમાં મુસાફરી કરી ચુક્યા છે.

    નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોનાના પોઝિટિવ (Corona Positive Cases) કેસ 250થી પણ વધી ગયા છે. જેમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્ર (Maharashtra)માં નોંધાયા છે. ગુજરાતમાં પણ શનિવારે સુધી કોરોનાના 10થી વધારે કેસ નોંધાય ચુક્યા છે. બીજી તરફ રેલવે મંત્રાલય તરફથી શનિવારે જાહેરાત કરવામાં આવી છે કે 13થી 16 માર્ચ દરમિયાન કોરોના વાયરસના પોઝિટિવ આવેલા 12 જેટલા લોકો રેલવે (Indian Railway)માં મુસાફરી કરી ચુક્યા છે. આથી રેલવે તરફથી લોકોને કોરોના વાયરસથી બચવા માટે ટ્રેનની મુસાફરી મુલતવી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.

    રેલવે તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, "રેલવેને માલુમ પડ્યું છે કે કોરોના વાયરસના પોઝિટિવ આવેલા કેટલાક લોકો ટ્રેનની મુસાફરી કરી ચુક્યા છે, જેના કારણે રેલવેની મુસાફરી કરવી વધારે જોખમી બની જાય છે. જો તમારો સાથી મુસાફર કોરોના પોઝિટિવ હોય તો તેનો ચેપ તમને પણ લાગી શકે છે. આથી રેલવેની મુસાફરી કરવાનું ટાળો. હાલ પુરતી તમામ મુસાફરી મુલતવી રાખો અને તમારી જાત અને તમારા પરિજનોને સુરક્ષિત રાખો."

    આ પણ વાંચો : ઈટાલીમાં કોરોનાએ ભરડો લીધો, 24 કલાકમાં 627 વ્યક્તિનાં મોત થતા મૃતાંક 4000ને પાર

    બીજી તરફ પૂર્વ-મધ્ય રેલવેએ મુંબઈથી અને પુણેથી બિહારમાં આવી રહેલા મુસાફરોના સ્ક્રિનિંગ માટે શક્ય તમામ મદદ કરવાની બિહાર સરકારને ખાતરી આપી છે.

    રેલવે મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી

    રેલવે મંત્રાલયે અલગ અલગ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, "16 માર્ચના રોજ મુંબઈથી જબલપુર ગોડાન એક્સપ્રેસ (ટ્રેન નંબર 11055)ના કોચ બી-1માં મુસાફરી કરનારા ચાર મુસાફરોનો કોવિડ 19 ટેસ્ટ પરીક્ષણમાં પોઝિટિવ આવ્યો છે. આ લોકો ગત દિવસોમાં દુબઈ ફરીને આવ્યા હતા. તમામ સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા માટે સતર્ક કરી દેવામાં આવ્યા છે."

    બીજા એક ટ્વિટમાં રેલવે મંત્રાલયે લખ્યું છે કે, "હોમ ક્વોરન્ટીનનો સ્ટેમપ હોય તેવા બે મુસાફરો બેંગલુરુ અને દિલ્હી વચ્ચે રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા મળી આવ્યા છે. તેમને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને કોચને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સામાજિક અંતર બનાવીને રાખે."

    વધુ એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, "13 માર્ચના રોજ દિલ્હીથી રામગુંડમ જતી એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા 8 મુસાફોનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે."

    આ પણ વાંચો :  કોરોના પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ કહ્યું, 'આવનારા અઠવાડિયા અતિ મહત્ત્વપૂર્ણ'

    મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ

    કોરોના વાયરસ એટલે કે કોવિડ 19ના સૌથી વધારે પોઝિટિવ કેસ દેશના મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધી 52 જેટલા કેસ નોંધાયા છે. જેમાં ત્રણ વિદેશીનો પણ સમાવેશ થાય છે. કોરોનાનો ચેપ ન લાગે તે માટે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. મુંબઈમાં પહેલા જ શટડાઉનની જાહેરાત કરવામાં આવી ચુકી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, Passenger, Wuhan, આઇઆરસીટીસી, ચીન`, ભારતીય રેલવે

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन