ફેબ્રુઆરીમાં ટ્ર્મ્પનો ભારત પ્રવાસ, ‘હાઉડી મોદી’ની જેમ થશે ‘કેમ છો ટ્રમ્પ’કાર્યક્રમ

News18 Gujarati
Updated: January 23, 2020, 5:36 PM IST
ફેબ્રુઆરીમાં ટ્ર્મ્પનો ભારત પ્રવાસ, ‘હાઉડી મોદી’ની જેમ થશે ‘કેમ છો ટ્રમ્પ’કાર્યક્રમ
ફેબ્રુઆરીમાં ટ્ર્મ્પનો ભારત પ્રવાસ, ‘હાઉડી મોદી’ની જેમ થશે ‘કેમ છો ટ્રમ્પ’કાર્યક્રમ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે

  • Share this:
(મહા સિદ્દીકી)

નવી દિલ્હી : તમને યાદ હશે કે ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના અમેરિકા પ્રવાસ પર ‘હાઉડી મોદી’(Howdy Modi)કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ટેક્સસ રાજ્યના હ્યુસ્ટનમાં થયેલા આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંચ શેર કર્યું હતું. તેમને જોવા માટે લગભગ 50 હજાર લોકો પહોંચ્યા હતા. હવે આવો જ એક કાર્યક્રમ ટ્ર્મ્પના ભારત પ્રવાસ પર કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં યોજાનાર આ કાર્યક્રમને હાલ ગુજરાતી નામ આપવામાં આવ્યું છે ‘કેમ છો ટ્રમ્પ’. એટલે કે ટ્રમ્પ તમે કેમ છો.

આ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં થશે. જોકે ન્યૂઝ18ને સૂત્રોથી ખબર પડી છે કે અમેરિકા ઇચ્છે છે કે આ ઇવેન્ટને દિલ્હી-NCRમાં કરાવવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત પ્રવાસ પર ટ્રમ્પ દિલ્હીથી બહાર ક્યાંય જવાના મૂડમાં નથી. કારણ કે તેમની પાસે વધારે સમય નથી.

અમદાવાદમાં થઈ શકે છે ઇવેન્ટ
જોકે ભારત નથી ઇચ્છતું કે આ કાર્યક્રમ દિલ્હી-NCRમાં થાય, કારણ કે હ્યુસ્ટનની જેમ ભીડને મેનેજ કરવી સરકાર માટે અમદાવાદમાં વધારે આસાન રહેશે. આ સિવાય નાગરિકતા સંશોધન કાનૂન(CAA)પર વિરોધના કારણે આ કાર્યક્રમ અમદાવાદમાં કરવો સરકાર માટે વધારે શાનદાર રહેશે.

આ પણ વાંચો - PM મોદીનો દબદબો હોવાનું ટ્રમ્પે ફરી સ્વીકાર્યું, કહ્યુ- ફેસબુક પર હું નંબર 1 અને મોદી નંબર 2બીજી તરફ ચૂંટણી ફાયદા પર ટ્રમ્પની ટીમની નજર છે. આ કાર્યક્રમનું આયોજન એવા સ્થાને થાય જેની અસર અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર પડે. આવા સમયે જો આ કાર્યક્રમ ગુજરાતમાં થાય તો તેનો ફાયદો ટ્રમ્પને મળી શકે છે. ગુજરાતના લોકો મોટી સંખ્યામાં અમેરિકામાં રહે છે. આ કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકોને અમેરિકાથી પણ બોલાવવામાં આવી શકે છે.

મોટેરા સ્ટેડિયમમાં થઈ શકે છે ઇવેન્ટ
હાલ આ કાર્યક્રમનું કોઈ વેન્યૂ તૈયાર કરવામાં આવ્યું નથી. જોકે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. અહીં લગભગ 1 લાખ 10 હજાર લોકો બેસી શકે છે. જોકે સ્ટેડિયમમાં હાલના દિવસોમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. એવા સમયે એ વાતને લઈને શંકા છે કે શું સ્ટેડિયમનું કામ સમય પર પુરુ થઈ શકશે કે નહીં. અમદાવાદમાં આ પહેલા પણ ઘણા મોટા કાર્યક્રમનું આયોજન થઈ ચૂક્યું છે. કહેવામાં આવે છે કે ટ્રમ્પનો ભારત પ્રવાસ 24-26 ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે છે. તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ તાજમહેલ જોવા માટે આગ્રા પણ જઈ શકે છે.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर