શિવસેનાએ વસીમ બરેલવીના શેરથી BJP પર કટાક્ષ કર્યો, લખ્યું- અગર જિંદા હો...

શિવસેનાએ વસીમ બરેલવીના શેરથી BJP પર કટાક્ષ કર્યો, લખ્યું- અગર જિંદા હો...
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે સંજય રાઉત (ફાઇલ તસવીર)

શિવસેના ઘૂંટણ નહીં ટેકવે, બીજેપીને પોલીસ, પૈસા, ધાકથી બનાવવી પડશે સરકાર : સંજય રાઉત

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે બીજેપી (BJ)ની સાથે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે શિવસેના (Shiv Sena) સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ હવે એક શેરના માધ્યમથી ગઠબંધનના ભાગીદાર પર નિશાન સાધ્યું છે. રાઉતે તેની પર જાણીતા શાયર વસીમ બરેલવી (Wasim Barelvi)ના શેરના માધ્યમથી બીજેપી પર કટાક્ષ કર્યો.

  શિવસેના સાંસદ રાઉતે ટ્વિટ કર્યુ કે, "ઉસૂલો પર જહાં આંચ આયે, ટકરાના જરૂરી હૈ, જો જિન્દા હો, તો ફિર જિન્દા નજર આના જરૂરી હૈ...જય મહારાષ્ટ્ર..."  સંજય રાઉતે તેની સાથે જ બીજેપી પર આરોપ લગાવતાં કહ્યુ કે, ઈડી (ED) અને સીબીઆઈ (CBI)નો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં આ પ્રયાસો કરવામાં આવ્યા છે. મારી પાસે તેની જાણકારી આવી છે અને ટૂંક સમયમાં તેનો ખુલાસો થશે. રાઉતે તેની સાથે જ કહ્યુ કે, મહારાષ્ટ્ર (Maharashtra)માં 'ઑપરેશન કમલ' (Operation Lotus)નથી ચાલવાનું. શિવસેનાએ ક્યારેય ઘૂંટણ ટેકવ્યા નથી અને ટેકવશે પણ નહીં...શિવસેના પોતાના સીએમ જાતે બનાવશે, પોતાની તાકાત પર સીએમ બનાવશે.

  નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં 24 ઑક્ટોબરે આવેલા વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) પરિણામો બાદ શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ તથા સરકારમાં 50-50ની ભાગીદારી માંગી રહી છે. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ હાલમાં જ સ્પષ્ટ કર્યુ છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે આવો કોઈ વાયદો નથી કરવામાં આવ્યો. આ ચૂંટણીમાં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાએ 56 અને બીજેપીએ 105 સીટો પર જીત નોંધાવી છે.

  રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યુ કે, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કોઈ શિવ સૈનિક (શિવસેનાના સભ્ય)ને મુખ્યમંત્રી બનાવવાનો સંકલ્પ લીધો હતો અને હવે તેનો સમય આવી ગયો છે. તેઓએ કહ્યુ કે, શિવસેના કેન્દ્ર તથા રાજ્ય સ્તરે મંત્રાલય કે વધારાની વિધાનપરિષદ સીટ આપવાથી આગળ વધી ગઈ છે. અમે મુખ્યમંત્રી પદની વાત કરી રહ્યા છીએ.

  આ પણ વાંચો,

  'મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપો,' કૉંગ્રેસના સાંસદનો સોનિયા ગાંધીને પત્ર
  શરદ પવારે ફડણવીસને આપી સલાહ, અયોધ્યાના નિર્ણય પહેલા બનાવી લેવી જોઈએ સરકાર
  Published by:News18 Gujarati
  First published:November 03, 2019, 11:20 am

  ટૉપ ન્યૂઝ