નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી (Covid-19 Pandemic)ના કેસ દરરોજ વધતા જઈ રહ્યા છે. એવામાં દેશવ્યાપી લૉકડાઉન (Lockdown)ને વધુ 14 દિવસ લંબાવવામાં આવ્યું છે. લૉકડાઉનનું ચોથું ચરણ 18 મેથી 31 મે સુધી ચાલશે. રવિવારે લૉકડાઉનનું ત્રીજું ચરણ ખતમ થવાના લગભગ 6 કલાક પહેલા NDMAએ કેન્દ્ર સરકાર અને રાજ્યોને લૉકડાઉન ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા. ત્યારબાદ ગૃહ મંત્રાલયે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં લૉકડાઉન 4.0ની ગાઇડલાઇન આજે જાહેર કરવામાં આવશે અને તેનો અમલ મંગળવારથી લાગુ થશે. જાણો દેશવ્યાપી નવી ગાઇડલાઇન્સની 7 સૌથી મહત્ત્વની વાતો..
#1 રેડ ઝોનમાં પણ ખુલશે સ્પા-પાર્લર અને સલૂન
આ વખતે રેડ ઝોનમાં પણ સલૂન, સ્પા, પાર્લર સોમવારથી ખુલી રહ્યા છે. તેનાથી દિલ્હીવાસીઓને ફાયદો થશે, કારણ કે દિલ્હીના તમામ 11 જિલ્લા રેડ ઝોનમાં સામેલ છે.
#2 ઓટો રિક્ષા, ટેક્સી અને કૅબ પણ ચાલશે
નવી ગાઇડલાઇન્સમાં રેડ ઝોનવાળા વિસ્તારોમાં રિક્ષા, ટેક્સી અને કૅબ એગ્રીગેટરને પોતાન કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. તેનાથી લોકોને જરૂરી કામ માટે આ સેવાઓનો લાભ મળી શકશે.
#3 રાજ્ય નક્કી કરશે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન
લૉકડાઉન 4.0માં કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાના કેસોના હિસાબથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કી કરવાનો અધિકાર આપ્યો છે. હવે તમામ રાજ્ય કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માપદંડો મુજબ, રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કી કરશે અને તે હિસાબથી છૂટ આપશે. અત્યાર સુધી સ્વાસ્થ્ય મંત્રાલય જ આ નક્કી કરતું આવ્યું છે.
#4 રાજ્ય ઈચ્છે તો બસ પરિવહન શરૂ કરી શકે છે
કન્ટેન્ટમેન્ટ ઝોનથી બહાર મુસાફરો વાહન અને બસો રાજ્યોની પરસ્પર સહમતિથી એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકે છે. નવી ગાઇડલાઇન્માં ગૃહ મંત્રાલયે તેની મંજૂરી આપી દીધી છે. લોકોની અવર-જવર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પોસીજર્સ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજી શરતોનું પાલન કરવું પડશે.
આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ કરશે ‘મન કી બાત’, આ દિવસે ખતમ થશે Lockdown 4.0
#5 ઈ-કોમર્સથી થઈ શકશે તમામ ચીજોની ડિલિવરી
લૉકડાઉન-3માં ઈ-કોમર્સ કંપનીઓને રેડ ઝોનમાં ઓછા ઉપયોગી સામાની ડિલિવરીની મંજૂરી મળી ગઈ છે. દિલ્હીવાસીઓ મોટ સારા સમાચાર છે. તેનાથી તેઓ ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા મોબાઇલ અને બીજો સામાન મંગાવી શકે છે.
#6 મીઠાઈની દુકાન સહિત અન્ય દુકાનોને ખોલવાની મંજૂરી
લૉકડાઉન 4માં મીઠાઈની દુકાન અને અન્ય દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તે રાજ્ય સરકાર જ નક્કી કરશે કે તેમણે કઈ દુકાનો ખોલાવવી છે અને દુકાન ખોલવાના શું નિયમ હોઈ શકે છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિઓને પૂરી રીતે ખોલવામાં આવી શકે છે, માત્ર નિયમોનું પાલન જરૂરી છે.
#7 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ પણ ખુલશે
ગૃહ મંત્રાલય મુજબ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સો અને સ્ટેડિયમોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ હાલ દર્શક નહીં આવી જશે. હા ખેલાડી અહીં પ્રેક્ટિસ કરી શકશે.
આ પણ વાંચો, લૉકડાઉનના ચોથા ચરણમાં માત્ર વિશેષ ટ્રેન, પાર્સલ, માલગાડીઓ જ દોડશેઃ ભારતીય રેલવે