નવી દિલ્હી : આ દિવસોમાં (Share Market ) શેર માર્કેટમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. તે જ સમયે, (Yoga Guru Ramdev) યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડ (Patanjali Foods)નો સ્ટોક દિવસેને દિવસે નીચે આવી રહ્યો છે.
ગત સપ્તાહે પતંજલિ ફૂડ્સના રોકાણકારોને મોટો ફટકો પડ્યો હતો. છેલ્લા સપ્તાહમાં કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રોકાણકારોને અત્યાર સુધીમાં લગભગ 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 3 ફેબ્રુઆરીએ પતંજલિ ફૂડ્સનો શેર નીચલી સર્કિટને અથડાયો અને ઘટીને રૂ. 903.35 પર પહોંચી ગયો. કારોબારના અંતે શેરનો ભાવ રૂ.906.80 રહ્યો હતો.
કંપનીનું માર્કેટ કેપ રૂ. 32,825.69 કરોડ છે. એક સપ્તાહ પહેલા એટલે કે 27 જાન્યુઆરીની વાત કરીએ તો શેરની કિંમત 1102 રૂપિયાના સ્તરે હતી અને માર્કેટ કેપ લગભગ 40 હજાર કરોડ રૂપિયાના સ્તરે રહી હતી. આ રીતે એક સપ્તાહમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 7 હજાર કરોડનો ઘટાડો નોંધાયો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સનો નફો 15% વધ્યો
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સ લિમિટેડનો ચોખ્ખો નફો 15 ટકા વધીને રૂ. 269.18 કરોડ થયો છે. ચોખ્ખા નફામાં વધારો થવાનું કારણ વેચાણમાં વધારો છે. કંપનીએ તાજેતરમાં શેરબજારને જાણ કરી હતી કે એક વર્ષ અગાઉ 2021-22ના સમાન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 234.07 કરોડ હતો. પંતજલિત ફૂડ્સની 31 ડિસેમ્બરે પૂરા થયેલા ક્વાર્ટરમાં કુલ આવક 26 ટકા વધીને રૂ. 7,963.75 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 6,301.19 કરોડ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર