શુભ સમાચાર: બ્રિટનમાં કોવિડ-19 વેક્સિનનું માણસ પર ટ્રાયલ શરૂ, કેટલી સુરક્ષિત છે આ રસી?

શુભ સમાચાર: બ્રિટનમાં કોવિડ-19 વેક્સિનનું માણસ પર ટ્રાયલ શરૂ, કેટલી સુરક્ષિત છે આ રસી?
બ્રિટનમાં કોવિડ-19 વેક્સિનનું માનવીય પરિક્ષણ શરૂ

આખરે કેવી રીતે કામ કરશે આ રસી? વેક્સિન સંબંધી આગળની શું યોજના છે?

 • Share this:
  કોરોના વાયરસની ચપેટમાં પુરી રીતે ફસાયેલા યૂરોપમાં વૈશ્વિક મહામારી સામે લડવા માટે બનાવવામાં આવેલી વેક્સિનનું મનુષ્ય પર પરિક્ષણ બ્રિટનના ઓક્સફર્ડમાં શરૂ કરવામાં આવ્યું છે. હવે પૂરી દુનિયાની નજર તેના પરિણામ પર છે. આ વેક્સિન વિશે અભ્યાસ કરવા માટે જે 800 વોલિન્ટીયરોને પસંદ કરવામાં આવ્યા છે, તેમાંથી બે લોકોને ગુરૂવારે જ વેક્સિન આપી દેવામાં આવી હોવાના સમાચાર છે.

  કોવિડ-19નો સૌથી વધારે કહેર હાલમાં અમેરિકા, ત્યારબાદ યૂરોપમાં છે, અને ત્યાંથી આવા સારા સમાચાર આવવા એક મોટી આબાદી માટે એક આશાનું કિરણ જગાડે છે. જોકે, વેક્સિનના ઝડપથી કરવામાં આવી રહેલા પ્રયોગોને લઈ પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે, પરંતુ આ બધા શરૂ થયેલા માનવીય ટ્રાયલ બાદ હવે જાણવું એ જોઈએ કે, આ વેક્સિન કેવી છે અને કેટલી સુરક્ષિત સાબિત થઈ શકે છે.  ઓકેસફર્ડ યુનિવર્સિટીમાં વેક્સીનોલોજીના પ્રોફેસર સારા ગિલબર્ટના નિદર્શનમાં એક ટીમે ત્રણ મહિનામાં વેક્સિન તૈયાર કરી છે, જેનું પરિક્ષણ શરૂ થયું છે. આ વેક્સિન વિશે 80 ટકા વિશ્વાસ ધરાવતા સારાએ કહ્યું કે, તેને આ વેક્સિન પર ખુબ વિશ્વાસ છે અને તેને આશા પણ છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આપણે ડેટા ભેગો કરી સાબિત કરવું પડશે કે, આ વેક્સિન કેટલી કારગર છે અને રસી પહેલાથી જ લાગવાથી કોરોના વાયરસ સંક્રમણથી બચાવી શકાય.  કેવી રીતે થઈ રહ્યું છે ટ્રાયલ?
  જે વોલિન્ટિયરોને આ વેક્સિન માટે પસંદ કરવામાં આવ્યા છે, તેમાંથી અડધા વ્યક્તિઓને કોવિડ-19 વેક્સિન આપવામાં આવશે અને અડધાને મેનિનજાઈટિસ સંબંધી વેક્સિન આપવામાં આવશે, જેથી તેમને ખબર ન રહે કે, તેમને કઈ વેક્સિન આપવામાં આવી છે. ડોક્ટરોને ખબર હશે અને તેમના અનુભવ પ્રમાણે ડેટા ભેગો કરવામાં આવશે.

  આખરે કેવી રીતે કામ કરશે આ રસી?
  આ વેક્સિનના વૈજ્ઞાનિક આધાર વિશે બીબીસીના રિપોર્ટનું માનીએ તો, ચિમ્પાન્જીમાંથી એક સામાન્ય કોલ્ડ વાયરસ એટલ કે, એડેનોવાયરસના એક નબળા વર્ઝનને એ પ્રકારે બદલવામાં આવ્યો કે તે મનુષ્યમાં વિકસિત ન થઈ શકે. ત્યારબાદ કોરોના વાયરસથી લડવા માટે એક પૂરૂ મેકેનિઝ્મ તેમાં નાખી રસી બનાવવામાં આવી, જેમકે ગ્રાફિક્સમાં દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓક્સફોર્ડની ટીમ કોરોના વાયરસના પહેલા સંક્રમણ એટલે કે મર્સ માટે વેક્સિન આ પ્રમાણે જ વિકસિત કરી ચુક્યું છે. જેના પરિણામ ક્લીનીકલ ટ્રાયલમાં સારા જોવા મળ્યા હતા.  કેટલી સુરક્ષિત છે આ રસી?
  જે વોલિન્ટિયરો પર આ ટ્રાયલ કરવામાં આવી રહી છે, તેમને આગામી મહિનાઓ દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમને બતાવવામાં આવ્યું છે કે, આ રસીના કારણે તેમને ખભામાં બે દિવસ સોજો અથવા દર્દ રહેશે, માથુ દુખશે અથવા જીઁણો તાવ આવી શકે છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, સાર્સની જાનવરોની વેક્સીન સ્ટડીમાં જોવા મળ્યું હતું કે રસીમાં રહેલા વાયરસના કારણે કોરોના વાયરસ સંબંધી કોઈ રિએક્શન પણ જોવાનો સૈદ્ધાંતિક જોખમ રહેલું છે.

  પરંતુ રસી નિર્માતા ટીમનું કહેવું છે કે, આ રસીથી કોઈ અન્ય ગંભીર રોગ થવાનો ખતરો એકદમ ઓછો જોવા મળ્યો છે.

  વેક્સિન સંબંધની આગળની યોજનાઓ
  1 - વૈજ્ઞાનિકોની આશા અનુસાર, વેક્સિન અસરદાર સાબિત થવા પર સપ્ટેમ્બર સુધી તેના 10 લાખ ડોઝ તૈયાર થશે અને પછી ઝડપથી તેનું ઉત્પાદન વધારવામાં આવશે.
  2. ઓક્સફોર્ડ ટીમ આફ્રિકા, સંભવત: કેન્યામાં આ રસીનું પરિક્ષણ ખઆ ઈચ્છે છે.
  3. પ્રોફેસર પોલાર્ડનું કહેવું છે કે, વેક્સિન કારગર થવા પર આ માત્ર યૂકે નહી પરંતુ વિકાસશીલ દેશો સુધી પમ પહોંચે, એ સુનિશ્ચિત કરવું પડશે.
  4. લંડનના ઈમ્પિરિયલ કોલેજની એક અન્ય ટીમ કોરોના વાયરસની એક અન્ય વેક્સિનનું માનવીય પરિક્ષણ જૂનથી શરૂ કરી શકે છે.
  First published:April 24, 2020, 17:45 pm

  टॉप स्टोरीज