આર્યન ખાન કેસઃ સમીર વાનખેડે પર ડીલના આરોપ મામલે NDPS કોર્ટમાં NCBનું સોંગદનામું, કહ્યું- સાક્ષી ફરી ગયો

આર્યને જમીન માટે બોમ્બે હાઈકોર્ટને અપ્રોચ કરી છે અને તેની અરજી પર 26 ઓક્ટોબરે સુનાવણી થશે. (ફાઈલ ફોટો)

Aryan Khan Case: એનસીબીએ કોર્ટને જણાવ્યું છે કે, મામલાની તપાસમાં પંચોની જાણકારી લીક થઈ રહી છે. સોગંદનામામાં એનસીબી કોર્ટ પાસે જલ્દીથી જલ્દી સુનાવણીની માંગણી કરી રહી છે.

 • Share this:
  મુંબઈ. આર્યન ખાન કેસ (Aryan Khan Case) માં એનસીબી અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede)એ એનડીપીએસ (NDPS Court) કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરાવી છે. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું છે કે, આ મામલામાં સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયો છે અને વિટનેસ હોસ્ટાઇલની સ્થિતિ બનેલી છે. ત્યાં જ મામલામાં પ્રભાકર સાઇલ (Prabhakar Sail)નું નિવેદન એનસીબીમાં પંચ તરીકે લેવામાં આવ્યું છે. એજન્સીએ રવિવારે પ્રભાકર દ્વારા લગાવાયેલા આરોપોની જાણકારી પણ કોર્ટને આપી છે. આ ઉપરાંત એનસીબીએ કોર્ટને કહ્યું કે મામલાની તપાસમાં પંચોની જાણકારી લીક થઈ રહી છે.

  સોગંદનામામાં આ મુદ્દાની ગંભીરતાને જોઈને એનસીબી કોર્ટ પાસે જલ્દીથી જલ્દી સુનાવણીની માંગ કરવામાં આવી છે. ત્યાં જ ક્રૂઝ ડ્રગ્સ મામલામાં પ્રભાકરને સોમવારે મુંબઈ પોલિકના અધિકારીઓ મળવા પહોંચ્યા. જાણકારી અનુસાર પ્રભાકરે સોગંદનામામાં ખુલાસો કર્યો છે કે કેપી ગોસાવી પૈસાની લેવડદેવડની વાત કરી રહ્યો હતો, અને તેણે સાંભળ્યું કે 8 કરોડ સમીર વાનખેડેને આપવાના છે. માનવામાં આવી રહ્યું છે કે, મુંબઈ સીપી સાથે મળીને પ્રભાકર સાઇલ સુરક્ષાની માંગણી કરી શકે છે.

  આર્યનને રિલીઝ કરવા માટે 25 કરોડની માંગણી

  કહી દઈએ કે મુંબઈના કોસ્ટલ પ્રદેશમાં ક્રૂઝમાં માદક પદાર્થની જપ્તીના મામલામાં સ્વતંત્ર સાક્ષીએ રવિવારે દાવો કર્યો હતો કે એનસીબીના અધિકારી અને અમુક અન્ય લોકોએ બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને છૂટો કરવા માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરી. આ મુદ્દામાં સાક્ષી પ્રભાકર સાઇલે મીડિયાને જણાવ્યું કે એનસીબી અધિકારીઓએ તેની પાસે 9થી 10 કાગળ ઉપર સહી કરવા માટે પણ કહ્યું. જોકે, એનસીબી અધિકારીઓએ આ આરોપોને નકાર્યા હતા. તેને સંપૂર્ણ જુઠા અને દુર્ભાવનાપૂર્ણ કહ્યા હતા.

  એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળ આ મહિનાની શરૂઆતમાં એજન્સીએ ક્રૂઝ પર દરોડો પાડ્યો હતો અને તેમાં 3જી ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી. અત્યારે આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં છે. હાલમાં પુણે પોલિસે ડ્રગ્સના આ કેસમાં એનસીબીના અન્ય એક સાક્ષી ગોસાવી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. જે 2018માં લોકોને વિદેશમાં નોકરી આપવાનો વાયદો કરીને છેતરપિંડી કરતો હતો.

  શું છે પ્રભાકર સાઇલનો આરોપ?

  સાઇલે રવિવારો આરોપ લગાવ્યો હતો કે એનસીબીના અધિકારી, ગોસાવી અને સેમ ડિસુઝા નામની અન્ય વ્યક્તિએ શાહરુખ ખાનને તેના પુત્રને છોડાવવા માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. સાઇલ, ગોસાવીના અંગત બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો અને દરોડો પાડ્યો તે સમયે તેની સાથે હતો. તેણે દાવો કર્યો છે કે આર્યન ખાનને એનસીબીના કાર્યાલય લઈ ગયા બાદ ગોસાવીએ ડિસુઝા સાથે મુલાકાત કરી હતી.

  સાઇલે દાવો કર્યો કે તેણે ગોસાવીને ફોન પર ડિસુઝા પાસે 25 કરોડ રૂપિયાની માંગણી કરતા સાંભળ્યો હતો અને મામલો 18 કરોડમાં નક્કી થયો હતો. આ વચ્ચે, એનસીબીએ કહ્યું છે કે, વાનખેડેએ આરોપોને સંપૂર્ણ રીતે નકાર્યા છે. એજન્સીએ કહ્યું કે કેસ અદાલતમાં વિચારણા હેઠળ છે અને સાઇલને કંઈ કહેવું હોય તેણે અદાલતમાં અરજી કરવી જોઈએ.

  આ પણ વાંચો: T20 World Cup મેચમાં પાકિસ્તાનની જીત પર ભારતના નેતાઓએ કેવી પ્રતિક્રિયા આપી?

  સોશ્યલ મીડિયા પર નહીં, કોર્ટમાં રાખે પોતાની વાત

  મુંબઈમાં એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ડીડીજી) મુથા અશોક જૈને નિવેદન જારી કરીને કહ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા તેમને ખબર પડી કે સાઇલ આ કેસમાં સાક્ષી છે. નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, જે રીતે સાઇલ આ કેસમાં સાક્ષી તરીકે છે અને આ કેસ અદાલત સમક્ષ વિચારણા હેઠળ છે, તેને કંઈ કહેવું હોય તો અદાલત સમક્ષ કહેવું જોઈએ. સોશ્યલ મીડિયા દ્વારા નહીં. તેમણે કહ્યું હતું કે, સોંગદનામામાં અમુક લોકો વિરુદ્ધ વિજિલેન્સ સંબંધિત આરોપ પણ છે, જે પ્રભાકર સાઇલ દ્વારા અન્ય લોકો પાસે સાંભળેલી વાતો પર આધારિત છે.

  સાઇલનો દાવો અત્યંત ગંભીરઃ નવાબ મલિક

  ક્રુઝ પર માદક દ્રવ્યોની થયેલી જપ્તી અને પડેલા દરોડાને સતત ‘બનાવટી’ કહી રહેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું, કે સાઇલનો દાવો ‘અત્યંત ગંભીર’ છે અને તેમણે તેની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પાસે કરાવવાની માંગણી કરી હતી.
  મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ: સંજય રાઉત

  પત્રકારો સાથેની વાતચીતમાં મલિકે પોતાના આરોપને પુનરાવર્તિત કર્યો કે વાનખેડે મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં ખંડણી અને આંતક ફેલાવવામાં સામેલ હતા. શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કરી હતી કે, આર્યન ખાન કેસમાં એનસીબી દ્વારા કોરા કાગળ પર સહી કરાવવી તે ચોંકાવનારી બાબત છે. એવા સમાચાર પણ છે કે મોટી રકમની માગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ મુદ્દો મહારાષ્ટ્રને બદનામ કરવા માટે ઉપાડવામાં આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે, સત્ય સાબિત થઈ રહ્યું છે.

  આ પણ વાંચો: Mumbai Drugs Case: ‘25 કરોડની ડીલ’થી કેસમાં નવો વળાંક આવ્યો, NCBના વાનખેડેએ સુરક્ષાની માંગ કરી

  મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધેએ કહ્યું હતું કે, સાઇલના આરોપ પાર્ટીના દાવાની પુષ્ટિ કરે છે કે કેન્દ્રિય એજન્સીનો ઉપયોગ વિપક્ષી પાર્ટી વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. તેમણે સુપ્રિમ કોર્ટને અનુરોધ કર્યો છે કે તેઓ એજન્સીઓના રાજકીય દુરુપયોગ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે.
  Published by:Nirali Dave
  First published: