Home /News /national-international /આર્યન ખાન કેસમાં NCBના રિપોર્ટે તપાસ પર સવાલ ઉઠાવ્યા, 6-7 અધિકારીઓ સામે થઈ શકે છે કાર્યવાહી
આર્યન ખાન કેસમાં NCBના રિપોર્ટે તપાસ પર સવાલ ઉઠાવ્યા, 6-7 અધિકારીઓ સામે થઈ શકે છે કાર્યવાહી
આર્યન ખાન સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં, નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ તેનો સંપૂર્ણ તકેદારી રિપોર્ટ વિભાગના મહાનિર્દેશકને સુપરત કર્યો છે. (ફાઇલ ફોટો- ઇન્સ્ટાગ્રામ)
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ઘણી ગેરરીતિઓ સામે આવી છે. NCB સાથે સંકળાયેલા સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે આર્યન ખાન કેસમાં એજન્સીના અધિકારીઓ દ્વારા અનિયમિતતાના આરોપોની તપાસ કરવા માટે રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમે (SIT) પોતાનો વિજિલન્સ રિપોર્ટ દિલ્હીમાં મુખ્યાલયને મોકલી આપ્યો છે.
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ઘણી ગેરરીતિઓ સામે આવી છે. NCB સાથે સંકળાયેલા સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે આર્યન ખાન કેસમાં એજન્સીના અધિકારીઓ દ્વારા અનિયમિતતાના આરોપોની તપાસ કરવા માટે રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમે (SIT) પોતાનો વિજિલન્સ રિપોર્ટ દિલ્હીમાં મુખ્યાલયને મોકલી આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 3000 પાનાના આ રિપોર્ટમાં કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસમાં અનેક 'અનિયમિતતાઓ' અને NCBના જૂના અધિકારીઓના 'શંકાસ્પદ વર્તન'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
NCB સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આર્યન ખાન કેસમાં ડિપાર્ટમેન્ટના જૂના અધિકારીઓએ પોતાના ફાયદા માટે કેટલાક પસંદ કરેલા લોકોને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે આ રિપોર્ટમાં એનસીબીના તત્કાલિન અધિકારીઓની બેંક વિગતો, તેમના પરિવારના સભ્યોની બેંક વિગતો અને તેમની સંપત્તિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
NCBના આ વિજિલન્સ રિપોર્ટના આધારે 6-7 અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે, જેમાં IRS અધિકારીઓ પણ સામેલ હોઈ શકે છે. આ તકેદારી અહેવાલ તૈયાર કરનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે આ કેસમાં ઘણી ગેરરીતિઓ હતી. તપાસમાં સામેલ અધિકારીઓની ઈરાદા પર પણ સવાલો ઉભા થયા છે.તેમણે કહ્યું કે તેમણે આ કેસ સાથે જોડાયેલા 65 લોકોના નિવેદન નોંધ્યા છે, જેમાં કેટલાક લોકોએ ત્રણ-ચાર વખત તેમના નિવેદન બદલ્યા છે.
આ કેસમાં તપાસ અધિકારીઓ પર આર્યન ખાન સહિત અન્ય જાણીતી હસ્તીઓને પૈસા પડાવવા માટે ફસાવવાનો પણ આરોપ છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની તપાસમાં આ આરોપો પાયાવિહોણા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કે, તપાસમાં ચોક્કસપણે જાણવા મળ્યું છે કે કેટલાક અધિકારીઓએ ચોક્કસ કેટલાક પસંદ કરેલા લોકોને નિશાન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રુઝ શિપ પર NCBના દરોડા બાદ આર્યન ખાન સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી કેટલાક પાસે ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કેસમાં આર્યનને ત્રણ અઠવાડિયાથી વધુ જેલમાં રહેવું પડ્યું હતું. જોકે બાદમાં તેને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર