Home /News /national-international /

MCD Elections : MCD ચૂંટણી પહેલા દિલ્હીના ઉપ રાજ્યપાલને બદલવાની તૈયારી? સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહી આ વાત

MCD Elections : MCD ચૂંટણી પહેલા દિલ્હીના ઉપ રાજ્યપાલને બદલવાની તૈયારી? સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહી આ વાત

ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ (Anil Baijal (ફાઇલ ફોટો)

next LG of Delhi - દિલ્હીના ઉપ રાજ્યપાલને બદલવાની પણ ચર્ચાઓ પણ તેજ થઇ ગઈ છે, સીએમના આ ટ્વિટ પછી દિલ્હીના રાજનીતિમાં નિગમ ચૂંટણીને લઇને ચર્ચાઓ વધારે ઝડપી બની છે

    નવી દિલ્હી : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab Assembly Elections)પ્રચંડ જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટીએ હવે આગામી દિલ્હી નગર નિગમ ચૂંટણી (MCD Elections) પર બધો ફોક્સ બનાવેલો છે. તેને લઇને હવે દિલ્હીમાં રાજનીતિ વધારે તેજ બની ગઈ છે. જોકે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ પછી ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ (Anil Baijal)તરફથી રાજ્ય ચૂંટણી પંચને મોકલેલા એક પ્રસ્તાવના કારણે હાલ દિલ્હી નગર નિગમની ચૂંટણીને ટાળી દીધી છે. આ દરમિયાન દિલ્હીના ઉપ રાજ્યપાલને બદલવાની પણ ચર્ચાઓ પણ તેજ થઇ ગઈ છે.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (arvind kejriwal)એક ટ્વિટ કરતા લખ્યું કે શું લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલને (Praful Patel)દિલ્હીના આગામી એલજી બનાવવામાં આવી રહ્યા છે? સીએમના આ ટ્વિટ પછી દિલ્હીના રાજનીતિમાં નિગમ ચૂંટણીને લઇને ચર્ચાઓ વધારે ઝડપી બની છે.



    આ પણ વાંચો - કોંગ્રેસ નેતાએ કહ્યું- લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ

    ગુજરાતમાં મોદી સરકારમાં રહી ચૂક્યા છે ગૃહમંત્રી

    આ દરમિયાન જોવામાં આવે તો પ્રફુલ ખોડાભાઇ પટેલ લક્ષદ્વીપના પ્રશાસક છે. તે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે. લક્ષદ્વીપમાં છેલ્લા દિવસોમાં તેમના કેટલાક નિર્ણયોથી સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. લોકોનું માનવું છે કે આ નિર્ણયથી તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખને નુકસાન પહોંચાડશે. તે પહેલા પણ ઘણી વખત વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે.

    કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટણી રદ ન કરો

    આ પહેલા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, જો ચૂંટણી પંચ પર દબાણ કરીને ચૂંટણી રદ કરવામાં આવશે તો તેનાથી ચૂંટણી પંચ નબળું પડશે. કમિશન નબળું હશે તો દેશ પણ નબળો પડશે. આવી સ્થિતિમાં હું વડા પ્રધાન મોદીને હાથ જોડીને વિનંતી કરું છું કે ચૂંટણી રદ ન કરો. આ યોગ્ય નથી. કેજરીવાલે કહ્યું કે લોકો એમ પણ કહી રહ્યા છે કે ત્રણ MCDને એક કરવા એ માત્ર એક બહાનું છે, ભાજપનો ઉદ્દેશ્ય ચૂંટણી સ્થગિત કરવાનો છે. ભાજપને લાગી રહ્યું છે કે જો દિલ્હીમાં ચૂંટણી થશે તો આમ આદમી પાર્ટી જીતશે કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીની લહેર છે. આવી સ્થિતિમાં ભાજપ ચૂંટણી હારવાના ડરથી આ ચૂંટણીઓ મુલતવી રાખવા માંગે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Aarvind kejriwal, Anil Baijal, Praful patel

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन