દિલ્હી વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીનો 62 અને બીજેપીનો 8 બેઠક પર વિજય

દિલ્હી વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીનો 62 અને બીજેપીનો 8 બેઠક પર વિજય
આમ આદમી પાર્ટીનો 62 અને બીજેપીનો 8 બેઠક પર વિજય

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે નવી દિલ્હીની સીટથી 21,697 વોટથી વિજય મેળવ્યો

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે. દિલ્હીની 70 સભ્યોની વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીએ 62 સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપાનો 8 બેઠક પર વિજય થયો છે. કોંગ્રેસ ફરી એક વખત ખાતું ખોલાવવા નિષ્ફળ રહી છે. 2015ની સરખામણીએ ભાજપને 5 સીટનો ફાયદો થયો છે. જ્યારે આપને 5 સીટોનું નુકસાન થયું છે. 2015માં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી. જ્યારે બીજેપીને 3 સીટો મળી હતી. આમ આદમી પાર્ટીને 53.6 ટકા વોટ મળ્યા છે. જ્યારે બીજેપીને 38.5 ટકા વોટ મળ્યા છે. કોંગ્રસને ફક્ત 4.26 ટકા વોટ મળ્યા છે.

  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે નવી દિલ્હીની સીટથી 21,697 વોટથી વિજય મેળવ્યો છે. કેજરીવાલે બીજેપીના સુનીલ યાદવને હરાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસના 67 ઉમેદવારની તો ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ છે. મળતી જાણકારી પ્રમાણે દિલ્હીની 70 સીટોમાંથી 67 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. પાર્ટીના માત્ર 3 ઉમેદવાર જ પોતાની ડિપોઝીટ બચાવી શક્યા છે, જેમાં બાદલીથી દેવેન્દ્ર યાદવ, કસ્તૂરબા નગરથી અભિષેક દત્ત અને ગાંધીનગરથી અરવિન્દર સિંહ લવલી સામેલ છે.  આ પણ વાંચો - ત્રીજી વખત સત્તા મળતા જ AAPએ 2014ની જેમ રાષ્ટ્રીય રાજનીતિ તરફ કર્યો ઇશારો

  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) ના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)જનતાનું અભિવાદન કર્યું હતું. આમ આદમી પાર્ટીની જીત પછી દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં અરવિંદ કેજરીવાલે ‘ભારત માતા કી જય’નો નારો લગાવતા કહ્યું હતું કે દિલ્હીવાસાઓએ ગજબ કરી દીધું. દિલ્હીવાસી આઈ લવ યું. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ ફક્ત દિલ્હીની નહીં પણ ભારત માતાની જીત છે. આ નવા પ્રકારની રાજનીતિ છે, બધા દિલ્હીવાસીઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટી પર ત્રીજી વખત વિશ્વાસ કરવા બદલ દિલ્હીવાસીઓનો આભાર.

  બીજી તરફ દિલ્હી ભાજપાના અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા. મનોજ તિવારીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે દિલ્હીના બધા મતદાતાનો આભાર. બધા કાર્યકર્તાઓને તેમના કઠીન પરિશ્રમ માટે સાધુવાદ...દિલ્હીની જનતાનો જનાદેશ માથા પર. અરવિંદ કેજરીવાલ જી ને ઘણા-ઘણા અભિનંદન.
  First published:February 11, 2020, 22:37 pm

  टॉप स्टोरीज