Home /News /national-international /બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહમાં AAPના મંત્રીએ હિન્દુ ધર્મનું અપમાન કર્યું, કહ્યું - 'રામ-કૃષ્ણને નહીં માનીએ'

બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહમાં AAPના મંત્રીએ હિન્દુ ધર્મનું અપમાન કર્યું, કહ્યું - 'રામ-કૃષ્ણને નહીં માનીએ'

10,000 હિંદુઓએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ

નોર્થ ઈસ્ટ દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ બોદ્ધ ધર્મના દીક્ષા કાર્યક્રમમાં હિન્દુ ધર્મની વિરુદ્ધ બોલતા જોવા મળે છે. મનોજે વીડિયો પોસ્ટ કરતા સવાલ પૂછ્યો છે કે AAP આટલી હિન્દુ વિરોધી કેમ છે? આમ આદમી પાર્ટીના આ મંત્રી હિન્દુ ધર્મની વિરુદ્ધ શપથ પણ લઈ રહ્યા છે અને અપાવી પણ રહ્યા છે.

વધુ જુઓ ...
    નોર્થ ઈસ્ટ દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ બોદ્ધ ધર્મના દીક્ષા કાર્યક્રમમાં હિન્દુ ધર્મની વિરુદ્ધ બોલતા જોવા મળે છે. મનોજે વીડિયો પોસ્ટ કરતા સવાલ પૂછ્યો છે કે AAP આટલી હિન્દુ વિરોધી કેમ છે? આમ આદમી પાર્ટીના આ મંત્રી હિન્દુ ધર્મની વિરુદ્ધ શપથ પણ લઈ રહ્યા છે અને અપાવી પણ રહ્યા છે.

    આ દીક્ષા કાર્યક્રમ જય ભીમ મિશનના ઓર્ગેનાઈઝ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 હજારથી વધુ લોકો આવ્યા હતા.




    ડૉ. આંબેડકરના પ્રપૌત્ર 22 પ્રતિજ્ઞાઓનું પુનરાવર્તન કર્યું


    આ ઈવેન્ટ 5 ઓક્ટોબરના રોજ ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઈન્ડિયા અને જય ભીમ મિશનનાં રાષ્ટ્રીય સંરક્ષક અને કેજરીવાલ સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં યોજાઈ હતી. દીક્ષા સમારોહમાં ડૉ. આંબેડકરના પૌત્ર રાજ રત્ન આંબેડકર પણ હાજર રહ્યા હતા. જેમણે બાબાસાહેબના 22 પ્રતિજ્ઞાઓનું પુનરાવર્તન કર્યું હતું.

    આ પણ વાંચોઃ AAP Leaders in Jalandhar: અરવિંદ કેજરીવાલે 3 હજારનો સૂપ પીધો, ફોર સ્ટાર હોટેલે આપના નેતાઓના ત્રણ કલાકના રોકાણનું બિલ 2.18 લાખ આપ્યું!

    મંત્રીએ જાતે વીડિયો શેર કર્યો


    મંત્રી ગૌતમે આ ઈવેન્ટ વિશે જાણકારી આપતા ટ્વિટ કરી, ચાલો બુદ્ધ પ્રત્યેના મિશનને જય ભીમ કહીએ. આજે મિશન જય ભીમના નેજા હેઠળ અશોક વિજયાદશમી પર ડૉ. આંબેડકર ભવન રાની ઝાંસી રોડ પર 10,000થી વધુ બુદ્ધિજીવિઓને તથાગત ગૌતમ બુદ્ધના ધામમાં ઘર વાપસી કરી જાતિમુક્ત અને અસ્પૃશ્ય ભારત બનાવવાની શપલ લીધી હતી. નમો બુદ્ધાય, જય ભીમ.

    દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી ભાજપ


    વીડિયો સામે આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કપિલ મિશ્રા, મનોજ તિવારીએ આમ આદમી પાર્ટીન હિન્દુ વિરોધી ગણાવી. તેમજ આ સમગ્ર ઘટનાને લઈને દિલ્હી ભાજપા મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરશે. રાજેન્દ્ર પર લોકોને દીક્ષા અપાવવા દરમિયાન હિન્દુ અને બૌદ્ધ ધર્મને કલંકિત અને અપમાનિત કરવાનો આરોપ છે. સાથે જ સીએમ કેજરીવાલ પાસે રાજેન્દ્ર પાલ ગૌતમને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ પણ કરવામાં આવી છે.

    રાજેન્દ્ર પાલનો ખુલાસો - મારી આસ્થાથી કોઈને શું પ્રોબ્લેમ




    વીડિયો વાયરલ થયા પછી રાજેન્દ્ર ગૌતમે કહ્યું, ભાજપા દેશદ્રોહી છે. જો મારી આસ્થા બૌદ્ધ ધર્મમાં છે તો તેનાથી કોઈને શું સમસ્યા છે? ભાજપાને ફરિયાદ કરવી હોય તો કરે. ભારતનું બંધારણ આપણને કોઈપણ ધર્મને અનુસરવાની સ્વતંત્રતા આપે છે. ભાજપનું હવે કંઈ રહ્યું નથી અને તે આમ આદમી પાર્ટીથી ડરે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: AAP Party, Aarvind kejriwal, Manoj Tiwari

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन