Delhi Decides: અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં લેશે CM પદના શપથ, LGને મળી રજૂ કર્યો દાવો

News18 Gujarati
Updated: February 12, 2020, 11:54 AM IST
Delhi Decides: અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં લેશે CM પદના શપથ, LGને મળી રજૂ કર્યો દાવો
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

AAPના અનેક ધારાસભ્યો 14 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણના પક્ષમાં હતા, પરંતુ અંતમાં 16 ફેબ્રુઆરી પર સહમતિ સધાઈ

  • Share this:
નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) 16 ફેબ્રુઆરીએ સતત ત્રીજી વાર દેશની રાજધાની દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન રામલીલી મેદાન (Ramlila Maidan)માં કરવામાં આવશે. વર્ષ 2015માં પણ અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાં જ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

આ પહેલા આજ સવારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળવા પહોંચ્યા. તેઓએ દિલ્હીના LGને મળી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો. સાથોસાથ શપથ ગ્રહણની તારીખની જાણકારી આપી.

સવારમાં યોજાઈ ધારાસભ્યોની બેઠક

આ પહેલા બુધવારની સવારે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના નિવાસસ્થાને પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી. પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાય (Gopal Rai)એ આ જાણકારી આપી. ગોપાલ રાયે મંગળવારે જણાવ્યું કે બેઠક સવારે 11.30 મિનિટ પર શરૂ થશે. બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય આપના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે. આ બેઠકમાં કેજરીવાલના શપથ ગ્રહણને લઈ વાતચીત થઈ. અનેક ધારાસભ્ય જ્યાં 14 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણના પક્ષમાં હતા, બીજી તરફ કેટલાક ધારાસભ્યોનું કહેવું હતું કે 16 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવે. અંતમાં 16 ફેબ્રુઆરી પર સહમતિ સધાઈ.

દિલ્હીમાં AAPએ 62 સીટો જીતી

નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતની સાથે સત્તામાં વાપસી કરી છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં AAPએ 62 સીટો જીતી છે. બીજી તરફ બીજેપી 8 સીટો જીતી છે, જ્યારે કૉંગ્રેસ સતત બીજી વાર એક પણ સીટ જીતી શકી નથી.

આ પણ વાંચો, 2632 દિવસ જૂની આમ આદમી પાર્ટીએ કેવી રીતે લગાવી જીતની હેટ્રિક?
First published: February 12, 2020, 11:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading