ત્રીજી વખત સત્તા મળતા જ AAPએ 2014ની જેમ રાષ્ટ્રીય રાજનીતિ તરફ કર્યો ઇશારો

ત્રીજી વખત સત્તા મળતા જ AAPએ 2014ની જેમ રાષ્ટ્રીય રાજનીતિ તરફ કર્યો ઇશારો
ત્રીજી વખત સત્તા મળતા જ AAPએ 2014ની જેમ રાષ્ટ્રીય રાજનીતિ તરફ કર્યો ઇશારો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત સીએમ બનવા જઈ રહ્યા છે

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly election)માં મોટી જીત મેળવ્યા પછી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ત્રીજી વખત સીએમ બનવા જઈ રહ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party)ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં આવનાની ઇચ્છાને જાહેર કરી દીધી છે. મંગળવારે જ્યારે દિલ્હી ભવ્ય જીતની ઉજવણી કરી રહી હતી ત્યારે આપની પાર્ટી ઓફિસ પર એક મોટું હોર્ડિંગ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું હતું. આ હોર્ડિંગ પર લખ્યું છે કે ‘રાષ્ટ્ર નિર્માણ માટે આપ સાથે જોડાવો’. આ સ્લોગન સાથે એક નંબર પણ આપ્યો છે, જેના પર મિસ કોલ કરવાનો છે.

  આવું સ્લોગન આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઉપર પણ ચલાવ્યું છે. જેમાં લખ્યું છે કે ‘જોઈન ધ રિવોલ્યૂશન, જોઈન આપ’પાર્ટીએ લોકોને જોડાવવા માટે એક નંબર પણ જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીનું આ પગલું 2014ની જેમ છે. જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. ત્યારે એક કરોડ સભ્ય બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે સમયે આમ આદમી પાર્ટીએ એકસાથે આખા દેશમાં ચૂંટણી લડવાની રણનીતિ બનાવી હતી. આ જ કારણે ત્યારે અરવિંદ કેજરીવાલે વારાણસી જઈને પીએમ મોદી સામે ચૂંટણી લડી હતી. જ્યાં પીએમ મોદી સામે પરાજય થયો હતો.

  આ પણ વાંચો - Delhi Election Result: હાર પછી રાજીનામાંના સવાલ પર મનોજ તિવારીએ કહ્યું - પાર્ટી કરશે સમીક્ષા

  2014માં પણ આપે ‘મેં ભી આમ આદમી’કેમ્પેઈન શરુ કર્યું હતું. ત્યારે પાર્ટીએ લોકોને એસએમએસ કે મિસકોલ દ્વારા લોકોને પાર્ટીના મેમ્બર બનાવવાનું અભિયાન શરુ કર્યું હતું. આમ આદમી પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં વાયદો કર્યો હતો કે તે સત્તામાં પાછા ફર્યા પછી દેશભક્તિ પાઠ્યક્રમની શરુઆત કરશે.

  2014માં પ્લાન થયો હતો ફેઇલ
  2014ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 434 ઉમેદવાર ઉતાર્યા હતા. તેમાંથી ફક્ત 4 ઉમેદવાર પંજાબમાં જીત્યા હતા. આપને ફક્ત 2 ટકા વોટ મળ્યા હતા. 414 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 2019માં 40 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાં 39 સીટો પર પરાજય થયો હતો.
  Published by:News18 Gujarati
  First published:February 11, 2020, 19:29 pm

  ટૉપ ન્યૂઝ