Home /News /national-international /

2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પગદંડો જમાવવા આપની કવાયત, કેજરીવાલની આવી છે રણનિતી

2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પગદંડો જમાવવા આપની કવાયત, કેજરીવાલની આવી છે રણનિતી

પત્રકાર ઇસુદાન ગઢવી નોકરી છોડી જૂનમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા (Image source: @ArvindKerjiwal)

Gujarat assembly polls 2022- ફેબ્રુઆરીમાં આપે ગુજરાતમાં પ્રથમ મોટી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. આમ આદમી પાર્ટી 120 સભ્યોની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવી હતી. તે ચૂંટણીમાં ભાજપે 93, આપ 27 બેઠક મેળવી હતી. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા

વધુ જુઓ ...
Gulam Jeelani

ગુજરાતમાં (Gujarat)આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly polls 2022) લઈ તમામ રાજકીય પક્ષોએ પોતાની રણનિતી બનાવી છે અને તેના પર અમલવારી કરી રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા હતું. ત્યારે અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal )આગેવાની ધરાવતી આમ આદમી પાર્ટીના (Aaam Aadmi Party)પડકાર બાદ ભાજપને (Bharatiya Janata Party)ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી હોવાનું આમ આદમી પાર્ટી (APP)ના નેતા રાઘવ ચડ્ડાનું કહેવું છે.

આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, આપએ ભાજપને કરો અથવા મરોનો પડકાર ફેંક્યો હતો. જેના કારણે ભાજપને બંને રાજ્યોમાં તેના મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાત દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર આપના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટીએ તેની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઘણી લાંબી મજલ કાપી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કર્યાના વર્ષો બાદ આપ હવે મજબૂત શક્તિ તરીકે ઉભરી રહી છે. ભાજપ દ્વારા બે દાયકાથી શાસિત ગુજરાતના અમુક ભાગમાં આપની પકડ મજબૂત બની છે.

સુરતમાં મળી છે સફળતા

ફેબ્રુઆરીમાં આપે ગુજરાતમાં પ્રથમ મોટી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. આમ આદમી પાર્ટી 120 સભ્યોની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવી હતી. તે ચૂંટણીમાં ભાજપે 93, આપ 27 બેઠક મેળવી હતી. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. જોકે, આમ આદમી પાર્ટીએ અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં એક પણ બેઠક મેળવી નહોતી. સુરતમાં તે વધુ પાવરફૂલ જોવા મળી હતી. સુરત ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટિલનું વતન છે, જેથી સુરતની જીત વધુ મહત્વની છે.

આપ પોતાને ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિકલ્પ બનાવવાની યોજના બનાવે છે. જૂનમાં ગુજરાત મુલાકાત દરમિયાન કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ બંને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ગુનાખોરીમાં ભાગીદાર છે. આપ ગુજરાત જેની રાહ જોઈ રહ્યું હતું તે પ્રામાણિક વિકલ્પ છે.

ગુજરાતની ઘણી બેઠકો પર પાટીદારોનો પ્રભાવ છે. સુરતમાં પણ છે. પાટીદારોએ 2015 પછી કોંગ્રેસને ટેકો આપ્યો હતો. પરંતુ કદાચ સ્થાનિક ચૂંટણીમાં આપને પ્રાધાન્ય આપ્યું હતું. સુરત મ્યુનિસિપલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાટીદાર પ્રભુત્વ વાળા વિસ્તારોમાં બેઠકો જીતી હતી. આ સ્થળોએ જ 2015માં હાર્દિક પટેલની આગેવાનીમાં અનામત આંદોલન થયું હતું. હાર્દિક પટેલ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે. સંજોગોવશાત કહો કે અન્ય કારણો હોય, ગુજરાત આપના વડા ગોપાલ ઇટાલિયા પાટીદાર જ છે. તેઓ 2020ના જૂન મહિનામાં આપમાં જોડાયા હતા.

તાજેતરમાં ભાજપ સરકારના નવા કેબિનેટ મંત્રીઓ શપથ લીધા હતા. આ બાબતે ગોપાલ ઇટાલિયા કહ્યું હતું કે, સુરતના ચાર નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ, એક કેન્દ્રીય મંત્રી અને ચાર રાજ્ય મંત્રીઓ સુરતના છે. આ એ જ સુરત છે જ્યાં આપએ 27 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો.

રાષ્ટ્રીય મહત્વકાંક્ષા

દિલ્હીમાં આપની સ્થિતિ મજબૂત છે. તે ત્રણ વખત દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જીતી ચૂકી છે. જ્યારે કોંગ્રેસ શાસિત પંજાબમાં આપ મુખ્ય વિપક્ષ છે. પોતાની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાના ભાગરૂપે પાર્ટી તેની સ્થાપનાથી જ એટલે કે 2012થી ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આપે 29 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ પરાજય થયો હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી એટલે કે વિધાનસભાની 182 બેઠકોમાંથી 99 બેઠકો મેળવી હતી.

ફેબ્રુઆરીમાં કેજરીવાલે ગુજરાતની મુલાકાત લીધી હતી અને વિજય થયો હોય તેવી શોભાયાત્રા કાઢી હતી. ત્યારથી તેઓ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત અન્ય નેતાઓ ઘણી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેના પરથી ફલિત થાય છે કે, આપ ગુજરાતમાં પગદંડો જમાવવા ઉત્સુક છે.

ભાજપમાં ઘણા નેતાઓ આપને પડકાર તરીકે જુએ છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ પૂર્વ મંત્રી અને વરાછા (સુરત)ના ધારાસભ્ય કુમાર કાનાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, વરાછામાં આપ મોટા પાયે ટેકો ધરાવે છે. વરાછા પાટીદાર પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ફેબ્રુઆરીમાં સુરતમાં આપના પ્રદર્શનમાં તેનો ફાળો હતો. ત્યારે ભાજપને 2022માં વરાછા જીતવું મુશ્કેલ પડશે.

જોકે, ભાજપના અન્ય નેતાઓનો મત જુદો છે. તેઓ આ વાતને નકારે છે. અહેવાલો કહે છે કે, સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાંથી ત્રણ બેઠકો પર આપની પકડ છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ પાર્ટીને આગામી દોઢ વર્ષમાં ઓછામાં ઓછી અડધી વિધાનસભા બેઠકો પર ફાયદો થવાની અપેક્ષા છે.

સ્થાનીક જાણીતા ચહેરાઓ આકર્ષાયા

2022 વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ છેલ્લા થોડા સમયમાં પત્રકાર ઇસુદાન ગઢવી અને ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત ઘણા નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા છે. ઇસુદાન ગઢવી લોકપ્રિય ન્યૂઝ એન્કર હતા. તેઓ નોકરી છોડી જૂનમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. જ્યારે મહેશ સવાણી પાટીદાર નેતા હોવા સાથે સામાજિક કાર્યકર છે. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે અને અનાથ દીકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન કરે છે. ત્યારે સુરત અને ગુજરાતના દક્ષિણ જિલ્લાઓમાં અત્યંત પ્રભાવશાળી ગણાતા લેઉવા પટેલ સમુદાયના મહેશ સવાણીને ભાજપ લલચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અહેવાલો છે.

(ગુલામ જિલાની 11 વર્ષથી વધારે રિપોર્ટિંગના અનુભવવાળા પત્રકાર છે. નવી દિલ્હીમાં તે મનીકંટ્રોલ માટે રાજનીતિને કવર કરે છે)
First published:

Tags: Aaam Aadmi Party, Gujarat assembly polls 2022, અરવિંદ કેજરીવાલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन