Home /News /national-international /Arvind Kejriwal Speech: દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે કહ્યુ- જ્યારથી મનિષ સિસોદિયાના ઘરે રેડ પડી છે ત્યારથી ગુજરાતમાં 4% વોટ વધ્યાં

Arvind Kejriwal Speech: દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે કહ્યુ- જ્યારથી મનિષ સિસોદિયાના ઘરે રેડ પડી છે ત્યારથી ગુજરાતમાં 4% વોટ વધ્યાં

દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા - ફાઇલ તસવીર

Arvind Kejriwal Speech in Delhi Assembly: શરાબ નીતિ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાને લઈને એક નિવેદન આપ્યું છે.

    નવી દિલ્હીઃ દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાને લઈને અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં એક નિવેદન આપ્યું છે. કેજરીવાલે વિધાનસભામાં સંબોધન વખતે કહ્યુ હતુ કે, ‘એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે મનિષ સિસોદિયાએ શરાબ નીતિમાં કૌભાંડ કરી પૈસા ખાધા છે. પરંતુ સીબીઆઈએ 14 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યુ, 6-7 કલાક પૂછપરછ કરી અને જવાબથી સંતોષ થતા ચાલ્યા ગયા. પછી તેમના ગામ ગયા, ફરીથી લોકર ચેક કર્યા, ત્યાં 70-80 હજારના નાના-મોટા દાગીના મળ્યા અને બીજું કંઈ મળ્યું નહીં.’

    ગુજરાતમાં બે જ પાર્ટી - કટ્ટર બેઇમાન અને કટ્ટર ઇમાનદાર


    આ દરમિયાન કેજરીવાલે કહ્યુ કે, જ્યારે મનીષ સિસોદિયાને ત્યાં રેડ પાડી છે, ત્યારથી ગુજરાતમાં 4 ટકા વોટ વધી ગયા છે અને જે દિવસે ધરપકડ કરશે ત્યારે તો 6 ટકા વોટ વધી જશે. આજે ગુજરાતમાં માત્ર બે જ પાર્ટીઓ છે. એક કટ્ટર ઇમાનદાર પાર્ટી અને બીજી કટ્ટર બેઇમાન પાર્ટી. કટ્ટર ઇમાનદાર પાર્ટી જાહેર જનતા માટે સ્કૂલ-હોસ્પિટલ બનાવે છે, દેશને પ્રેમ કરે છે. તો બીજી તરફ, કટ્ટર બેઇમાન પાર્ટી મિત્રો માટે કામ કરે છે. તેમાં અડધાથી વધારે લોકો અશિક્ષિત છે. કટ્ટર બેઇમાન પાર્ટી પાસે IITમાં ભણેલા લોકો છે. ડિગ્રી સાચી છે. કટ્ટર બેઇમાન પાર્ટીને ખબર પડે કે કોઈકે બળાત્કાર કર્યો છે, તે તેને પાર્ટીમાં સામેલ કરવા માટે દોડાદોડ કરે છે. કટ્ટર ઇમાનદાર પાર્ટી ભારતને દુનિયામાં નંબર વન બનાવવા માગે છે.

    આ પણ વાંચોઃ કેજરીવાલે 3 હજારનો સૂપ પીધો, 3 કલાકના રોકાણનું બિલ 2.18 લાખ

    CBIએ કહ્યું - એકવાર તો તમારી ધરપકડ કરવી જ પડશે


    વિધાનસભામાં સંબોધન દરમિયાન કેજરીવાલે કહ્યુ કે, મનીષના ઘરમાં રેડ દરમિયાન કંઈ મળ્યું નહોતું. સીબીઆઈમાં સારા લોકો પણ છે. જતા-જતા એમ કહેતા ગયા હતા કે, કશું મળ્યું નથી. પરંતુ ઉપરથી પ્રેશર એટલું છે કે, એકવાર તો તમારી ધરપકડ કરવી જ પડશે. વધુ એકવાર વડાપ્રધાને સિસોદિયાને ઇમાનાદારનું સર્ટિફિકેટ આપ્યું. અમારા 49 ધારાસભ્યો પર 69 કેસ દાખલ છે. તેમાંથી 35 કેસ પેન્ડિંગ છે. 16 મારા પર છે, તેમાંથી 12માં હું નિર્દોષ સાબિત થયો છું. 13 મનિષ પર છે, તેમાંથી 10માં નિર્દોષ સાબિત થયો છે. સત્યેન્દ્ર જૈન પર 4 કેસ છે, તેમાંથી બેમાં નિર્દોષ સાબિત થયો છે. તેઓ કહે છે કે, બસો ખરીદવામાં, સ્કૂલોમાં, શેરી ક્લિનિકમાં, દારૂમાં, હોસ્પિટલોમાં કૌભાંડ થઈ ગયા, પરંતુ તપાસમાં કંઈ મળતું નથી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Aarvind kejriwal, Arvind kejrival, Delhi News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन