બીજેપી સાંસદ કીર્તિ આઝાદ પ્રેસ કોન્ફરન્સ યોજવા મક્કમ, થઇ શકે છે મોટો ખુલાસો!

Parthesh Nair | IBN7
Updated: December 20, 2015, 1:12 PM IST
બીજેપી સાંસદ કીર્તિ આઝાદ પ્રેસ કોન્ફરન્સ યોજવા મક્કમ, થઇ શકે છે મોટો ખુલાસો!
નવી દિલ્હી# કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીને નિશાન બનાવી રહ્યાં બીજેપી સાંસદ કીર્તિ આઝાદ પાર્ટીના પ્રયત્નોને આંખ આડા કાન કરતા પ્રેસ કોન્ફરન્સ યોજવાના નિર્ણયમાં કાયમ છે. આઝાદે આ અંગે રવિવારે સવારે 10 વાગે ટ્વીટ કર્યું, જેમાં તેઓએ પોતાની પ્રેસ કોન્ફરન્સની જાણકારી આપી છે અને ટ્વીટ કર્યું છે કે, સાંજે 4 વાગે પ્રેસ ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઓડિયો/વિઝ્યુલ અને એક સીડી હશે. મહત્વની વાત એ છે કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ ટ્વીટને રીટ્વીટ કરી છે.

  • IBN7
  • Last Updated: December 20, 2015, 1:12 PM IST
  • Share this:
નવી દિલ્હી# કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીને નિશાન બનાવી રહ્યાં બીજેપી સાંસદ કીર્તિ આઝાદ પાર્ટીના પ્રયત્નોને આંખ આડા કાન કરતા પ્રેસ કોન્ફરન્સ યોજવાના નિર્ણયમાં કાયમ છે. આઝાદે આ અંગે રવિવારે સવારે 10 વાગે ટ્વીટ કર્યું, જેમાં તેઓએ પોતાની પ્રેસ કોન્ફરન્સની જાણકારી આપી છે અને ટ્વીટ કર્યું છે કે, સાંજે 4 વાગે પ્રેસ ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઓડિયો/વિઝ્યુલ અને એક સીડી હશે. મહત્વની વાત એ છે કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ ટ્વીટને રીટ્વીટ કરી છે.

આઝાદે એક દિવસ અગાઉ કહ્યું હતુ કે, તેઓ રવિવારના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજીને 'સૌથી મોટા DDCA ના ભ્રષ્ટાચારનો કૌભાંડનો ઉજાગર કરશે' અને 'કૌભાંડી આરોપીઓનો ચહેરો ખુલ્લો પોડશે'. આ સમગ્ર મામલામાં રાજકારણ પણ ઓછુ નથી. સુબ્રમ્ણીયમ સ્વામીએ કહ્યું છે કે, અરૂણ જેટલી અને કીર્તિ આઝાદના મામલામાં પાર્ટીનો કોઇ સબંધ હોય ન શકે. કીર્તિ આઝાદ કોઇ અનુશાસનમાં નથી બંધાયેલા. જેટલીએ આઝાદની વાતોનો જવાબ આપવો જોઇએ.

કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ કેજરીવાલ સરકાર પર જ હુમલો કરતા કહ્યું કે, કેજરીવાલ સરકાર સૌથી ખરાબ સરકાર છે. આ બીજેપી જ નહીં પણ બધા કહી રહ્યાં છે. બન્નેના ચરિત્રમાં કોઇ ફર્ક નથી. બન્ને જ દિલ્હીમાં કામ નથી કરી રહ્યાં.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, કેજરીવાલજી ની પ્રક્રૃતિ બોલીને ભાગી જવાની છે. તેઓએ સીબીઆઇના તે અધિકારીનું નામ જણાવવું જોઇએ, જેમણે તેમને જાણકારી આપી હતી. ખોટા નિવેદનો આપવા, તેમની આદત છે.

DDCAમાં ભ્રષ્ટાચારને લઇને નાણા મંત્રી અરૂણ જેટલીના વિરૂદ્ધ ઉતરેલા બીજેપી સાંસદ કીર્તિ આઝાદ આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી મોટો ખુલાસો કરી શકે છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે આઝાદને બોલાવીને પાર્ટીના વિરૂદ્ધ ન જવા માટે કડક શબ્દોમાં સલાહ આપી હતી. આ ઉપરાંત આઝાદે કહ્યું કે, તેઓ ડરશે નહીં અને પ્રેસ કોન્ફરન્સ યોજી DDCA માં જેટલીના વિરૂદ્ધ આરોપોને સામે લાવશે.

કીર્તિનો આરોપ છે કે, જે સમયે અરૂણ જેટલી DDCAના અધ્યક્ષ હતા, ત્યારે 14 બોગસ કંપનીઓને 87 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પણ જેટલી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે કીર્તિ આઝાદે કહ્યું હતુ કે, AAP એ માત્ર 15 ટકા વાત સામે લાવી છે અને 85 ટકા તેઓ ખુદ સામે લાવશે.
First published: December 20, 2015, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading