Home /News /national-international /

અરવિંદ કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી, સુરક્ષા વધારાઇ

અરવિંદ કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી, સુરક્ષા વધારાઇ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલનું અપહરણ કરવાની ધમકી મળી છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલનું અપહરણ કરવાની ધમકી મળી છે

    ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલનું અપહરણ કરવાની ધમકી મળી છે. આ ધમકીભર્યો ઇ-મેઇલ મુખ્યમંત્રી કેજરીવાલની ઓફિસિયલ ઇ-મેઇલ આઇડી પર 9 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો. જેમાં સીએમ કેજરીવાલને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે, તમે તમારી પુત્રીને બચાવી શકો તો બચાવી લો, અમે તેનું અપહરણ કરીશું.

    હાલ આ ઇ-મેઇલ મોકલનાર અંગે કોઇ જાણકારી મળી નથી. પરંતુ ધમકી બાદ દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલની સુરક્ષા વધારી છે. હર્ષિતાની સુરક્ષામાં પ્રોટેક્ટિવ સર્વિસ ઓફિસરને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ આની તપાસ સાઇબર સેલને સોંપવામાં આવી છે.

    આ પણ વાંચો, દિલ્હીના CMને સુરક્ષા પૂરી ન પાડી શકતા હોય તો PM રાજીનામું આપી દેઃ અરવિંદ કેજરીવાલ

    દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક અધિકારી પ્રમાણે, ઇ-મેઇલ પર સીએમ કેજરીવાલની પુત્રીને ધમકી આપવામાં આવી છે. જ્યારે બીજા ઇ-મેઇલમાં કહેવામાં આવ્યું કે આ મજાક છે. ઇ-મેઇલ કરનારા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

    આ પહેલાં પણ અનેક વખત સીએમ કેજરીવાલને ધમકી મળી ચૂકી છે. વર્ષ 2017માં મુખ્યમંત્રી કાર્યાલયને ઇ-મેઇલ મોકલી અને વર્ષ 2016માં દિલ્હી પોલીસને ફોન કરી તેમની હત્યાની ધમકી અપાઇ હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Harshita, Kidnap, Threaten, અરવિંદ કેજરીવાલ, દીકરી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन