Home /News /national-international /‘શું મનીષ સિસોદિયાને મારવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે અરવિંદ કેજરીવાલ?’AAPના દાવા પર મનોજ તિવારીનો પલટવાર

‘શું મનીષ સિસોદિયાને મારવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે અરવિંદ કેજરીવાલ?’AAPના દાવા પર મનોજ તિવારીનો પલટવાર

AAP પર મનોજ તિવારીનો પલટવાર

Manoj Tiwari: બીજેપી સાંસદ મનોજ તિવારી(Manoj Tiwari) એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. જેલમાં મનીષ સિસોદિયાના જીવને જોખમ હોવાના આરોપોના જવાબ આપતા મનોજ તિવારીએ પૂછ્યું હતું કે, ‘જેલો દિલ્હી સરકાર હેઠળ આવે છે, તો શું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે?’

વધુ જુઓ ...
નવી દિલ્હી: તિહાર જેલમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જીવને જોખમ છે તેવો આરોપ લગાવવો આમ આદમી પાર્ટીને ભારે પડ્યો છે. ભાજપના સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari) એ આપના આરોપ પણ સવાલ કરતા કહ્યું કે, શું અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) પોતાના રજસ્યોનો ખુલાસો રોકવા માટે મનીષ સિસોદિયાને જાનથી મારવાનું કાવતરૂ ઘડી રહ્યા છે.

મનોજ તિવારીએ બુધવારે કહ્યું કે, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનીષ સિસોદિયાને ભાજપથી ખતરો છે. હું જેલના અધિકારીઓને મનીષ સિસોદિયા બચાવવા માટે સંભય તેટલી સુરક્ષા આપવા માટે અપીલ કરૂ છું.’

આ પહેલા આમ આદમી પાર્ટીના પ્રવક્કાએ તિહાર જેલ પ્રબંધક પર આરોપ લગાવ્યો હતો કે, ‘ષડયંત્રના ભાગ રૂપે મનીષ સિસોદિયાને સેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે. જ્યારે ખતરનાખ આરોપીને રાખવામાં આવ્યો છે. જે એક ઇસારે તેમની હત્યા કરી શકે છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું- ‘અમદાવાદમાં હોળીની ઉજવણી કરવી મારા માટે સન્માનની વાત’

AAPના આ આરોપો પર સવાલ ઉઠાવતા મનોજ તિવારીએ કહ્યું હતું કે, ‘દિલ્હીની જેલો દિલ્હી સરકાર હેઠળ આવે છે. મતલબ કે, તેનો અરેથ એવો થયો કે, આ બધુ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં થઈ રહ્યું છે. મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘણા રાજ જાણે છે. તેમના પોતાના સાથીદાર મનીષ સિસોદિયા પર જીવનું જોખમ કઈ રીતે હોઈ શકે? શું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને મારવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે.’

તિહાર જેલ પ્રશાસને આપના આરોપોને ફગાવી દીધા




અહીં તિહાર જેલ પ્રશાસને પણ નિવેદન બહાર પાડી AAP દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તિહાર પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે મનીષ સિસોદિયાને જેલમાં સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવ્યા છે.

જેલમાં હિંસક અને ખતરનાક ગુનેગારો કેદ છે


આ પહેલા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘મનીષ સિસોદિયાને લઈને અમને જાણવા મળ્યું છે કે તે જેલમાં હિંસક અને ખતરનાક ગુનેગારો કેદ છે. જેમના ગુનાઓ ટીવી અને અખબારોમાં ઘણી વખત સામે આવ્યા છે. તેમાંથી કેટલાક એવા ભયંકર ગુનેગારો છે અને માનસિક રીતે અસ્થિર છે કે તેઓ સહેજ પણ સંકેત પર કોઈને પણ મારી શકે છે. તેની સામે પહેલાથી જ ઘણા કેસ છે, વધુ એક ઉમેરાય તો તેને કોઈ પરવા નથી.’
First published:

Tags: Manoj Tiwari

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો