Home /News /national-international /MCD Election: અરવિંદ કેજરીવાલે દિલ્હી MCD ચૂંટણીને લઇ BJP ને ખુલ્લી ચેલેન્જ આપી

MCD Election: અરવિંદ કેજરીવાલે દિલ્હી MCD ચૂંટણીને લઇ BJP ને ખુલ્લી ચેલેન્જ આપી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે MCD ચૂંટણીને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. (ફાઇલ ફોટો)

Delhi CM Arvidn Kejriwal : આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ MCD ચૂંટણીને સ્થગિત કરી રહી છે. દિલ્હીની આ ત્રણ કોર્પોરેશન એક છે. શું આના કારણે ચૂંટણી મુલતવી રાખી શકાય?

  દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi MCD Election 2022)ની ચૂંટણી પહેલા ત્રણેય એમસીડી (MCD Election)ને એક કરવાના બિલને લઈને રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિલીનીકરણ પર હુમલો કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ભાજપને સમયસર ચૂંટણી કરાવવા અને જીતવા પડકાર ફેંક્યો છે. અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) કહ્યું કે જો ભાજપમાં હિંમત હોય તો સમયસર ચૂંટણી કરાવીને બતાવો. તેમણે કહ્યું કે જો ભાજપ MCD ચૂંટણી જીતશે તો તેઓ રાજકારણ છોડી દેશે.

  અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ દ્વારા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સ્થગિત કરવી એ શહીદોનું અપમાન છે, જેમણે અંગ્રેજોને દેશમાંથી ભગાડીને દેશમાં લોકશાહી સ્થાપિત કરવા માટે બલિદાન આપ્યું હતું. આજે તેઓ હારના ડરથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સ્થગિત કરી રહ્યા છે. આવતીકાલે તેઓ રાજ્ય અને દેશની ચૂંટણીઓ મુલતવી રાખશે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી કહે છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી ગભરાટમાં નાની આમ આદમી પાર્ટીથી ભાગી રહી છે? જો તમારામાં હિંમત હોય તો MCDની ચૂંટણી સમયસર કરીને બતાવો અને જીતી હાંસલ કરી બતાવો.

  આ પણ વંચો- Viral : હોસ્પિટલમાંથી વાહન ન મળતા, પિતા માસૂમના મૃતદેહને ખભા પર ઉઠાવીને ઘરે લઇ ગયા

  આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ MCD ચૂંટણીને સ્થગિત કરી રહી છે. દિલ્હીની આ ત્રણ કોર્પોરેશન એક છે. શું આના કારણે ચૂંટણી મુલતવી રાખી શકાય? જો તેઓ આવતીકાલે ગુજરાત હારી જશે તો શું તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રને એક કરી રહ્યા છે તેમ કહીને ચૂંટણી મુલતવી રાખી શકે? શું આવું બહાનું કરીને લોકસભાની ચૂંટણી પણ મોકૂફ રાખી શકાય? તેમણે કહ્યું કે જો ભાજપ દિલ્હીમાં સમયસર ચૂંટણી કરાવીને જીતી બતાવશે તો તે રાજનીતિ કરવાનું બંધ કરી દેશે.

  આ પણ વાંચો- Pakistan : ઈમરાન ખાનના શ્વાસ અટક્યા, પોતાના જ 10 મંત્રીઓ અને 41 સાંસદો બળવો કરવાના મૂડમાં

  તમને જણાવી દઈએ કે આજથી દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે જે 29 માર્ચ સુધી ચાલશે. લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલના ભાષણ પછી બજેટ સત્ર શરૂ થયું હતું. માનવામાં આવે છે કે દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદિયા 26 માર્ચે દિલ્હી વિધાનસભામાં દિલ્હીનું બજેટ રજૂ કરશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Aarvind kejriwal, Bjp government, Delhi Election, Delhi News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन