Home /News /national-international /અમારી જીત નિશ્ચિત: ચૂંટણીની તારીખ જાહેર થતાં અરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને આપ્યો ખાસ મેસેજ

અમારી જીત નિશ્ચિત: ચૂંટણીની તારીખ જાહેર થતાં અરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને આપ્યો ખાસ મેસેજ

અરવિંદ કેજરીવાલ (ટ્વિટર)

જરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની ગંભીરતાનો એ વાત પરથી અંદાજ લગાવી શકાય કે ચૂંટણી પંચે જેવી ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરી, અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જીતનો દાવો કરી દીધો.

    નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની ગંભીરતાનો એ વાત પરથી અંદાજ લગાવી શકાય કે ચૂંટણી પંચે જેવી ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરી, અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જીતનો દાવો કરી દીધો. અરવિંદ કેજરીવાલ ન ફક્ત દિલ્હીના મુખ્યમંત્રી છે, પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. તેમના તરફથી આ પ્રકારનો દાવો જણાવે છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઘણી સંભાવનાઓ જોઈ રહી છે.

    અરવિંદ કેજરીવાલે આજે બપોરે 12.45 પર ટ્વિટ કર્યું, ગુજરાતની જનતા આ વખતે મોટા પરિવર્તન માટે તૈયાર છે. અમે જરુરથી જીતીશું. અરવિંદ કેજરીવાલના આ ટ્વિટર પર રી ટ્વીટ કરીને કેટલાય યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટા ભાગે પોતાની પ્રતિક્રિયા નેગેટિવ છે, પણ એ વાત તો નક્કી છે કે, આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાત ચૂંટણીમાં પુરા જોશ સાથે ઉતરી છે.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022 તારીખ: જાણો કયા જિલ્લામાં ક્યારે મતદાન યોજાશે

    અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા માટે 1.34 પર વીડિયો મેસેજ પણ જાહેર કર્યો છે. આ વીડિયો મેસેજમાં કેજરીવાલે 1 મિનિટ સુધઈ ગુજરાતી ભાષામાં બોલી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં કહ્યું, કેમ છો આપ. આપ મને આપનો ભાઈ માનો છો ને, પોતાના પરિવારનો ભાગ માનો છો ને, મને આટલો પ્રેમ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું આપને વચન આપું છું કે આપનો ભાઈ બનીને આપના પરિવારની તમામ જવાબદારી નિભાવીશ. આપને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ. વિજળી મફત કરી આપીશ. આપના બાળકો માટે શાનદાર સ્કૂલો બનાવીશ. આપને પરિવાર માટે સારવાર માટે શાનદાર હોસ્પિટલ બનાવીશ. આપના બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી આપીશ. આપને શ્રીરામજીના દર્શન માટે અયોધ્યા લઈ જઈશ. બસ એક વાર આમ આદમી પાર્ટીને મોકો આપશે, હું આપનો ભાઈ બનીને રહીશ.



    આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ગુજરાત ચૂંટણીને લઈને કહ્યું- અમે હાલમાં 90-95 સીટો જીતી રહ્યા છે, જો આ જ સ્પિડ રહી તો, 140થી 150 સીટો જીતીશું. આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન માટે વોટ નાખશે. લોકો 27 વર્ષના રાજથી કંટાળી ગયા છે. કોંગ્રેસ ભાજપ એકે ફ્રેન્ડલી પાર્ટી છે. આ બંને ફ્રેન્ડલી મેચ રમે છે. આ ચૂંટણી દિલ્હીની માફક મફત અને વર્લ્ડ ક્લાસ શિક્ષણ, વર્લ્ડ ક્લાસ મોહલ્લા ક્લિનિક પર રહેશે. આ ઉપરાંત મોરબીમા જે આટલો મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, તેનો ગુસ્સો આ વખતે ગુજરાત ચૂંટણીમાં જોવા મળશે.

    ગુજરાત ચૂંટણીનો કાર્યક્રમ


    ગુરુવાર ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે. જે અંતર્ગત રાજ્યની 182 સીટોવાળી વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર વોટિંગ 1 ડિસેમ્બરે યોજાશે. જ્યારે બીજા તબક્કા માટે 93 સીટો પર 5 ડિસેમ્બરે વોટ પડશે. મતગણતરી હિમાચલ પ્રદેશની સાથે સાથે 8 ડિસેમ્બરે યોજાશે. પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન યોજાશે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन