દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં PM મોદીને માત આપવા કેજરીવાલે અપનાવી આ રણનીતિ

News18 Gujarati
Updated: August 19, 2019, 3:53 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં PM મોદીને માત આપવા કેજરીવાલે અપનાવી આ રણનીતિ
આમ આદમી પાર્ટી માટે દિલ્હી વિધાનસભા ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ, આવી રીતે લઈ શકે છે બદલો

આમ આદમી પાર્ટી માટે દિલ્હી વિધાનસભા ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ, આવી રીતે લઈ શકે છે બદલો

  • Share this:
(રૂપાશ્રી નંદા)

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો અને કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35એને હટાવવાના નિર્ણય બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું છે. તેની અસર સીપીએમ (CPM), આમ આદમી પાર્ટી (AAP)થી લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC)સુધી પડી છે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનજી સમય પહેલાં જ સચેત થઈ ગઈ છે. તેઓ પ્રશાંત કિશોરની પાસે નવી રણનીતિ માટે પહોંચી ગઈ છે. બીજી તરફ, ચૂંટણીની સૌથી વધુ અસર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર જોવા મળી રહી છે. એક સમયે વડાપ્રધાન મોદી અને ભાજપની સામે મુખ્ય વિપક્ષ તરીકે ગણાથી પાર્ટીની જમીન ખસકતી નજરે પડી રહી છે. બદલાતાં પરિદૃશ્યનો સામનો કરવા હવે કેજરીવાલે નવી રણનીતિ ઘડી છે.

આમ આદમી પાર્ટી માટે દિલ્હી વિધાનસભા ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આમ આદમી પાર્ટીને આવનારા મહિનાઓમાં દિલ્હીમાં ઘણી મહત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણી લડવાની છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હાર તો એક વાત છે. AAP માટે ચિંતાનો વિષય એ છે કે પાર્ટીના ઉમેદવાર દિલ્હીમાં મોટા અંતરથી હાર્યા. સાતમાંથી પાંચ સીટો પર સ્થિતિ એવી રહી કે ઉમેદવારોની જામીન જપ્ત થઈ ગઈ.

AAPના વોટ શેરમાં આવ્યો મોટો ઘટાડોભાજપથી હારવું એક અલગ મુદ્દો છે પરંતુ સ્થિતિ એવી થઈ ગઈ છે કે પાર્ટીને કોંગ્રેસથી પણ ઓછા વોટ મળ્ય. 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 54 ટકા વોટની સાથે 70માંથી 67 સીટ જીતનારી પાર્ટીની સ્થિતિ એવી કેમ અને કેવી રીતે થઈ ગઈ, જ્યારે પાર્ટીની પાસે એક લોકપ્રિય મુખ્યમંત્રી પણ છે? 2014 લોકસભા ચૂંટણીમાં AAPને 33 ટકા વોટ મળ્યા હતા. પરંતુ 2019માં પાર્ટીને માત્ર 18 ટકા વોટ મળ્યા. બીજી તરફ, 2014ની તુલનામાં ભાજપનો વોટ શેર 10 ટકા વધ્યો અને તેને આ વખતે 57 ટકા વોટ મળ્યા.

અરવિંદ કેજરીવાલે બદલી પોતાની રણનીતિ

એક સમયે વડાપ્રધાન મોદી અને ભાજપની વિરુદ્ધ અવાજ બુલંદ કરનારા દિલ્હીના મુખ્યમંત્રી હવે મોટાભાગના મામલાઓ પર મૌન સાધી લે છે કે પછી ભાજપના સ્ટેન્ડને મળતું જ તેમની પાર્ટીનું પણ સ્ટેન્ડ હોય છે. હાલમાં આર્ટિકલ 370ના મામલામાં પણ એવી જ સ્થિતિ રહી. આ ઉપરાંત, વ્યક્તિગત રીતે સૌથી મોટો ફેરફાર અરવિંદ કેજરીવાલ તરફથી પીએમ મોદી અને કેન્દ્ર સરકાર માટે જોવા મળ્યો. દિલ્હીના મુખ્યમંત્રીના જન્મદિવસ પર વડાપ્રધાને શુભેચ્છાઓ પાઠવી. તેના જવાબ આપતાં કેજરીવાલે લખ્યું કે, શુભેચ્છાઓ માટે ધન્યવાદ વડાપ્રધાન સર. આ એક રીતે બહુ મોટા ફેરફારનો સંકેત હતો.


આ પણ વાંચો, જ્યારે ભૂતાનના સાંસદના માથા પર હાથ ફેરવવા લાગ્યા PM મોદી, જુઓ વીડિયો

હિન્દુ ઓળખને સ્થાપિત કરવાનો પ્રયાસ

અરવિંદ કેજરીવાલ પોતાની હિન્દુ ઓળખને લઈને પણ હવે સજાગ થઈ ગયા છે. લોકસભા ચૂંટણી પરિણામના 12 દિવસ બાદ કેજરીવાલે સ્વામીનારાયણ ભગવાનનો અભિષેક કેપ્શનની સાથે ટ્વિટર પર પોતાની તસવીર શેર કરી હતી. આ ઉપરાંત પાર્ટીના ટ્વિટર હેન્ડલથી મૂકવામાં આવેલી અભિષેકની અન્ય તસવીરોને પણ રિટ્વિટ કરી હતી. બીજી તરફ, 4 જુલાઈએ ઈદના અવસરે કેજરીવાલે કોઈ તસવીર વગર જ ઈદની શુભેચ્છાઓ આપી. કઠુઆ દુષ્કર્મ મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનું તેમણે સ્વાગત કર્યુ. પરંતુ ત્યારબાદ પહલૂ ખાન મોબ લિન્ચિંગ કેસ મામલે આવેલા કોર્ટના ચુકાદા પર મૌન સાધી લીધું.

આ પણ વાંચો, PM મોદીના મંત્રીએ કહ્યુ, કાશ્મીરી મુદ્દો જૂનો થયો, હવે PoKને ભારતમાં ભેળવવાનું છે

તેની સાથે જ આમ આદમી પાર્ટી સરકારની મહાત્વાકાંક્ષી તીર્થ યોજનાનો પ્રચાર પ્રસાર પણ ખૂબ કર્યો. તીર્થયાત્રીઓના એક જૂથ સાથે 20 જુલાઈએ કેજરીવાલ પોતે જવાના હતા પરંતુ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, મહિલાઓ માટે ફ્રી બસ સર્વિસની જાહેરાત સ્વતંત્રતા દિવસે કરવામાં આવી. સંયોગથી તે દિવસે રક્ષાબંધન પણ હતી. સરકારની જાહેરાત મુજબ, આ યોજનાને ભાઈ-બહેનના દિવસે લાગુ કરી દેવામાં આવશે.

મૂળ લેખ (અંગ્રેજી)ને વાંચવા માટે અહીં ક્લિક કરો...
First published: August 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading