નવી દિલ્હી : કોરોનાના નવા સ્ટ્રેનના ખતરા સાથે, દિલ્હી સરકારે બ્રિટનથી શરૂ થતી ફ્લાઇટ્સ અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે, યુકેથી આવતા તમામ મુસાફરોનો ફરજિયાત પણે દિલ્હી એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આમાં RT-PCR ટેસ્ટ પણ રહેશે. વળી, મુસાફરોએ જ આ પરીક્ષણમાં આવતો ખર્ચ ચૂકવવો પડશે.
દિલ્હી સરકારે વધુમાં જણાવ્યું છે કે, RT-PCR ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ હોવાનું જણાતાં મુસાફરને એક અલગ સંસ્થાકીય આઈસોલેશન સુવિધામાં રાખવામાં આવશે, જ્યારે જે નાગરીક નેગેટિવ હોવાનું જણાય છે તેમને પણ સાત દિવસ માટે ફરજિયાત કોરન્ટાઈન કરવામાં આવશે. અથવા તે લોકોને સાત દિવસ માટે હોમ કોરન્ટાઈન કરવામાં આવશે.
આ પણ વાંચો -
રાજકોટ : 108 વર્ષના આ રડીયાત બા હોસ્પિટલનું પગથીયું પણ નથી ચઢ્યા, સોયમાં દોરો પણ પરોવતા
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે, દિલ્હીના લોકોને યુકેમાં મળી આવેલા વાયરસથી બચાવવા સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો -
રાજકોટ : ડોક્ટરની પત્નીએ લવ ગાર્ડનમાં ઝેરી દવા પીધી, સાસુ-સસરાએ માથાભારે પુત્રવધુ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
મુખ્ય સચિવ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે, જે લોકો હોમ કોરન્ટાઈન હશે તેમની પર નજર રાખવામાં આવશે. સરકારનો આ આદેશ એક અજમાઈશ તરીકે એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે. આથી 14 જાન્યુઆરી સુધી ફ્લાઇટ્સના મુસાફરો દ્વારા આ નિયમોનું કડક પાલન કરવું પડશે. સરકાર આ આદેશને આગળ પણ લઇ શકે છે.