દિલ્હી સરકારે વિનામૂલ્યે રાશન યોજનાને 6 મહિના લંબાવી, કેજરીવાલે PM Modiને પણ કરી આવી અપીલ

દિલ્હીમાં મળશે આગામી છ મહિના સુધી ફ્રી રાશન

Delhi Government News: સામાન્ય માણસને દિવસમાં બે ટંક ભોજન માટે પણ મુશ્કેલી પડી રહી છે. કોરોનાના કારણે ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે, ત્યારે પ્રધાનમંત્રીજી મહેરબાની કરીને ગરીબોને વિનામૂલ્યે રાશનની આ યોજનાને વધુ છ મહિના લંબાવો.

 • Share this:
  હાલ મોંઘવારીનાં મારનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે દિલ્હીમાં આમ આદમીને રાહત આપતો નિર્ણય કેજરીવાલ સરકારે (Kejriwal Government) લીધો છે. દિલ્હીમાં રાજ્ય સરકારે વિનામૂલ્યે રાશન આપવાની યોજના (Free Ration Scheme)ના સમયમાં 6 મહિનાનો વધારો કર્યો છે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (Pradhan Mantri Garib Kalyan Yojana) હેઠળ આપવમાં આવતા રાશનમાં 6 મહિનાનો વધારો કરવાની અપીલ કરી છે.

  બે ટંક ભોજન મળવું મુશ્કેલ

  યોજના અંગેની જાહેરાતમાં કેજરીવાલે કહ્યું કે, ફુગાવો વધ્યો છે. સામાન્ય માણસને દિવસમાં બે ટંક ભોજન માટે પણ મુશ્કેલી પડી રહી છે. કોરોનાના કારણે ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે, ત્યારે પ્રધાનમંત્રીજી મહેરબાની કરીને ગરીબોને વિનામૂલ્યે રાશનની આ યોજનાને વધુ છ મહિના લંબાવો.

  પ્રધાનમંત્રી ગરીબ યોજના નહી લંબાવાય?

  ઉલ્લેખનીય છે કે, કેન્દ્રના ખાદ્ય અને ગ્રાહક બાબતોના સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ નવેમ્બર પછી ગરીબોને રાશન વિનામૂલ્યે નહીં મળે. તેમણે કહ્યું હતું કે, દેશનું અર્થતંત્ર પાટા પર આવી રહ્યું છે, તેથી નવેમ્બર બાદ વિનામૂલ્યે રેશનની યોજનાને લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.

  યોજના હેઠળ કોને, કોટલી રાહત થાય છે?

  કેન્દ્રની આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બની ગઈ છે. આ યોજના હેઠળ 80 કરોડથી વધુ લોકો દર મહિને 5 કિલો ઘઉં, ચોખા તેમજ ચણા મેળવે છે.આ જથ્થો લોકો સુધી રેશનિંગની દુકાન મારફતે પહોંચે છે.

  ગરીબો માટેની આ યોજના 2020ના માર્ચમાં થઈ હતી શરૂ

  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત ગયા વર્ષે માર્ચમાં કરવામાં આવી હતી. ત્યારથી આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી.

  આ દરમિયાન એકવાર બંધ થયા બાદ કોરોનાની બીજી લહેરના કારણે 2021માં ફરી વખત આ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યોજનાને નવેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી હતી. આ યોજનાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.
  First published: