Home /News /national-international /Arvind Kejriwal Interview: સત્યેન્દ્ર જૈનના વીડિયો આવતા રહે છે, જાણો અરવિંદ કેજરીવાલે કેમ આવું કહ્યું?
Arvind Kejriwal Interview: સત્યેન્દ્ર જૈનના વીડિયો આવતા રહે છે, જાણો અરવિંદ કેજરીવાલે કેમ આવું કહ્યું?
અરવિંદ કેજરીવાલ ઇન્ટરવ્યુ
Arvind Kejriwal Interview: દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનના સવાલ પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો મારા તમામ ધારાસભ્યો સામે કેસ નોંધાય છે તો શું હું બધાને નિકાળી દઉ?
દિલ્હી: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન હમણાથી તિહાર જેલના વીડિયોને લઈને સતત ચર્ચામાં રહ્યા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સત્યેન્દ્ર જૈનને મંત્રી પદ પરથી હટાવવાની માંગ કરી રહી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી તેના નેતાનો બચાવ કરવામાં વ્યસ્ત છે.
ન્યૂઝ 18 સાથેની એક્સક્લુઝિવ વાતચીત
તાજેતરમાં જ કથિત મની લોન્ડરિંગના આરોપમાં તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મસાજ કરવતા જોવા મળી રહ્યા છે. જે બાદ વિપક્ષ આક્રમક બન્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ફિઝિયોથેરાપિસ્ટની સલાહ પર મસાજની સુવિધા આપવામાં આવી છે. ન્યૂઝ 18 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન વિશે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો. જેની વિગતો આ પ્રમાણે છે.
સવાલ- સત્યેન્દ્ર જૈનને હજુ પણ મંત્રી કેમ બનાવી રાખવામાં આવ્યા છે? જવાબ- ‘તેમની સામેના કોઈ પણ આરોપ સાબિત થયો નથી. મેં તમામ પેપર વાંચ્યા છે, તમામ કેસ નકલી છે. હકીકતમાં તો આ લોકોએ મારા તમામ ધારાસભ્યો પર કેસ દાખલ કર્યા છે. તેમણે અમારા તમામ ધારાસભ્યો વિરુદ્ધ કુલ 167 કેસ દાખલ કર્યા છે, જેમાંથી 135 કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા છે. બાકીના કેસ ચાલી રહ્યા છે, તેમાં પણ નિર્દોષ છૂટી જશે. આ લોકો રોજ મારા પર કાદવ ઉછાળે છે અને હું ઉભો થઈને કહું છું કે, હું કટ્ટર પ્રમાણિક છું. તેઓ રોજેરોજ કાદવ ફેંકવા માંગે છે અને કહે છે કે ના-ના, તે અમારા જેવો જ છે, જેમ આપણે અપ્રમાણિક છીએ, તેમ તે પણ બેઈમાન છે. આ લોકો મને બેઈમાન સાબિત કરવા માંગે છે. હવે તમે મનીષ સિસોદિયાની જ વાત કરી લો, મનીષના કેસની ચાર્જશીટમાં મનીષનું નામ નહોતું. તેઓ કહેતા હતા કે રાજા પીન છે. જ્યારે પ્રથમ ચાર્જશીટમાં જ નામ નથી, તો તે બનાવટી કેસ છે. તો આ લોકો મારા લોકો પર આવા ખોટા કેસ કરતા રહેશે, પછી હું મારા કેટલાક લોકોને બહાર કાઢતો રહીશ’
સવાલ- સતેન્દ્ર જૈનના સતત વીડિયો આવી રહ્યા છે? જવાબ- ‘હવે ભાજપ વીડિયો કંપની બની ગઈ છે. કોઈ કહેતું હતું કે, દિલ્હીમાં દુનિયાની સૌથી મોટી પાર્ટીની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ વીડિયો બનાવવા લાગ્યા છે. તેઓ ફ્લોપ પણ થઈ રહ્યા છે. બિલકુલ કોઈ જોતું નથી. ત્રણ-ચાર દિવસથી આ લોકોના વીડિયો નથી આવી રહ્યા.’
પ્રશ્ન- ગૌતમ સાહેબને કેમ કાઢી મૂકવામાં આવ્યા? જવાબ- ’મેં નથી કર્યા. તેમણે રાજીનામું આપ્યું અને કહ્યું કે, મારું રાજીનામું સ્વીકારવામાં આવે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર