AAP ધરણાઃ નીતિ આયોગની બેઠક પહેલા ચાર મુખ્યમંત્રી આવ્યા કેજરીવાલના સમર્થનમાં

News18 Gujarati
Updated: June 17, 2018, 7:44 AM IST
AAP ધરણાઃ નીતિ આયોગની બેઠક પહેલા ચાર મુખ્યમંત્રી આવ્યા કેજરીવાલના સમર્થનમાં
lg ઓફિસમાં ચાર રાજ્યના મુખ્યમંત્રીઓ

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન એલજી હાઉસમાં છ દિવસથી ધરણા ઉપર બેઠા છે. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને અનિશ્ચિત સમય માટે ઉપવાસ પણ શરૂ કરી દીધા છે.

  • Share this:
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન એલજી હાઉસમાં છ દિવસથી ધરણા ઉપર બેઠા છે. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને અનિશ્ચિત સમય માટે ઉપવાસ પણ શરૂ કરી દીધા છે. જોકે, હજી સુધી આની કોઇ જ અસર અમલદારશાહી ઉપર જોવા મળતી નથી. શનિવારે રાત્રે આ ક્રમમાં કેજરીવાલના સમર્થનમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા હતા. જેમાં મમતા બેનર્જી, કુમારસ્વામી, ચંદ્રબાબૂ નાયડૂ અને પિનરાઇ વિજયનનો સમાવેશ થાય છે. આ ચાર મુખ્યમંત્રીઓએ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચીને તેમની પત્નીની પણ મુલાકાત લીધી હતી.

ચાર મુખ્યમંત્રીઓએ એલજી પાસે અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો હતો. પરંતુ તેમને સમય આપ્યો નથી. કારણે કેજરીવાલ એલજી હાઉસમાં ધરણા કરી રહ્યા છે. ત્યારબાદ તેમણે દિલ્હીના રાજ્યપાલ પત્ર લખીને તેમની પાસે પણ સમય માંગ્યો પરંતુ એલજીએ મુખ્યમંત્રીઓને પોતે મળવાનો પણ સમય ન આપ્યો.


Loading...

ત્યારબાદ આ ચાર મુખ્યમંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે, કેન્દ્રમાં દિલ્હીની સરકારને કામ કરવા દો. તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવું જોઇએ. અમે કેન્દ્ર સરકારને દિલ્હી સરકારને કામ કરવા દેવાની અપીલ કરી છે.



મમતા બેનર્જીએ કહ્યું કે, અમે અહીં કેજરીવાલના સમર્થન કરવા માટે આવ્યા છીએ. આ ખુબજ શરમજનક છે કે એલજી પાસે મળવા માટે થોડી મિનિટનો પણ સમય નથી. દિલ્હી સરકારનું કામ ચાર મહિનાથી રોકાયેલું છે. મમતાએ કહ્યું કે, કેટલીક વસ્તુઓ રાજનીતિથી અળગા રહીને પણ હોવી જોઇએ. અમે વડાપ્રધાનને કહીશું કે તેઓ આ મુદ્દાને ઉકલવા માટે હસ્તક્ષેપ કરે. જો રાષ્ટ્રપતિ દેશમાં હાજર હોત તો અમે એમને પણ કહેતા કે આ લોકતંત્ર છે અને લોકતંત્ર આવી રીતે કામ કરે છે.
First published: June 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...