પિતાને ફરીથી CM બનાવવા કેજરીવાલની દીકરીએ નોકરીમાંથી 5 મહિનાની રજા લીધી

News18 Gujarati
Updated: October 17, 2019, 9:04 AM IST
પિતાને ફરીથી CM બનાવવા કેજરીવાલની દીકરીએ નોકરીમાંથી 5 મહિનાની રજા લીધી
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની દીકરીએ વિધાનસભા ચૂંટણીમાં AAPનો પ્રચાર કરવા માટે પાંચ મહિનાની રજા લીધી છે.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) દીકરીએ વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election)માં AAP (Aam Adami Party)નો પ્રચાર કરવા માટે પોતાની નોકરીમાંથી પાંચ મહિનાની રજા લીધી છે. આ વાતની જાણકારી ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે આપના કાર્યકરોના જિલ્લા સંમેલનમાં આપી હતી. સીએમએ જણાવ્યું કે તેમની દીકરી એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તે પાંચ મહિનાની રજા લઈને પોતાના વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે.

સ્વયંસેવકોનો સંબોધન કર્યું

બુધવારે નફઝગઢ જિલ્લા કાર્યકરોનું સંમેલન દ્વારકા વિધાનસભામાં મળ્યું હતું. અહીં સીએમએ સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. સીએમએ કાર્યકર્તા સંમેલનમાં કહ્યુ કે જો આમ આદમી પાર્ટી નહીં જીતે તો તમને જે વસ્તુ મફતમાં મળી રહી છે તે નહીં મળે. આવું કહીને સીએમ અરવિંદ કેજરીવાલનો ઈશારો વીજળી-પાણીનો હતો. આ પ્રસંગે સીએમ અરવિંદ કેજરીવાલે મફતમાં વીજળી, પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં કરેલા કામોને યાદ કર્યા હતા. તેમણે પોતાના પાંચ વર્ષના શાસનની સિદ્ધિઓ વર્ણવી હતી.

આ પણ વાંચો : દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઑડ-ઇવન લાગુ થશે : અરવિંદ કેજરીવાલ

ડેનમાર્ક ન જવા દેવાનો આક્ષેપ લગાવ્યો

કેજરીવાલે કહ્યુ કે ડેમમાર્કે તેમને બોલાવ્યા હતા, પરંતુ તેમના ન જવા દેવામાં આવ્યા. "અમે અહીંથી જ વીડિયો કૉન્ફરન્સ કરીને દુનિયાને જણાવ્યું કે કેવી રીતે પ્રદૂષણ ઓછું કર્યું. આજે આખી દુનિયામાં દિલ્હી સરકારના કામોની પ્રશંસા થઈ રહી છે." જોકે, આશ્ચર્યની વાત એ હતી કે સીએમએ 19 મિનિટના પોતાના કાર્યક્રમમાં એક પણ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધું ન હતું. બીજેપીનું નામ પણ એક વખત જ લીધું હતું.
First published: October 17, 2019, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading