કેજરીવાલની દીકરી હર્ષિતાએ પૂછ્યું, શું લોકોને શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓ આપનાર આતંકવાદી હોઈ શકે?

News18 Gujarati
Updated: February 5, 2020, 9:59 AM IST
કેજરીવાલની દીકરી હર્ષિતાએ પૂછ્યું, શું લોકોને શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓ આપનાર આતંકવાદી હોઈ શકે?
ઉપવાસ દરમિયાન દીકરા-દીકરી સાથે અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

11 ફેબ્રુઆરીએ ખબર પડશે કે લોકોએ કામના આધારે કે આરોપોને આધારે મતદાન કર્યું છે : હર્ષિતા કેજરીવાલ

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020) દરમિયાન રાજકીય પાર્ટીઓના નેતાઓની વચ્ચે શાબ્દિક લડાઈ ચાલી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની પત્ની સુનીતા બાદ હવે તેમની દીકરી હર્ષિતા કેજરીવાલ (Harshita Kejriwal)એ પણ પોતાના પિતાનો બચાવ કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર હર્ષિતાએ કહ્યું કે લોકો કહે છે કે રાજકારણ ખોટું છે, પરંતુ તેનું સ્તર વધુ નીચે જઈ રહ્યું છે. હર્ષિતાએ પોતાના પિતાને વિરોધીઓ દ્વારા આતંકવાદી કહેવા પર સવાલ ઉઠાવતાં પૂછ્યું કે શું એ આતંકવાદ છે જે લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મળે? શું એ આતંકવાદ છે જેમાં બાળકોને શિક્ષણ મળે? શું એ આતંકવાદ છે જેમાં વીજળી અને પાણીના સપ્લાયમાં સુધાર થાય?

'ભગવદ ગીતાના પાઠ કરતા હતા અને માનવતાની શિક્ષા મળી'

હર્ષિતાએ કહ્યું કે, મારા પિતા હંમેશા સામાજિક સેવાનું કામ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, મને યાદ છે કે તેઓ (અરવિંદ કેજરીવાલ) મારા ભાઈ, માતા અને પરિવારના દરેક સભ્યોને સવારે 6 વાગ્યે ઉઠાડીને શ્રીમદ ભગવદ ગીતાના પાઠ કરતા હતા. તેની સાથે જ અમે બધા 'ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઈચારા' ગીત પણ ગાતા હતા અને તેના વિશે હું અમને જ્ઞાન પણ આપતા હતા. શું આ આતંકવાદ છે?'બે કરોડ સામાન્ય નાગરિકો કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર'

હર્ષિતાએ કહ્યું કે, તેઓ (બીજેપી) દિલ્હીમાં 200 સાંસદ અને 11 મુખ્યમંત્રીને ભલે અહીં લાવે, પરંતુ દિલ્હીમાં બે કરોડ સામાન્ય નાગરિકો પણ પ્રચાર કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે 11 ફેબ્રુઆરીએ ખબર પડશે કે લોકોએ કામ કે આરોપોને આધારે મતદાન કર્યું છે.

કેજરીવાલની પત્નીએ પણ બીજેપી પર કર્યો હતો હુમલો

આ પહેલા મંગળવારે મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal)એ કોઈનું નામ લીધા વગર બીજેપી પર હુમલો કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પર બીજેપી નેતા અનેક પ્રકારના આરોપ લગાવી રહ્યા છે, પરંતુ દિલ્હીની જનતા આ બધું જોઈ રહી છે. તેઓએ કહ્યું કે આમ જનતાએ અમને 'ઝાડૂ' પર વોટ આપવાનો વિશ્વાસ આપ્યો છે.

આ પણ વાંચો, લેહ અને સિયાચિનમાં તૈનાત સૈનિકોને નથી મળી રહ્યા કપડા અને ખાવાનો સામાન, CAG રિપોર્ટમાં ખુલાસો

First published: February 5, 2020, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading