કેજરીવાલે કોંગ્રેસને ગણાવી અહંકારી, કહ્યું- દિલ્હીમાં જપ્ત થશે તેમની જમાનત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં AAPને જ વોટ આપો કારણ કે માત્ર અમે જ લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી શકીએ છીએ

 • Share this:
  દિલ્હીમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પાર્ટીને અહંકારી કરાર કરતાં દાવો કર્યો છે કે ચૂંટણીમાં તેમના ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઈ જશે.

  મુસ્તફાબાદમાં એક જનસભાને સંબોધિત કરતાં કેજરીવાલે દાવો કર્યો કે તેમની પાર્ટીએ કોંગ્રેસને ગઠબંધન કરવા માટે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન સમજી શક્યા. તેઓએ દાવો કર્યો કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં દિલ્હીની પોતાની જમાનત પણ ગુમાવી દેશે.

  આ પણ વાંચો, શું ફરીથી એકવાર બનશે મોદી સરકાર? વિશેષજ્ઞોનાં મત છે અલગ અલગ

  દિલ્હી કોંગ્રેસની અધ્યક્ષ શીલા દીક્ષિતે હાલમાં જ એલાન કર્યું હતું કે તેમની પાર્ટીએ એકમતથી લોકસભા ચૂંટણી માટે આપ સાથે ગઠબંધન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ કેજરીવાલે દાવો કર્યો કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જામની જપ્ત થઈ જશે.

  કેજરીવાલે લોકોને એ ધ્યાન રાખવા માટે કહ્યું કે તેમનો વોટ કોંગ્રેસ અને આપની વચ્ચે ન વહેંચાય. તેઓએ કહ્યું કે, દિલ્હીમાં AAPને જ વોટ આપો કારણ કે માત્ર અમે જ લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી શકીએ છીએ.
  Published by:Mrunal Bhojak
  First published: