Home /News /national-international /Arvind Kejriwal HBD: એક અધિકારીથી દિલ્હીના મુખ્યમંત્રી બનવા સુધીની અરવિંદ કેજરીવાલની સફર

Arvind Kejriwal HBD: એક અધિકારીથી દિલ્હીના મુખ્યમંત્રી બનવા સુધીની અરવિંદ કેજરીવાલની સફર

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

Arvind Kejriwal Birthday: અરવિંદ કેજરીવાલના જન્મદિવસે જાણીએ તેમની સાથે જોડાયેલી અજાણી વાતો

  Happy Birthday Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના સંયોજક અરવિંદ કેજરીવાલનો આજે જન્મદિવસ (Arvind Kejriwal Birthday) છે. એક સામાન્ય પરિવારથી આવનારા અરવિંદ કેજરીવાલની રાજકીય સફર અન્ના આંદોલન (Anna Andolan)થી શરૂ થઈ હતી. વર્ષ 2014માં દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election)માં 70માંથી 67 સીટો જીતીને આમ આદમી પાર્ટીએ તમામ રાજકીય પાર્ટીઓને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. કેજરીવાલની આ જીતથી એવા સંકેત મળ્યા હતા કે દિલ્હીની જનતા હવે એવી વ્યક્તિને સત્તા સોંપવા માંગે છે જે તેમની સમસ્યાઓનો સાચા અર્થમાં ઉકેલ લાવે. આજે તેમના જન્મદિવસે એક નજર કરીએ તેમના રાજકીય અને જીવન સફરની...

  અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમના પિતા ગોવિંદ રામ જિંદલ સ્ટ્રિપ્સમાં ઇલેક્ટ્રિકલ એન્જિનયરના હોદ્દા પર કામ કરતા હતા. એક સામાનય પરિવારના વડા ગોવિંદ રામના ત્રણ દીકરા અને દીકરી છે.

  આ વાત ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે અરવિંદ કેજરીવાલે પોતાનું પ્રાથમિક શિક્ષણ મિશનરી સ્કૂલમાં લીધું છે. મિશનરી સ્કૂલમાં અભ્યાસ કરવાના કારણે નાનપણથી જ તેમને ચર્ચમાં પ્રાર્થના કરવા પ્રત્યે ઘણો લગાવ રહ્યો છે. ચર્ચા ઉપરાંત ઘરમાં હિન્દુ રીત-રિવાજથી પૂજા જોવાના કારણે તેમની ધાર્મિક આસ્થા પણ વધારે છે. કેજરીવાલ હનુમાન દાદામાં પણ આસ્થા ધરાવે છે. તેમને જાહેર કાર્યક્રમોમાં હનુમાન ચાલીસાનું પાઠ કરતાં પણ જોવા મળ્યા છે.

  અરવિંદ કેજરીવાલે 1985માં 17 વર્ષની ઉંમરમાં આઈઆઈટીની પરીક્ષા પાસ કરી લીધી. તેમનો 563મો રેન્ક આવ્યો અને કોલેજ મળી- આઈઆઈટી ખડગપુર. અહીં તેઓ મિકેનિકલ એન્જિનિયરના વિદ્યાર્થી હતા. 1989માં અહીંથી પાસઆઉટ થયા પછી કેજરીવાલને ટાટા સ્ટીલમાં નોકરી મળી ગઈ. પોસ્ટિંગ મળી જમશેદપુરમાં. અહીં કેજરીવાલે ત્રણ વર્ષ સુધી નોકરી કરી. તે પછી તેમને સિવિલ એક્ઝામ તરફ ધ્યાન લગાવવા માટે 1992માં નોકરી છોડી દીધી.

  2014માં થયેલ લોકસભા ચૂંટણીમાં કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી પણ લડ્યા પરંતુ તેઓ હારી ગયા હતા. (ફાઇલ તસવીર)


  નોકરી મળ્યા પછી કેજરીવાલે દિલ્હીમાં અલગ-અલગ પદો પર નોકરી કરી. નોકરીમાં જ રહીને તેમને મનીષ સિસોદીયા સાથે ‘પરિવર્તન’ એનજીઓની રચના કરી. આ એનજીઓ દિલ્હીના સુંદર નગર વિસ્તારમાં કામ કરે છે. પરિવર્તન લોકોની ટેક્સ ફાઈલિંગ, પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ સાથે જોડાયેલ મુશ્કેલીઓમાં મદદ કરે છે અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કેમ્પેનમાં ભૂમિકા નિભાવી રહી છે. આને બનાવ્યાના કેટલાક સમય પછી કેજરીવાલે બે વર્ષ માટે અભ્યાસ કરવા માટે નોકરીમાંથી રજા લઈ લીધી. તેમને તે શરત પર રજા આપવામાં આવી કે તેઓ પાછા ફરીને ઓછામાં ત્રણ વર્ષ સુધી સરકારી સેવા કરશે અને આ વચ્ચે મળેલી સેલરી પરત કરશે.

  2001માં દિલ્હી સરકાર દ્વારા પસાર કરેલા રાજ્ય સ્તરીય રાઈટ ટૂ ઈન્ફર્મેશનનો પણ એનજીઓએ ખુબ જ સારી રીતે ઉપયોગ કર્યો. આના દ્વારા લોકોના સરકારી કચેરીઓમાં કામ કરાવવામાં આવ્યા અને તેમને રિશ્વત ના આપવાની અપીલ કરવામાં આવતી હતી.

  નવેમ્બર 2002માં કેજરીવાલે બીજી વખત સર્વિસમાં જોડાઈ ગયા. કેજરીવાલે કહ્યું કે, આવતા 18 મહિનાઓ સુધી તેમને કોઈ જ પદ આપવામાં આવ્યો નહીં. માત્ર કહેવા ખાતર નોકરીમાં હતા. ત્યાર બાદ તેમને “Leave without pay” (“પગાર વિના રજા”) માટે આવેદન કર્યો. તે પછી 18 મહિના સુધી આવી રીતે જ કામ કરતા રહ્યાં હતા. આ વચ્ચે તેઓ એનજીઓના કામો પણ કરતા રહ્યાં હતા. અંતે ફેબ્રુઆરી 2006માં તેમને નોકરીમાંથી રાજીનામું આપી દીધું. પરંતુ આનાથી પહેલા 2005ના અંતમાં તેઓ મનીષ સિસોદિયા સાથે મળીને “કબીર” નામનું એનજીઓ લોન્ચ કરી ચૂક્યા હતા. આ સંગઠન પણ આરટીઆઈ અને પ્રશાસનમાં જનભાગીદારીના ક્ષેત્રે કામ કરે છે.

  આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્હી ચૂંટણીમાં હિસ્સો લીધો. ચૂંટણીમાં પાર્ટીએ 28 સીટો જીતી. કેજરીવાલે મુખ્યમંત્રી શીલા દિક્ષિતને 25,864 વોટોથી હરાવ્યા. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના આઠ સભ્ય, જનતા દળનો એક સભ્ય અને એક સ્વતંત્ર સભ્યની મદદથી લઘુમતી સરકારની રચના કરી. પરંતુ 14 ફેબ્રુઆરી 2014માં તેમને રાજીનામું આપી દીધું. રાજીનામા પાછળનું કારણ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ ના લાવી શક્યા હોવાનું જણાવ્યું. તે પછી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું.

  પત્ની સુનિતા સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)


  આ પણ વાંચો, Subhadra Kumari Chauhan Google Doodle: કોણ હતી દેશની પહેલી મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણ?

  2014માં થયેલ લોકસભા ચૂંટણીમાં કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી પણ લડ્યા પરંતુ તેઓ હારી ગયા. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં. અંતે 2015માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલે શાનદાર જીત મેળવી. કોંગ્રેસ પાર્ટીનો પૂરી રીતે ખાત્મો થઈ ગયો. બીજેપીને માત્ર ત્રણ સીટો મળી. આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટો પર જીત મળી.

  કેજરીવાલ સરકારના પાંચ વર્ષોમાં શરૂઆતના ત્રણ વર્ષ ખૂબ જ ઉથલ-પાથલવાળા રહ્યાં. ક્યારેક કેન્દ્ર સરકાર તો ક્યારેક એલજી સાથે ટકરાવના સમાચાર આવ્યા. કેજરીવાલે ઘણી બધી વખત કેન્દ્ર સરકાર પર કામ ના કરવા દેવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન તેમની ‘મુફ્ત વિજળી અને પાણી’ની સુવિધાઓ ખુબ જ લોકપ્રિય થઈ. દિલ્હીની શાળાઓમાં ઈનોવેશન અને મોહલ્લા ક્લીનિકના તેમના કામોની પણ લોકોએ પેટભરીને વખાણ કર્યા છે.

  આ મુદ્દાઓ પર તેમણે 2020ની ચૂંટણી લડી અને બીજેપી જેવી ભારે ચૂંટણી મશીનરીને દિલ્હીમાં ખુબ જ ખરાબ રીતે હાર આપી દીધી. આજે કેજરીવાલે શપથ લીધા બાદ પોતાની જીતને દિલ્હીની જીત ગણાવી હતી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Aarvind kejriwal, આમ આદમી પાર્ટી, દિલ્હી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन