Home /News /national-international /કોંગ્રેસ પોતાનું ઘર નથી સંભાળી શકતી- રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર કેજરીવાલના પ્રહાર

કોંગ્રેસ પોતાનું ઘર નથી સંભાળી શકતી- રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર કેજરીવાલના પ્રહાર

રાજસ્થાનમાં રાજકીય સંકટ પર કેજરીવાલના પ્રહાર (ફાઈલ ફોટો)

Arvind kejriwal attack on congress: રાજસ્થાનમાં જે રીતે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યો છે, તેને લઈને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી છે.

  નવી દિલ્હી: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમને રાજનીતિ આવડતી નથી. અમે જનતા માટે કામ કરીએ છીએ. અમે સ્કૂલ-હોસ્પિટલ બનાવીએ છીએ. એ વસ્તું જે જનતાને જોઈએ છે, જનતાને જોડતોડની રાજનીતિ પસંદ આવતી નથી. અમે કામની રાજનીતિ કરીએ છીએ. એટલા માટે પહેલા દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી, અને હવે ગુજરાતની જનતા કહી રહી છે કે, ત્યાં પણ આપની સરકાર બનશે. કોંગ્રેસ પોતાનું ઘર તો સંભાળી શકતી નથી, બંને પાર્ટી જોડતોડ કરે છે. તેઓ એવું કહે છે કે, કેજરીવાલ મફત આપવાનું બંધ કરે. આજે દેશભરમાં આશા આમ આદમી પાર્ટીથી છે. મને વિકલ્પ સમજમાં આવતો નથી, અમે દેશને આગળ લઈ જવા આવ્યા છીએ.

  આ પણ વાંચો: રાજસ્થાન સંકટ: અશોક ગેહલોતથી હાઈકમાન નારાજ, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી આઉટ

  તો વળી તાજેતરના રાજકીય ઘટનાક્રમની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયાએ રવિવાર રાતે કહ્યુ કે, રાજ્યમાં 2023ની વિધાનસભા ચૂંટણીના રુઝાન અત્યારથી શરુ થઈ ગયા છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે, આટલી અનિશ્ચિતતા તો આજે ભારત ઓસ્ટ્રેલિયા મેચમાં પણ નથી, જેટલું રાજસ્થાન કોંગ્રેસ પાર્ટીના નેતાને લઈને છે. ધારાસભ્યોની બેઠક અલગ અલગ ચાલી રહી છે. રાજીનામાનું પાખંડ અલગ ચાલી રહ્યું છે. આ શું રાજ ચલાવશે. ક્યાં લઈ જશે રાજસ્થાનને, હવે ભગવાન બચાવે રાજસ્થાનને...


  અહીં ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં નાટકીય ઘટનાક્રમમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતના વફાદાર ધારાસભ્યોએ પોતાના રાજીનામા સોંપવા માટે રવિવાર રાતે વિધાનસભઆ અધ્યક્ષ ડો. સીપી જોશીના નિવાસે જવાનો નિર્ણય કર્યો. આ ઘટનાક્રમ એવા સમયે થયો જ્યારે ધારાસભ્ય દળની બેઠકમાં ગહેલોતના ઉત્તરાધિકારીને પસંદ કરવાની સંભાવના હતી. આ સ્થિતિમાં મુખ્યમંત્રી અને સચિન પાલટની વચ્ચે સત્તાને લઈને સંઘર્ષ વધવાના સંકેત મળી રહ્યા હતા.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Aarvind kejriwal, કોંગ્રેસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन