જેટલીએ કેજરીવાલને કર્યા માફ, પરત ખેંચશે માનહાનિનો કેસ

News18 Gujarati
Updated: April 2, 2018, 4:18 PM IST
જેટલીએ કેજરીવાલને કર્યા માફ, પરત ખેંચશે માનહાનિનો કેસ

  • Share this:
માનહાનિના અનેક કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થોડા નરમ પડ્યા છે, આજકાલ તેઓ એક પછી એક નેતાઓની માફી માંગી રહ્યા છે. સોમવારે કેજરીવાલે નાણા મંત્રી અરુણ જેટલીની માફી માંગી હતી. દિલ્હીના સીએમ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને આશુતોષે જેટલીને એક સંયુક્ત પત્ર લખ્યો છે, આ પત્રમાં તેમણે માનહાનિ કેસને લઈને જેટલીની માફી માંગી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અરુણ જેટલીએ કેજરીવાલની માફીનો સ્વીકાર કરી લીધો છે. એવામાં ચર્ચા થઈ રહી છે કે જેટલી બહુ ઝડપથી દિલ્હીના સીએમ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો માનહાનિનો કેસ પરત ખેંચશે. નોંધનીય છે કે જેટલીએ કેજરીવાલ વિરુદ્ધ 10-10 કરોડ રૂપિયાના બે માનહાનિના કેસ દાખલ કર્યા છે.

માનહાનિના કેસમાં ફસાયેલા કેજરીવાલે સૌપ્રથમ પંજાબના અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાની લેખિત માફી માંગી હતી. બાદમાં તેમણે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલની માફી માંગી હતી. ગડકરી અને સિબ્બલે તેમની માફીનો સ્વીકાર કરી લીધો હતો, જેના કારણે કેજરીવાલને માનહાનિના બે કેસમાંથી મુક્તિ મળી હતી.


ડીડીસીએ વિવાદમાં જેટલીએ કર્યો હતો માનહાનિનો કેસ

દિલ્હીના સીએમ કેજરીવાલ અને અમુક આપ નેતાઓએ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)માં કથિત ગોટાળા સંદર્ભે નાણામંત્રી અરુણ જેટલી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેના બાદમાં અરુણ જેટલીએ ડિસેમ્બર 2015માં અરવિંદ કેજરીવાલ અને અન્ય પાંચ આપ નેતા સામે પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો દાવો ઠોક્યો હતો.

First published: April 2, 2018, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading