રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કેજરીવાલની જાહેરાત- ગુજરાત સહિત 6 રાજ્યોમાં AAP ચૂંટણી લડશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, 2022ની ચૂંટણીમાં પણ ઝંપલાવશે

 • Share this:
  નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી (Delhi)ની સત્તાધારી આમ આદમી પાર્ટી (Aam Aadmi Pary-AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં જાહેરાત કરતાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી 6 રાજ્યો- ગુજરાત (Gujarat), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), ગોવા (Goa), ઉત્તરાખંડ (Uttarakhand), પંજાબ (Punjab) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં આગામી બે વર્ષમાં યોજાનારી ચૂંટણીઓમાં ઝંપલાવશે.

  રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કેજરીવાલે કહ્યું કે, દેશભરમાં દરેક ગામ સુધી આમ આદમી પાર્ટીના કામોની ચર્ચા છે. લોકો ઈચ્છે છે કે અમે તેમની પાસે પહોંચીએ. તેઓએ કહ્યું કે આપણે લોકો સુધી પહોંચવા માટે એક સંગઠન બનાવવું પડશે. લોકો સુધી પહોંચવું પડશે. કાર્યકર્તાઓને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે આપ સર્વેએ લોકો સુધી જવું પડશે. સૌને જોડવા પડશે.

  આ પણ વાંચો, ગૃહ મંત્રી અમિત શાહે હૉસ્પિટલ જઈને હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પૂછ્યા ખબર અંતર

  દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આગામી બે વર્ષમાં 6 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે. કેજરીવાલે કહ્યું કે તેમની પાસે દરેક રાજ્યની જનતા આવે છે. જે એવું ઈચ્છે છે કે AAP તેમના રાજ્યમાં પહોંચે. તેઓએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષના અનુભવે શીખવાડ્યું છે કે જો અમે પાંચ વર્ષમાં દિલ્હીને બદલી શકીએ છીએ તો અન્ય પાર્ટીઓ 70 વર્ષમાં મોટા ફેરફાર લાવી શકતી હતી. પરંતુ આ લોકોએ જાણી જોઈને દેશને પાછળ રાખ્યો.

  આ પણ વાંચો, પહેલી ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ માર્ચ નહીં કરે, કહ્યું- લાલ કિલ્લાની ઘટના પર માફી માંગીએ છીએ

  ગુજરાતમાં મળી હતી નિષ્ફળતા

  ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2017)માં ઉતરેલી આમ આદમી પાર્ટીએ ખૂબ જ ઉત્સાહ સાથે તૈયારી કરી હતી પરંતુ જ્યારે ચૂંટણીનોલ સમય આવ્યો તો માત્ર 20 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા. પાર્ટીને એક પણ જીતવામાં સફળતા ન મળી. તેનાથી ઉલટું કેટલાક ઉમેદવારોની તો જમાનત પણ જપ્ત થઈ ગઈ હતી. અનેક સીટો પર ઉમેદવારોને 400થી પણ ઓછા વોટ મળ્યા હતા. થોડાક જ ઉમેદવારોએ હજાર વોટનો આંકડો પાર કર્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: