2019ની ચૂંટણીને લઈને કેજરીવાલે કરી મોટી જાહેરાત, ગઠબંધન ચોક્યું

2019ની ચૂંટણીને લઈને કેજરીવાલે કરી મોટી જાહેરાત, ગઠબંધન ચોક્યું
દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ફાઈલ ફોટો

 • Share this:
  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી દીધી છે કે, તેઓ 2019માં થનાર લોકસભા ચૂંટણીમાં ગઠબંધનમાં જોડાઈશ નહી. કેજરીવાલે આજે હરિયાણાના જીંદ જિલ્લામાં કહ્યું કે, આમ આદમી પાર્ટી હરિયાણામાં વિધાનસભા ચૂંટણી સાથે-સાથે લોકસભા ચૂંટણીની બધી જ સીટો પર ચૂંટણી લડશે.

  કેજરીવાલે કહ્યું કે, જ પાર્ટીઓ સંભવિત મહાગઠબંધનમાં સામેલ થઈ રહી છે, તેમના દેશના વિકાસમાં કોઈ જ ભૂમિકા રહી નથી. તેમને આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારે દિલ્હીમાં થનાર વિકાસના કાર્યમાં રોડા નાંખ્યા છે. કેજરીવાલે આજે રોહતકમાં કહ્યું કે, તેમની પાર્ટી હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની સાથે-સાથે લોકસભાની બધી જ સીટો પર ચૂંટણી લડશે.  તેમને કહ્યું કે, 2019માં તેઓ કોઈપણ પ્રકારે મહાગઠબંધન અથવા અન્ય ગઠબંધનનું ભાગ બનશે નહી. કેજરીવાલે દિલ્હીના રોકાયેલા કામો માટે કેન્દ્રની મોદી સરકારને જવાબદાર ઠેરવી અને કહ્યું કે, તેમના દરેક કામને રોકવામાં આવ્યું જે સામાન્ય જનતાની ભલાઈ માટે કરવાના હતા. તેમને દાવો કર્યો છે કે, અમે દિલ્હીમાં શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રે ક્રાંતિકારી કામ કર્યા છે. તેમને કહ્યું કે, ભાજપા ધર્મના નામ પર માત્ર દેખાવ કરી રહી છે. તેને લોકોની ભાવનાઓ સાથે કંઈ જ લેવા-દેવા નથી.

  કેજરીવાલે હરિયાણાની ભાજપ સરકારને પણ આડે હાથે લીધી. તેમને દિલ્હીની સરખામણીએ હરિયાણાના વિકાસને વંચિત રાજ્ય ગણાવ્યું અને હરિયાણાના મુખ્યમંત્રીને સલાહ પણ આપી કે, તેઓ અમારા પાસેથી કંઈક શિખામણ લે કે વિકાસ કેવી રીતે થાય.

  તેમને કહ્યું કે, દિલ્હીમાં આદ આદમી પાર્ટીની સરકાર જ્યારે પૂર્ણ રાજ્ય ના હોવા છતાં વિજળી, પાણી સ્વાસ્થ્ય અને શિક્ષા ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે તો હરિયાણાં તો ખટ્ટર સરકાર કેમ આવું ના કરી શકે. કેજરીવાલે અમ્બાલા શહિદ થયેલ જવાન પરિવાર માટે હરિયાણા સરકાર પાસે એક કરોડ રૂપિયાની આર્થિક સહાયતાની માંગ કરી.

   
  First published:August 09, 2018, 23:35 pm

  ટૉપ ન્યૂઝ