Home /News /national-international /

મનીષ સિસોદિયાના ઘરે CBI રેડ પર બોલ્યા કેજરીવાલ- 'અહીં પણ પાકિસ્તાન જેવા હાલ થશે'

મનીષ સિસોદિયાના ઘરે CBI રેડ પર બોલ્યા કેજરીવાલ- 'અહીં પણ પાકિસ્તાન જેવા હાલ થશે'

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

CBI Raid: દિલ્હીના ડે. સીએમ મનીષ સીસોદિયાના ઘરે સીબીઆઈની રેડ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ રીતે કોઈના ઘરમાં ઘુસી જવું ઠીક નથી. આ તો પાકિસ્તાન જેવી હાલત થઈ જશે એકની સરકાર આવી તો બીજો અંદર અને બીજાની સરકાર આવી તો પહેલો અંદર.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાના ઘરે CBIની રેડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે પાછલા 8 વર્ષમાં જોવા મળ્યું કે તપાસ એજન્સીઓ કેન્દ્રના ઈશારે નાચતી થઈ ગઈ છે. કોંગ્રેસના પણ અનેક નેતાઓ પાછળ વિજિલન્સ લાગી ગઈ છે. દેશમાં જે આ બધુ ચાલી રહ્યું છે તે સારું નથી. સીસોદિયા અને અમારી એક્સાઇઝ નીતિ પર જે સવાલ ઉભા થયા છે તેના તથ્યની તપાસ કરવાની જરુર છે અને પૂછપરછ કરવી હોય તો બોલાવીને વાત કરવી જોઈએ. પરંતુ આ રીતે કોઈના ઘરે જવું ઠીક નથી. આ તો પાકિસ્તાન જેવી સ્થિતિ થઈ જશે જેની સરકાર આવે તે બીજાને અંદર નાખે.

    દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાના ઘરે CBIની રેડ, ટ્વીટ કરી લખ્યું 'સ્વાગત છે, અમે કટ્ટર ઈમાનદાર'

    ત્યાર પછી ફરી કેજરીવાલે ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ અંગે વાત કરતા કહ્યું કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી અમીર દેશ છે. ત્યાંના સૌથી મોટા અખબારે દિલ્હી સરકારના વખાણ કર્યા છે. તે અહેવાલમાં મનીષ સિસોદિયાનો ફોટો પણ છાપ્યો છે. આ અખબારમાં આવવા માટે દુનિયાના બધા દેશના પીએમ અને રાષ્ટ્રપતિ સતત પ્રયાસ કરતા હોય છે. મનીષ સિસોદિયાને સૌથી સારા શિક્ષણમંત્રી ઘોષિત કરવામાં આવ્યા છે. આ બહુ ગર્વની વાત છે.

    News18 Exclusive: જાણો, કેવી રીતે મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી AK-47 અને બુલેટ્સ ભરેલી બોટ

    આ સાથે તેમણે કહ્યું કે 75 વર્ષમાં અનેક દેશ આગળ નીકળી ગયા છે, તો ભારત પાછળ કેમ રહી ગયું છે? જો આ જ નેતાઓના ભરોસે દેશ છોડી દેવામાં આવે તો ચોક્કસ પાછળ ચાલ્યો જશે. સારા કાર્યો કરવામાં અનેક અડચણો આવશે. આજે જ મનીષ સિસોદિયાના ઘરમાં સીબીઆઈ રેડ કરવા માટે દોડી ગઈ પહેલા પણ ખોટી રેડ કરી છે. મારા માટે અને મારા પક્ષના નેતાઓ પર કાર્યવાહી માટે સીબીઆઈને ઉપરથી આદેશ મળે છે કે તેમના કાર્યમાં અડચણ નાખો. પરંતુ અમે કહી રહ્યા છીએ કે અડચણોથી કામ નહીં અટકે. આ રેડથી પણ કંઈ જ નહીં મળે. કેજરીવાલે કહ્યું કે હું એક MISSED CALL NUMBER 95-1000-1000 જાહેર કરું છું. જે પણ લોકો ભારતને દુનિયના નંબર 1 દેશ જોવા માગતા હોય તે આ નંબર પર મિસ કોલ મારે.
    Published by:Mitesh Purohit
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन