બોસમિયા એવા પત્રકાર હતા જેમને અરુણ જેટલી પણ કહેતા હતા ગુરુજી

બોસમિયા એવા પત્રકાર હતા જેમને અરુણ જેટલી પણ કહેતા હતા ગુરુજી
અરવિંદ બિસમિયા

આજે સવારે વરિષ્ઠ પત્રકાર અરવિંદ બોસમિયાનું અમદાવાદમાં નિધન થયું, ફક્કડ, 24 કેરેટ ઇમાનદાર અને ગહન અધ્યેતા બોસમિયા હિન્દુત્વ અને જેહાદી આતંકવાદની ઊંડી સમજ ધરાવતા, જેમણે મોટા-મોટા પત્રકાર, અધિકારી અને નેતા પ્રભાવિત રહેતા હતા. ભગવાન તમારી આત્માને શાંતિ આપે! શ્રદ્ધાંજલિ!

  • Share this:
સવારે વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટનું ટ્વીટ જોતા ખબર પડી કે અરવિંદ બોસમિયા નથી રહ્યા. ત્યારે જોયું કે શીલા ભટ્ટના ટ્વીટને ટાંકીને એક મોટા પત્રકાર અશોક મલિકે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હીના મીડિયા સર્કલના આ બે મશહૂર નામ છે. આ બંને તેમને યાદ કરી રહ્યા હતા જેમણે દિલ્હીમાં રહીને ક્યારે પણ પત્રકારિતા કરી નહતી. અને દિલ્હીના મોટાભાગના પત્રકારોએ જેમના વિશે ક્યારે સાંભળ્યું પણ નહીં હોય.

આવા જ હતા અરવિંદ બોસમિયા. આજે સવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં તેમનું નિધન થયું. બોસમિયા ત્યાના એક મંદિરમાં એક નાના રૂમમાં છેલ્લા કેટલાય સમયથી રહેતા હતા. અંતિમ સંસ્કારમાં પણ તેમના ઘરનો કોઈ સભ્ય સામેલ ન થઈ શક્યો. બહેન રાજકોટમાં રહે છે. મોટાભાગના સંબંધીઓ વિદેશમાં રહે છે. આવામાં તેમને મુખાગ્ની તેમને પ્રેમ કરનારાઓએ આપી. એ લોકો જેઓ બોસમિયાને હિન્દુત્વના ગાઢ બિન્દુ સમજતા હતા.આજના સમયમાં હિન્દુત્વ, રાષ્ટ્રવાદ, જેહાદી આતંકવાદ ઉપર વાત કરનાર હજારો લોક મળશે, મીડિયાની અંદર અને મીડિયાની બહાર પણ. પરંતુ બે દશક પહેલા આવું નહતું. એ સમયે આખા દેશમાં બોસમિયા જેવા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો હતા, જેમનું હિન્દુત્વનું જ્ઞાન સતહી અને જય શ્રી રામ સુધી સીમિત ન હતું. પરંતુ જ્ઞાનનો વિપુલ ભંડાર હતા.

અનેક મામલાઓમાં ઇનસાઇક્લોપીડિયાનો દરજ્જો ધરાવનાર બોસમિયાના જ્ઞાનને સ્વપન દાસગુપ્તાથી લઈને અશોક મલિક અને રામ માધવન સુધી માનતા હતા. આરએસએસ પ્રેરિત વાર્ષીક વિચાર સમ્મેલનોમાં પણ બોસમિયાને અનેક વખત બોલાવવામાં આવ્યા હતા. લોકોએ તેમને ધ્યાનથી સાંભળ્યા અને તેમને જ્ઞાનની મૂર્તિ માન્યા હતા.

બોસમિયાને જ્ઞાનને મૂર્તિ માનનારા લોકોમાં પૂર્વ મંત્રી અને બીજેપીના કદ્દાવર નેતા સ્વર્ગીય અરુણ જેટલી પણ હતા. 2002ની વિધાનસભા ચૂંટણી સમયે અરુણ જેટલી ગણા સમય સુધી ગુજરાતમાં રહ્યા હતા. આ સમયે પ્રચારની કમાન તેમની પાસે જ હતી. તેઓ છાસવારે બોસમિયાને મળતા હતા અને ક્યારેક પોતે કોઈ વિષય પર મૂંઝવણની સ્થિતિમાં હોય ત્યારે બોસમિયાની સલાહ પણ લેતા હતા. દરેક વખત બોસમિયાના વિશ્લેષણ અને જ્ઞાનથી પ્રભાવિત થતા હતા.

અરુણ જેટલી, અન્ય નેતાઓ અરવિંદ બિસમિયા (જમણાથી બીજા)


2002માં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની હતી અને તે પહેલા ગૌરવ યાત્રા માટે પ્રચાર સામગ્રી તૈયાર થવાની હતી. તે સમયનો એક કિસ્સો ઘણો પ્રચલિત છે. તે સમયે પાર્ટીમાં અટલ-અડવાણી યુગ પોતાના ચરમ પર હતો. કોઇપણ કાર્યક્રમ, કોઇપણ પ્રચાર સામગ્રી, તેમની તસવીરો વગર કલ્પના કરી શકાય નહીં. જોકે 2002માં મોદીની લોકપ્રિયતા ચરમ પર હતી, ભલે મીડિયા અને વિપક્ષનું વલણ મોદીને લઈને હમલાવર હતું. તે સમયે વિકલ્પ તરીકે ત્રણ પોસ્ટર તૈયાર થયા હતા. એકમાં ફક્ત મોદીની તસવીર, બીજામાં મોદી અને લાલકૃષ્ણ અડવાણીની તસવીર, જે તે સમયે તત્કાલિન પીએમ અટલ બિહારી વાજપેયીની સરકારમાં ગૃહમંત્રી હતા અને ગાંધીનગર સીટથી સાંસદ પણ હતા. ત્રીજા વિકલ્પ વાળા પોસ્ટરમાં મોદી, અડવાણીની સાથે વાજપેયીની તસવીર હતી.

જેટલીએ આવામાં બોસમિયાની સલાહ લીધી હતી. બોસમિયાનો જવાબ સ્પષ્ટ હતો કે આ ચૂંટણીમાં તમારા પ્રચારનું એન્જીન નરેન્દ્ર મોદી છે. તેની પાછળ જેટલા ડબ્બા લગાવશો, એન્જીનની ઝડપ ધીમી પડતી જશે અને તે પ્રમાણે સીટો પણ ઓછી થશે. જેથી સારું રહેશે કે તમે પ્રથમ વિકલ્પ અપનાવો અને ફક્ત નરેન્દ્ર મોદીની તસવીરવાળા પોસ્ટરનો ઉપયોગ કરો. જેટલીને બોસમિયાની વાત પસંદ પડી અને તે પ્રમાણે મોદીને કેન્દ્રમાં રાખીને પ્રચારની બધી રણનિતી બની હતી. આજે મોદીને કેન્દ્રમાં રાખીને પ્રચારની આ વાત સામાન્ય લાગી શકે છે પણ તે સમયે કોઈ વિચારી પણ શકે નહીં. મોદીનું કદ તેટલું મોટું ન હતું અને અટલ-અડવાણીનો સમય અસ્તાચલ તરફ પણ ન હતો. બંનેનો ઉગતો સમય હતો.
ઇતિહાસ સાક્ષી છે કે તે પછી ગુજરાતમાં થયેલી બધી ચૂંટણીઓ મોદીને કેન્દ્રમાં રાખીને લડવામાં આવી અને તે પછી 2014, 2019ની લોકસભા ચૂંટણી જ નહીં, બધા રાજ્યોની ચૂંટણી પણ મોદીને કેન્દ્રમાં રાખીને લડવામાં આવી રહી છે.

અરુણ જેટલી, અન્ય નેતાઓ અરવિંદ બિસમિયા (જમણાથી બીજા)


બોસમિયાનો જે રંગ જેટલી પર જામ્યો હતો તે હંમેશા કાયમ રહ્યો. જેથી જેટલી હંમેશા બોસમિયાને ગુરુજી કહેતા હતા, જેટલી જેમની વિદ્વતાનો લોહો આખું ભારત માનતું હતું અને તેમની કમ્યુનિકેશન અને મીડિયા પર પકડ એટલી વધારે હતી કે હસી મજાકમાં હંમેશા દિલ્હીના તેમને અનૌપચારિક બ્યૂરો ચીફ કહેવામાં આવતા હતા. સેકડો પત્રકારો જેટલીના મુરીદ હતા, તેમની જીભથી નીકળેલી દરેક વાત તેમના માટે ખબર હતી. જ્યારે જેટલી તે જ ભાવથી બોસમિયાને સાંભળતા હતા, જ્યારે અમદાવાદ જતા હતા ત્યારે કે પછી વાતચીતની તક મળતી ત્યારે.

અરુણ જેટલીએ બોસમિયાના જ્ઞાન, સમજ અને બીજી તરફ ફક્કડગીરીને જોતા તેમને આજીવન ડ્રાઇવર સહિત કાર આપવાની ઓફર કરી હતી. જેટલી આવું કરતા પણ હતા. દિલ્હીના મીડિયામાં તેમની કૃપાનું પાત્ર બનેલા લોકોની સંખ્યા સેકડોમાં હતી. જોકે સ્વાભિમાની, ખુદ્દાર બોસમિયાને આ પસંદ ના આવ્યું અને એક ઝટકામાં જેટલીના મો પર ના પાડી દીધી હતી. કહ્યું હતું કે ગાડી લઇને જીવનભર તમારી ગુલામી કરવી નથી. આવા હતા અરવિંદ બોસમિયા.

બોસમિયા સાથે મારી મુલાકાત લગભગ 21 વર્ષ પહેલા થઇ હતી, જ્યારે 1999માં ગુજરાત જવાનું થયું હતું. સાઇકલ પર સવાર બોસમિયા, આંખો પર મોટા કાળા ચશ્મા, મૂંછો-વાળ સફેદ અને શરીર પર પહેરેલ કપડા ઢીલા, ઝોલા ખાતું શરીર. પ્રથમ નજરમાં ક્યાંયથી પણ આકર્ષક ન હતા બોસમિયા, ઉપરથી જીભ એટલી કડવી કે સહન કરવા મુશ્કેલ. મો પર સટાક દઈને કડવી વાત કહી દેવી બોસમિયાનો સ્વભાવ, જેથી મોટાભાગના લોકો સાથે બન્યું ન હતું. મોટા-મોટા નેતા પણ બોસમિયાની વિદ્ધતાને લોહા માનતા તેમનાથી ગભરાતા હતા. ક્યારે શું કહી દે કોઈને ખબર ન હતી.

વરિષ્ઠ પત્રકાર અરવિંદ બોસમિયા


24 કેરેટ ઈમાનદાર બોસમિયાએ આખું જીવન સાયકલ પર વિતાવી દીધુ. રહેવા માટે ક્યારેય પોતાનું ઘર ન રહ્યું. પણ વાંચવાની ભૂખ કદી ઓછી ન થઈ, ખભા પર લટકાવેલી બેગમાં હંમેશા કોઈ પુસ્તક રહેતું હતું, સાથે નોટબુક. શું નથી વાંચ્યું બોસમિયાએ? પરંતુ તેમને જેહાદી આતંકવાદ, રાષ્ટ્રીય સમસ્યાઓ - પડકારો, હિન્દુત્વ અને દક્ષિણપંથી રાજકારણની વિશેષતાઓ પર ખાસ નિપુણતા હતી. આજ કારણ હતું કે, જ્યારે દિલ્હીથી અમદાવાદ આવતા પત્રકારો તેમની પાસેથી આ વિષયો પર વિશ્લેષણ મેળવવાનો પ્રયાસ કરતા હતા, તો બીજી તરફ, રો અને મિલિટરી ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા અધિકારીઓ તેમની પાસે ઇસ્લામિક આતંકવાદી સંગઠનોના મૂળ સ્વભાવ અને વિકાસના કારણો વિશે જાણતા હતા. તે સમયે, દિલ્હીમાં પણ આ વિષયો પર જાણકાર એવા જેમ્સ બોન્ડ છબીવાળા અધિકારીઓ ન હતા, માત્ર એમ જ તેઓ વાળ સફેદ કરી રહ્યા હતા.

બોસમિયાનું આખું જીવન અસ્પષ્ટ હતું. તેમના નજીકના મોટાભાગના લોકોને પણ ખબર ન હતી કે, અરવિંદ બોસમિયા ભારતીય રાષ્ટ્રવાદ વિષે આટલું ગંભીર અને વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે, તેમનો પોતાનો બ્રિટિશ પાસપોર્ટનો હતો, તેની પણ એક મજેદાર કહાની છે. ઉલ્લેખનીય છે કે, મૂળ કચ્છી ખત્રી સમુદાયના સભ્ય અરવિંદ બોસમિયાનો જન્મ ઈસ્ટ આફ્રિકામાં થયો હતો, ત્યારે આ વિસ્તાર બ્રિટીશ વસાહતનો હતો. ત્યાં તેમના જન્મને કારણે તેમનો પાસપોર્ટ પણ બ્રિટીશ રહ્યો. 5 ઓગસ્ટ, 1950 ના રોજ જન્મેલા બોસમિયાએ સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો, તેમના પિતા રેલ્વેમાં કામ કરતા હતા. બાદમાં ત્યાં ઉથલ-પાથલ મચી ગઈ, ત્યારે બોસ્મીયાને તેના ભાઈઓ સાથે રાજકોટ મોકલી દેવામાં આવ્યા. ત્યાં તેમણે તે રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જે બ્રિટિશકાળ સમયમાં ભારતીય રજવાડાઓના બાળકોના શિક્ષણ માટે ખોલવામાં આવી હતી. પરંતુ, બોસમિયાના સ્વભાવમાં ક્યારે પણ રજવાડાના ગુણો આવ્યા નહીં, તે આજીવન ફક્કડ બન્યા રહ્યા.

વરિષ્ઠ પત્રકાર અરવિંદ બોસમિયા


સ્કૂલનું ભણતર પૂરું થયા બાદ બોસમિયા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરવા આવ્યા હતા. તે સમયે, પરવીન બોબીએ પણ અહીં અભ્યાસ કરી રહી હતી, જે મૂળ જૂનાગઢના નવાબી પરિવારની હતી, જેણે પાછળથી બોલિવૂડમાં પોતાની સુંદરતાનો જલવો બતાવ્યો હતો. બોસમિયાનો ક્યારેય ફિલ્મ જગત સાથે કોઈ સંબંધ નથી રહ્યો, જો રહ્યો તો બસ એટલો કે, સોસાયટી મેગેઝિનની ઓફિસમાં બેસીને તે દિવ્યા ભારતી સાથે બે કલાક વાત કરતા હતા. પરવીન બોબીની જેમ બોસમિયાએ પણ કદી લગ્ન કર્યાં નહીં, પરવીન બોબીનું નામ કેટલીક વખત પ્રેમના નામે ચર્ચામાં રહ્યું, પરંતુ બોસમિયાનું ક્યારેય કોઈની સાથે નામ જોડાયું હોય તો, તે મને ખબર નથી. તે જેટલા અક્કડ હતા, કોઈ લાંબા સમય સુધી તેમને નિભાવી ન શકે.

બોસમિયાની અક્કડતાના અનેક કિસ્સા છે. કોલેજ પૂર્ણ કર્યા પછી, તે ઇંગ્લેન્ડમાં નોકરી કરવા ગયા હતા. નોકરીની આલ્ફા રોમિયો કંપનીમાં, જે તે સમયની પ્રખ્યાત કાર કંપની હતી. એક દિવસ તેઓ મેનેજર સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ઇંગ્લિશ મેનેજરે કહી દીધુ કે, તમે ભારતીય લોકો, તમારા મૂળ સાથે વળગીને નથી રહેતા. ફક્ત એટલું કહેતા જ બોસમિયાનું મગજ છટક્યું અને છૂટતા કહ્યું કે, અમારા ભારતીયોનું મૂળ તો હજારો વર્ષ જુનુ છે, દુનિયાના સૌથી પ્રાચિન ગ્રંથ માનવામાં આવતા વેદમાં શોધીએ છીએ. તમે બ્રિટિશરો તો, તમારૂ મૂળ છોડી દો, તમે તો પોતાના કૂતરાઓની જાતિ નક્કી કરવામાં પણ પરેશાન રહો છો. બોસમિયાની આ ટિપ્પણી બ્રિટીશ સ્ટાન્ડર્ડ મુજબ જાતિવાદી માનવામાં આવી હતી, પરંતુ બોસ્મીયાએ નમવાની જગ્યાએ રાજીનામું ધરી દીધુ અને ભારત આવી ગયા, માત્ર બે વર્ષ 1977-78 બ્રિટનમાં વિતાવ્યા.

આ પણ વાંચોઃ-અમદાવાદને થયું છે શું? સારવારની દવા શું?

ભારત પરત ફર્યા બાદ બોસમિયા ઇન્કમટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા. મુંબઈમાં ટ્રેનિંગ થઈ રહી હતી, ત્યારે ફરવાનું પણ થતુ હતું. કોઈ પણ જગ્યા વિશે પૂરી કહાની તેનો ઈતિહાસ જાણવાનો તેમનો શોખ અને સ્વભાવ હતો, કામઠીપુરાનો વિસ્તાર ફાલ્કલેન્ડ રોડ તરીકે પણ ઓળખાય છે, આ બોસમિયા જ કહી શકે છે, તે પણ પલક ઝબકાવ્યા વગર.

બોસમિયાનો સ્વભાવ કોઈ પણ બાબતનાં ઉંડાણમાં જવાનો હતો, એટલે જ તેઓ તેઓ આયકર વિભાગમાં લાંબુ ન ટકી શક્યા, કારણ કે ઉંડાણમાં જઈને જોયું તો ખબર પડી કે ભ્રષ્ટાચારનાં મૂળ ખૂબ ઉંડે સુધી પ્રસરેલા છે અને તેઓ ભ્રષ્ટાચારને સહન કરી નહીં શકે, એટલે બે વર્ષમાં જ નોકરી છોડી દીધી.

આ પણ વાંચોઃ-ભારતમાં કેમ ઘેરાયું ઑક્સિજનનું મહાસંકટ, આગામી સપ્તાહ સુધી સુધરી જશે સ્થિતિ?

બોસમિયાએ ત્યારબાદ પત્રકાર તરીકે જિંદગીની શરૂઆત કરી. વર્ષ 1980માં ઇન્ડિયન એક્સપ્રેસમાં નોકરી કરી, પાંચ વર્ષ સુધી આ નોકરી ચાલી, ત્યારબાદ થોડા સમય સુધી બ્લીટ્ઝ અને ત્યારબાદ ફ્રીલાન્સીંગ જે અંતિમ સમય સુધી ચાલ્યું. જોકે, આ દરમિયાન તેઓ ઉંડાણ પૂર્વકના સંશોધનભર્યા લેખો લખતાં રહ્યા. બોસમિયાએ જ પોતાની સુક્ષ્મ નિરિક્ષણ દૃષ્ટી અને પોતાની ક્ષમતા તેમજ વૈજ્ઞાનિકો અને માલઢોર ચારતાં સમુદાયો સાથે ચર્ચા કરીને આ નિષ્કર્ષ કાઢ્યો હતો કે સમલૈગિકતા પશુઓમાં પણ હોય છે, ખાસ કરીને ગધેડાંઓમાં.

આ પણ વાંચોઃ-કોરોના રસી 'પૈસા'થી નહીં ખરીદી શકાય, જરૂરતમંદોને પ્રાથમિકતા આપવા જઈ રહી છે મોદી સરકાર

જોકે, આનાથી બોસમિયાને એટલી જ આવક મળતી હતી જેનાથી તેમની ખાધાખોરાકી નીકળે, જીવન જીવી શકે. તેમની રહેણાંક વ્યવસ્થા આશરે દોઢ દાયકા સુધી એક ચાહક ડૉકટર રાકેશ ભંડારીએ કરી આપી હતી. ત્યારબાદ ભંડારીના પરિવારમાં ઝઘડા થતા બોસમિયાને એ સ્થાન છોડવું પડ્યું અને પછીના સમય માટે તેઓ પોતાની બહેનના ઘરે રાજકોટ રહ્યા અને અંતિમ દિવસો અમદાવાદના એક મંદિરમાં વિતાવ્યા જ્યાં તેઓ ગુમનામી વચ્ચે જીવ્યા અને અંતિમ શ્વાસ પણ લીધા.

થોડા સમય પહેલાં જ અમદાવાદના એક વરિષ્ઠ પત્રકાર વીરેન્દ્ર પંડિત સાથે તેમની વાત થઈ રહી હતી, તેમણે ભારતીય પાસપોર્ટ બનાવવાની ઈચ્છા દર્શાવી હતી. બોસમિયાના માનસમાં એવું હશે કે નવા કાયદા મુજબ મંજૂરી વગર હવે તમે બ્રિટિશ પાસપોર્ટ પર ભારતમાં પત્રરકારિતા ન કરી શકો. બોસમિયા પોતાની આ ઈચ્છા પુરી કરી શકે તે પહેલાં જ સ્વર્ગવાસ થયો.

વરીષ્ઠ પત્રકાર રહેલા દેશના કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર સાથે પણ બોસમિયાની પાક્કી મિત્રતા હતી, માહુરકર પણ તેમના જ્ઞાનના પ્રસંશક હતા. જોકે, બોસમિયાની જીભ એટલી કડવી હતી કે કોઈની સાથે પણ લાંબું ખેચવું મુશ્કેલ હતું. કોઈ પણ વ્યક્તિને કઈ પણ વાત મોઢે એક ઝાટકે તેઓ કહી શકતાં હતા. એકવાર એક પત્રકાર તેમને પોતાના તંત્રી પાસે મળવા માટે લઈ ગયા, તંત્રીએ કહ્યું કે છાપા વિશે તમારું શું મંતવ્ય છે. તેમણે ઘડીના છઠ્ઠાભાગમાં પોતાના પત્રકાર મિત્ર તરફ જોતા કહ્યું કે જ્યાં સુધી તમારા છાપામાં આવા નરમ સ્વભાવના પત્રકાર રહેશે ત્યાં સુધી તમારા છાપામાં તેવર જોવા નહીં મળે. બોસમિયા આવા જ હતા. એમના જ્ઞાનને બધા ખૂબ આદર આપતા હતા પીએમ નરેન્દ્ર મોદી પણ. પરંતુ તેમને સહન કરવા એ સૌના ગજાની વાત નહોતી. જેમણે એમને સહન કર્યા, સાચવી રાખ્યા આજે એ જ તેમના અંતિમ સંસ્કાર પણ કરી શક્યા છે. એ પણ ત્યારે જ્યારે દિલ્હીમાં બેઠા બેઠા મોટા પત્રકારો બોસમિયાની ચર્તા કરી રહ્યા છે જે ક્યારેક ચાચક ભાવથી મોઢેથી થતી જ્ઞાનની વર્ષાથી અભિભૂત થઈ જતા હતા.
Published by:News18 Gujarati
First published:May 05, 2021, 19:10 pm

ટૉપ ન્યૂઝ