Home /News /national-international /

અરૂણાચલમાં ભડકેલી હિંસા બાદ બોલ્યા સીએમ ખાંડૂ: ભવિષ્યમાં પણ PRC મુદ્દો નહીં ઉઠાવે સરકાર

અરૂણાચલમાં ભડકેલી હિંસા બાદ બોલ્યા સીએમ ખાંડૂ: ભવિષ્યમાં પણ PRC મુદ્દો નહીં ઉઠાવે સરકાર

રવિવારે થયેલું પ્રદર્શન હિંસક થઈ ગયું હતું. (ફાઇલ ફોટો)

    અરૂણાચલ પ્રદેશમાં સ્થાનિક નિવાસી પ્રમાણપત્ર (પીઆરસી)ને લઈને ચાલી રહેલા હિંસક પ્રદર્શનની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ સ્પષ્ટ કર્યું કે આ બિલ પરત લેવામાં આવશે અને ભવિષ્યમાં પણ સરકાર આ મુદ્દો નહીં ઉઠાવે. જોકે, તેની સાથે જ મુખ્યમંત્રીએ આ હિંસાની પાછળ કેટલાક લોકોના કાવતરાની આશંકા જાહેર કરતાં કહ્યું કે તેઓએ આ ઘટનાની વિસ્તૃત તપાસ માટે આદેશ આપ્યા છે.

    મુખ્યમંત્રી પેમા ખાંડૂએ સ્થાયી આવાસીય પ્રમાણપત્રને લઈને કહ્યું કે, હું અરુણાચલ પ્રદેશના લોકોને આશ્વસ્ત કરવા માંગું છું કે સરકાર આ મુદ્દાને ભવિષ્યમાં પણ નહીં ઉઠાવે, આ સ્પષ્ટ સંદેશ છે. તેઓએ કહ્યું કે, 22 ફેબ્રુઆરીની રાત્રે મેં મીડિયા તથા સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે સરકાર આ મુદ્દે આગળ ચર્ચા નહીં કરે, આજે પણ મુખ્ય સચિવ મારફતે એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે અમે પીઆરસી મામલે આગળની કાર્યવાહી નહીં કરીએ.

     સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, અરુણાચલ પ્રદેશના સીએમે કહ્યું કે, અમને આ ઘટનાની આવશ્યક રીતે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. પીઆરસીના મુદ્દે સરકારનું વલણ બિલકુલ સ્પષ્ટ છે, તેમ છતાંય અનેક સ્થળે હિંસા થઈ છે. મેં આયુક્ત સ્તરીય તપાસ સમિતિ ગઠિત કરી છે. લોકોની વચ્ચે તેની હકિકત આવવી જરૂરી છે.

    ખાંડૂએ કહ્યું કે, હું તમામ પ્રદર્શનકર્તાઓને અપીલ કરું છું કે તેમની માંગ સરકારે 22 ફેબ્રુઆરીએ માની લીધી છે. પીઆરસી મુદ્દાને બંધ કરી દેવામાં આવ્યો છે. હું એ તમામને અનુરોધ કરું છું કે તેઓ પ્રદર્શન, ધરણા છોડીને સરકારનો સહયોગ કરે.

    આ પણ વાંચો, ઈમરાને PM મોદીને કહ્યું, 'શાંતિ માટે એક તક આપો, જુબાન પર કાયમ રહીશ'

    ઉલ્લેખનીય છે કે, અરુણાચલ પ્રદેશના બહારના 6 સુમદાયોને સ્થાયી આવાસીય પ્રમાણપત્ર આપવાની ભલામણના વિરોધમાં સ્ટુડન્ટ અને સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશને આપેલી હડતાલ રવિવારે હિંસક થઈ ગઈ. આ દરમિયાન પ્રદર્શનકર્તાઓએ ઉપમુખ્યમંત્રી ચાઉના મીનના અંગત આવાસમાં આગ લગાવી દીધી, બીજી તરફ પોલીસ સ્ટેશનને પણ આગને હવાલે કરી દીધું. આ દરમિયાન થયેલા પથ્થરમારામાં 24 પોલીસકર્મીઓ સહિત 35 લોકો ઘાયલ થયા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Citizenship, Violence, અરૂણાચલ પ્રદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन