જેટલીનો મોદીને પત્ર : તબીયત ઠીક નથી, નવી સરકારમાં જવાબદારી ન આપો

News18 Gujarati
Updated: May 29, 2019, 1:48 PM IST
જેટલીનો મોદીને પત્ર : તબીયત ઠીક નથી, નવી સરકારમાં જવાબદારી ન આપો
નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી (ફાઇલ ફોટો)

જેટલીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવાનો વિચાર ન કરવામાં આવે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવાનો વિચાર ન કરવામાં આવે. જેટલીએ પોતાના પત્રમાં લખ્યું છે કે છેલ્લા 18 મહિનાથી તેમની તબીયત ખરાબ છે એવામાં તેઓ જવાબદારીને નિભાવી નહીં શકે. તેથી તેમને મંત્રી બનાવવા પર કોઈ વિચાર ન કરે.

લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની શાનદાર જીતની સાથે તેમની કેબિનેટને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન અગાઉની સરકારમાં નાણા મંત્રીનો પ્રભાર સંભાળનારા અરુણ જેટલીએ ટ્વિટર પર કેબિનેટમાં સામેલ ન કરવાનો આગ્રહ પીએમ મોદીને કર્યો. જેટલીએ પીએમ મોદીને પત્ર લખી કેબિનેટમાં સામેલ થવાની અસમર્થતા દર્શાવી.

અરૂણ જેટલીએ નાણા મંત્રીના લેટરહેડથી લખેલા પત્રને ટ્વિટર પર શેર કર્યો છે. તેઓએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતાં લખ્યું કે તેમને કેબિનેટમાં સામેલ કરવાનો વિચાર ન કરવામાં આવે. જેટલીએ પોતાના પત્રમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે તેમના નેતૃત્વમાં દેશના વિકાસને નવા માર્ગ પર લઈ જવાની તક મળી.આ પણ વાંચો, પ્રચંડ જીત બાદ TIME પણ થયું મોદીનું ફેન, લખ્યું- આપે ભારતને એકજૂથ કર્યુ

જેટલીએ પત્રમાં લખ્યું કે, પાર્ટીમાં રહેતાં મને સંગઠન સ્તરે મોટી જવાબદારી આપવામાં આવી, એનડીએની પહેલી સરકારમાં મંત્રી પદ અને વિપક્ષમાં રહેતા પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની તક મળી. હું તેનાથી વધુ કંઈ માંગી પણ ન શકું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી જેટલી ઘણા બીમાર રહ્યા છે. તેમનું કિડની પ્રત્યારોપણ પણ કરવામાં આવ્યું છે. જેટલીના ખરાબ સ્વાસ્થ્યને જોતાં એવી અટકળો ચાલી રહી હતી કે આ વખતે મોદી કેબિનેટમાં તેઓ સામેલ નહીં થાય. ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ પણ પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું કારણ કે તે સમયે જેટલી સારવાર માટે અમેરિકામાં હતા.
First published: May 29, 2019, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading