અરૂણ જેટલી કાયદાને ઊંડાણપૂર્વક સમજનારા નેતા હતા. તેઓએ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે તત્કાલીન યૂપીએ સરકાર માટે મુસદ્દાને સારું સ્વરૂપ આપવામાં બિલકુલ પાછીપાની નહોતી કરી. આ વાત તે સમયની છે જ્યારે તત્કાલીન યૂપીએ સરકાર ભારત-અમેરિકા પરમાણુ કરાર હેઠળ Nuclear Liability Billને મંજૂરી આપવા માટે સંઘર્ષરત હતી.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ તે દિવસોમાં પીએમઓમાં રાજ્યમંત્રી તરીકે આ પરમાણુ બિલની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓએ અરુણ જેટલીને યાદ કરતાં જણાવ્યું કે જેટલીએ વિપક્ષમાં હોવા છતાંય રાષ્ટ્રીય હિતમાં સરકારની મદદ માટે આ મુદ્દે પોતાની પાર્ટીમાં કેટલાક લોકો દ્વારા કડક વલણથી પોતાને દૂર રાખ્યા.
પૃથ્વીરાજ ચવ્હાણે જેટલી વિશે પોતાના અનુભવો કહ્યા
'ધ સન્ડે એક્સપ્રેસે' ચવ્હાણના હવાલાથી જણાવ્યું, 'જ્યારે સરકાર પરમાણુ બિલને સંસદમાં પાસ કરાવવા માટે પ્રયત્નશીલ હતી (તે સમયે ડાબેરી પાર્ટીઓ આ બિલની વિરુદ્ધ હતી. એવામાં સરકાર પાસે આ બિલને પાસ કરાવવા માટે પૂરતી સંખ્યા નહોતી). ત્યારે મેં ભાજપનો સંપર્ક કર્યો. હું અરુણ જેટલીની પાસે ગયો અને તેમને કહ્યું કે આ દેશ માટે મહત્વપૂર્ણ છે અને અમે આ મુકામ સુધી પહોંચવા માટે અથાગ મહેનત કરી છે. જેટલીજીએ મુસદ્દાને જોયો અને તેને તમામ પાર્ટીઓને સ્વીકાર્ય બનાવવા માટે કેટલાક ફેરફાર કર્યા. અમે બિલને સંશોધિત કર્યુ અને ભાજપે તેનું સમર્થન કરી દીધું.'
લાલકૃષ્ણ અડવાણી, મનમોહન સિંહ અને સોનિયા ગાંધી સાથે અરુણ જેટલી (ફાઇલ તસવીર)
સરકાર તરફથી ક્લૉઝ 17(બી)થી પરમાણુ ક્ષતિ અને એવા કાર્ય કરવાના ઈરાદાથી કરવામાં આવેલા શબ્દોને હટાવ્યા બાદ બિલ પાસ કરવામાં આવ્યું હતું. ચવ્હાણે એમ પણ જણાવ્યું કે જેટલીએ 91માં બંધારણીય સંશોધન બિલ પાસ કરાવ્યું હતું, જેણે વર્ષ 2003માં પક્ષપલટા વિરોધી કાયદાને બદલવાનો માર્ગ મોકળો કર્યો. 91મું સંશોધન રાજકીય પાર્ટીઓને બદલનારા નેતાઓ માટે અનિવાયે બનાવે છે.
લોકપાલ બિલ પર જેટલીએ વિપક્ષનું નેતૃત્વ કર્યુ
ચવ્હાણે કહ્યું કે, આ એક નાનું સંશોધન હતું, પરંતુ તેનો એક મોટો પ્રભાવ હતો. તે ગોવા અને કર્ણાટકમાં હાલના રાજકીય સ્થિતિઓમાં લાગુ થયું (જેમાં દોષપૂર્ણ ધારાસભ્ય તાત્કાલિક સરકારમાં સામેલ ન થઈ શકે). 2011માં લોકપાલ બિલ પર ચાલી રહેલા આંદોલન દરમિયાન જેટલીએ વિપક્ષનું નેતૃત્વ કર્યુ. તેઓએ બિલ વિશે કહ્યું હતું, સરકાર લોકપાલને મારવા માંગે છે, જ્યારે તે હજુ પણ ગર્ભમાં છે.
રાજ્યસભાએ જેટલી અને અભિષેક મનુ સિંઘવીની વચ્ચે બંધારણીય કાયદેસરતા અને પ્રસ્તાવિત કાયદાની જોગવાઈની અસરને લઈને એક જોરદાર ચર્ચા જોવા મળી. વિપક્ષના નેતા હોવા છતાંય જેટલીને 2010માં સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદ કરવામાં આવ્યા. તેઓ સમિતિના સભ્ય બન્યા અને સરકારને જન લોકપાલ બિલનો મુસદ્દો તૈયાર કરવામાં મદદ કરી.