અરુણ જેટલીએ અંતિમ સમયમાં આ લોકોને યાદ કર્યા

News18 Gujarati
Updated: August 24, 2019, 1:27 PM IST
અરુણ જેટલીએ અંતિમ સમયમાં આ લોકોને યાદ કર્યા
અરુણ જેટલી

છેલ્લા થોડા મહિનાઓથી તેઓ જાહેરમાં આવતા ન હતાં પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચતા હતા.

  • Share this:
નવી દિલ્હી : બીજેપીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું નિધન થયું છે. દિલ્હીમાં એઇમ્સ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે. 66 વર્ષીય અરુણ જેટલીને દેશ તેમના અનેક વિશિષ્ઠ ગુણો માટે યાદ કરશે. અરુણ જેટલી કાયદાના જણકારની સાથે સાથે હાજર જવાબી રાજનેતા પણ હતા. મીડિયા તરફથી પૂછવામાં આવેલા કઠીન સવાલોના જવાબ પણ તેઓ ખૂબ જ સારી રીતે શાંત રહીને ખચકાટ અનુભવ્યા વગર આપતા હતા. બીજેપીના સંકટમોચક તરીકે તેમને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

અરુણ જેટલી છેલ્લા થોડા દિવસોથી બીમાર હોવા છતાં સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતા. છેલ્લા થોડા મહિનાઓથી તેઓ જાહેરમાં આવતા ન હતાં પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચતા હતા.

જેટલીએ છેલ્લે છઠ્ઠી ઓગસ્ટના રોજ શ્રી રામચરિતમાનસના રચયિતા અને મહાન સંત તુલસીદાસ જયંતિ પર તેમને નમન કર્યા હતા. પાંચથી છઠ્ઠી ઓગસ્ટની વચ્ચે અરુણ જેટલીએ પોતાના બ્લોગ arunjaitley.com અને ફેસબુક પેજ પર સતત સક્રિય રહ્યા હતા. સુષમા સ્વરાજના નિધન પર પણ તેમણે સોશિયલ મીડિયાને માધ્યમથી ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

ગત છઠ્ઠી ઓગસ્ટના રોજ ત્રણ વાગીને 14 મિનિટ પર જેટલીએ ફેસબુક પેજ પર સંસદના સફળ સત્ર પર લાંબો બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં અરુણ જેટલીએ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. અરુણ જેટલીએ ત્રણ તલાકથી લઈને જમ્મુ-કાશ્મીરને લઈને સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી.

અરુણ જેટલીએ પોતાના અંતિમ ફેસબુક બ્લોગમાં લખ્યું કે, "સંસદનું અંતિમ સત્ર ખૂબ લાભકારણ રહ્યું છે. આ સત્રમાં ઐતિહાસિક બિલો પાસ કરવામાં આવ્યા છે. ત્રણ તલાક, આતંકવાદ વિરોધી કાયદાના મજબૂત કરવો અને આર્ટિકલ 370 પર કરવામાં આવેલો નિર્ણય અભૂતપૂર્વ છે."અરુણ જેટલીએ ગત છઠ્ઠી ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યા પછી એક પછી એક અનેક ટ્વિટ કર્યા હતાં. તમામ ટ્વિટમાં કેટલાક જમ્મુ-કાશ્મીર અંગે સરકારના નિર્ણયને લગતા હતા. અમુક ટ્વિટમાં જેટલીએ જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ગણાવી હતી. અમુક ટ્વિટમાં તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.

અરુણ જેટલી રાજનેતાની સાથે સાથે જાણીતા વકીલ પણ હતા. ધર્મ અને કર્મમાં તેમને ખૂબ આસ્થા હતી. સમયાંતરે તેઓ ટ્વિટ કરીને ધાર્મિક તહેવારોના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા હતા.
First published: August 24, 2019, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading