Home /News /national-international /EXCLUSIVE: જેટલીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું-વંશવાદના દિવસો પૂરા થયા

EXCLUSIVE: જેટલીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું-વંશવાદના દિવસો પૂરા થયા

અરુણ જેટલી (ફાઇલ ફોટો)

જેટલીએ એમ પણ કહ્યું કે, હવે ચૂંટણીમાં ગણિત નહીં પરંતુ કેમિસ્ટ્રી ચાલે છે. અને જ્યારે કેમિસ્ટ્રી ચૂંટણીમાં ચાલે છે તો જાતિઓનું ગણિત પણ તૂટે છે

  'પરિવારવાદ અને જાતિગત રાજકારણનો દોર જતો રહ્યો. હવે તમે એવું કહીને ચૂંટણી ન લડી શકો કે તમે ફલાણા પરિવાર કે સમાજના છો. તમે જુઓ કે જાતિય આધાર પર ચાલનારી તમામ રાજકીય પાર્ટીઓ ચૂર-ચૂશ્ર થઈ ગઈ. સાથોસાથ, પરિવારવાદને મહત્વપૂર્ણ માનતી રહેલી પાર્ટી પણ પતનના માર્ગ જોવા મળી રહી છે.' આ વાત કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ ન્યૂઝ18ને આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં કહી.

  આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ દેશમાં પરિવારવાદ અને જાતિ આધારિત રાજકાણ અને રાજકીય પાર્ટીઓની ચર્ચા ચાલી રહી છે. તેને લઈને જેટલીએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં ભારતના રાજકારણની હવા બદલાઈ છે અને દેશના લોકોનો દૃષ્ટિકોણ બદલાયો છે. મને લાગે છે કે જ્યારે વિચારો, વિચારધારાઓ, પ્રગતિ, નેતૃત્વ ક્ષમતા અને ચરિત્ર તથા મૂલ્યો જેવા મુદ્દા ચૂંટણીમાં આવે છે તો પરિવારવાદ કે તમે કોઈ ખાસ સમાજથી થતું રાજકારણ નથી કરી શકતા.

  જેટલીએ 2014માં ચૂંટણીનું વિશ્લેષણ કરતાં કહ્યું કે અગાઉથી ચૂંટણીમાં પણ પરિવારવાદ અને જાતિય આધાર પર રાજકારણ કરનારી રાજકીય પાર્ટીઓ ધરાશાયી થઈ હતી. તેઓએ કહ્યું આ વખતે પણ ચૂંટણી મુદ્દોઓ પર હશે ન કે કોણ કયા પરિવાર, વંશ કે જાતિથી સંબદ્ધ થઈને ચૂંટણી લડી રહ્યું છે.

  આ પણ વાંચો, 'હું આ પક્ષનો ઉમેદવાર છું, મેં આટલા ગુના કર્યા છે'

  ન્યૂઝ18 સાથે વાતચીત કરતાં જેટલીએ કોઈ પાર્ટી કે વ્યક્તિનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે સમાજ બદલાય છે અને લોકો દેશનો વિકાસ જુએ છે તો તેઓ મોટું સખત નિર્ણય લે છે. તમે ગઈ ચૂંટણીમાં પણ જોયું કે ઉત્તર પ્રદેશમાં એક પિતા અને પુત્રના પરિવારની રાજકીય પાર્ટીનો શું હાલ થયો. એવી જ રીતે બિહારમાં પણ પરિવારને આધાર બનાવીને ચૂંટણી લડનારી પાર્ટીઓ માટે શું ચૂંટણી પરિણામ આવ્યા. અને કેન્દ્રમાં પણ તેવું જ થયું.

  જેટલીએ એમ પણ કહ્યું કે, હવે ચૂંટણીમાં ગણિત નહીં પરંતુ કેમિસ્ટ્રી ચાલે છે. અને જ્યારે કેમિસ્ટ્રી ચૂંટણીમાં ચાલે છે તો જાતિઓનું ગણિત પણ તૂટે છે અને વંશથી જોડાયેલી ગેરમાન્યતાઓ પણ. અને સાચી રીતે લોકતંત્ર માટે આવું થવું જરૂરી છે.

  આ પણ વાંચો, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો, ટોમ વડક્કન ભાજપમાં જોડાયા

  જેટલીએ પરિવાર કે વંશને લઈને રાજકારણ કરનારી પાર્ટીઓમાં અંતર્વિરોધ થવાની વાત કહેતા કહ્યું કે, ચીનના દાર્શનિક કન્ફ્યૂશિયસે કહ્યું હતું કે આકાશમાં એક સૂર્ય હોઈ શકે છે અને પૃથ્‍વી પર એક શહેનશાહ...તેવી જ રીતે વંશવાદમાં પણ એક જ પ્રમુખ હોઈ શકે છે. તમે જોશો કે જે વંશમાં પણ બેનો પ્રભાવ થયો, ત્યાં શું પરિણામ આવ્યું. જેટલીએ એમ પણ કહ્યું કે આ પ્રકારની રાજનીતિ કરનારી પાર્ટીઓનો અંજામ શું હશે, તેનો અંદાજો લગાવી શકાય છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Arun Jaitely, Indian Politics, Lok Sabha Election, Lok sabha election 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन