નવી દિલ્હી : ગણતંત્ર દિવસ(Republic Day)ની પૂર્વ સંધ્યા પર સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરુસ્કારની જાહેરાત કરી દીધી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જોર્જ ફર્નાન્ડિસ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. આ સિવાય બોક્સર એમસી મેરિકોમ સહિત 7 લોકોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. 16 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મ શ્રી આપવામાં આવશે.
1984માં ભોપાલ ગેસ ત્રાસદીના એક્ટિવિસ્ટ અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મ શ્રીથી સન્માનિત કરાશે. 14 નવેમ્બર 2019ના રોજ તેમનું નિધન થયું હતું. અબ્દુલ જબ્બાર વિશ્વની ભયાવહ ઔદ્યોગિક ત્રાસદી પછી તેમનું ગેર સરકારી સંગઠન ‘ભોપાલ ગેસ પીડિત મહિલા ઉદ્યોગ સંગઠન’ને સતત ભોપાલ ગેસ પીડિતોના હકની લડાઇ લડી હતી. પીડિતોને જે હક મળ્યા છે તે તેમના લાંબા સંઘર્ષના કારણે મળ્યા છે. 3 ડિસેમ્બર 1984ની તે ભયાનક ઔદ્યોગિક ત્રાસદીમાં 15000થી વધારે લોકોના મોત થયા હતા. જે બચ્યા હતા તે ગંભીર બિમારીઓના શિકાર થયા હતા.
આ વર્ષે રાષ્ટ્રપતિએ 144 પદ્મ પુરુસ્કારની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં 7 પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 118 પદ્મ શ્રી છે. આ લિસ્ટમાં 34 મહિલાઓ છે. 18 લોકો NRI છે. જ્યારે 12 લોકોને મરણોપરાંત એવોર્ડ આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર