નાણામંત્રી જેટલી બોલ્યા, 'રૂપિયો કમજોર નથી ડોલર મજબૂત છે'

News18 Gujarati
Updated: September 6, 2018, 12:19 AM IST
નાણામંત્રી જેટલી બોલ્યા, 'રૂપિયો કમજોર નથી ડોલર મજબૂત છે'
નાણામંત્રી અરૂણ જેટલી

  • Share this:
વધતી મોંઘવારી અને ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, જેના પર નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ડોલર દુનિયાના દરેક દેશોની મુદ્રા કરતાં મજબૂત છે, ના કે રૂપિયો કમજોર થયો છે. તો બીજી બાજું તેલની કિંમતો પર પણ તેમને વૈશ્ચિક સ્તર પર વધી રહેલ કિંમતોને જવાબદાર ઠેરવી હતી. આમ તેમને આડકતરી રીતે કહ્યું દીધું હતું કે, રૂપિયો કમજોર નથી પરંતુ ડોલર મજબૂત છે.

ભારતીય રૂપિયો વૈશ્વિક બજારમાં પછડાઈને બુધવારે 71.75 પૈસા પર રહ્યો હતો. જો કે આ અંગે નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ માટે જરૂરી તમામ પગલાં ભરી રહી છે. જો કે રૂપિયામાં ડાઉન ફોલ ચાલું છે પણ આ માટે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વૈશ્વિક કારણોને લીધે આમ થયું છે.

રૂપિયો ગગડીને વધું 17 પૈસા નીચે આવી ગયો હતો. બુધવારે આ મામલે અરુણ જેટલીએ નિવેદન આપતા કહ્યું હતું કે RBI આ મામલે શક્ય તેટલાં તમામ જરૂરી પગલાં ઉઠાવી રહી છે. મને નથી લાગતું કે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થ વ્યવસ્થા માટે આ કારણે કોઈ પેનિક સિચ્યુએશન પેદા થઈ છે. કે આ મામલે સેન્ટિમેન્ટ્સ બતાવવાની જરૂરિયાત છે.

પત્રકારો સાથેની વાતચીતમાં અરુણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે આપણે મનમાં એ સહન કરવું પડશે કે ડોલર એ લગભગ તમામ ચલણમાં સૌથી મજબૂત થયો છે. ચાર-પાંચ વર્ષ પહેલાની જે સ્થિતિ હતી તેની સરખામણીમાં રૂપિયો કાંતો વધું સતત પણે મજબૂત થતો રહે છે કે પછી એક ચોક્કસ રેન્જમાં રહે છે. પણ નબળો થતો નથી. તે વખત કરતાં સારી સ્થિતિ છે.

અરુણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે જો તમે ઘરેલું અર્થતંત્રની સ્થિતિ પર નજર નાંખશો અને વૈશ્નિક સ્થિતિ વિશે નજર નાંખશો તો તમને જણાશે કે રૂપિયાના પછડાટ પાછળ ઘરેલું કારણો જવાબદાર નથી. પણ તમામ કારણો વૈશ્વિક છે.

ભારતીય રૂપિયો છેલ્લા સળંગ સેશનથી બુધવારે પછડાઈ રહ્યો છે. તે ડોલરની સરખામણીમાં બુધવારે 71.75ની સપાટી પર રહ્યો હતો. જેને પરિણામે પેટ્રોલ અને ડિઝનની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પરિબળોને પરિણામે મુદ્રા બજારમમાં નકારાત્મક સેન્ટિમેન્ટસ જોવા મળી રહ્યા છે.એક દિવસિય ઉથલપાથલમાં રૂપિયાએ દિવસ દરમિયાન ડોલરની સરખામણીમાં 71.97 પૈસા જેટલો ગગ઼ડી ગયો હતો. જો કે પછી રિકવર થઈને 71.75ની સપાટી પર બંધ રહ્યો હતો. રૂપિયો ગગડી જતાં RBIએ દરમિયાનગીરી કરતાં  રૂપિયો થોડો રિકવર થયો હતો.
First published: September 6, 2018, 12:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading