રાહુલની ડિગ્રી વિશે જેટલીનો સવાલ, પૂછ્યું MA થયા વગર કેવી રીતે Mphil કર્યુ?
રાહુલની ડિગ્રી વિશે જેટલીનો સવાલ, પૂછ્યું MA થયા વગર કેવી રીતે Mphil કર્યુ?
નાણા મંત્રી અરૂણ જેટલીની ફાઇલ તસવીર
રાહુલ ગાંધીના સોગંદનામા વિશે સોશિયલ મીડિયામાં ડિબેટ થઈ રહી છે. રાહુલ ગાંધીએ વર્ષ 2004માં અને વર્ષ 2009માં કહ્યું હતું કે તેમણે ટ્રિનિટી કૉલેજમાંથી ઇકૉનોમિક્સમાં Mphil કર્યુ છે.
ન્યૂઝ 18 ગુજરાતી : મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની ડિગ્રીને કોંગ્રેસ દ્વારા મુદ્દો બનાવવામાં આવ્યા બાદ નાણા મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા છે. જેટલીએ શનિવારે લખેલા ફેસબુકમાં બ્લૉગમાં પૂછ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માસ્ટર્સની ડિગ્રી નથી લીધી તો જણાવે કે કેવી રીતે એમફીલ થઈ ગયા?
હકીકેતે રાહુલ ગાંધીના સોગંદનામા વિશે સોશિયલ મીડિયામાં ડિબેટ થઈ રહી છે. રાહુલ ગાંધીએ વર્ષ 2004માં અને વર્ષ 2009માં કહ્યું હતું કે તેમણે ટ્રિનિટી કૉલેજમાંથી ઇકોનૉમિક્સમાંથી MPhil કર્યુ છે, જ્યારે વર્ષ 2014માં તેમણે કહ્યું કે તેમણે MPhil ડેવલપમેન્ટલ સ્ટડીસમાંથી કર્યુ છે. રાહુલ ગાંધી વિશે જેટલીએ પોતાના બ્લૉગમાં હુમલો કર્યો છે.
અરૂણ જેટલીએ India’s Opposition is on a “Rent a Cause” Campaign હેડિંગ હેઠળ લખેલા બ્લૉગમાં લખ્યું,'આજે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીની શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા થઈ રહી છે, પરંતુ આ દરમિયાન રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત વિશે કોઈ ચર્ચા નથી. રાહુલ ગાંધીની શૈક્ષણિક લાયકાત અંગે અનેક સવાલો છે. ભલે તેમણે માસ્ટર્સ ડિગ્રી લીધા વગર એમફીલની પદવી મેળવી હોય પરંતુ તેના વિશે કોઈ ચર્ચા નથી, જ્યારે થોડા સમય પહેલાં રાહુલ ગાંધીએ જાતે જ આ વાતનો
સ્વીકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં સ્મૃતિ ઇરાનીએ જ્યારે ઉમેદવારી નોંધાવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે ગ્રેજ્યુએટ છે પરંતુ વર્ષ 2019માં તેમણે કહ્યું કે તેમણે કૉલેજનો અભ્યાસ પુરા કર્યો નહોતો અને વચ્ચેથી અભ્યાસ અટકાવી દીધો હતો. સ્મૃતિની આ કબૂલાત બાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતો કો 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી, ક્યુકી સ્મૃતિજી કભી ગ્રેજ્યુએટ થી.'
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર