નાણામંત્રી અરુણ જેટલી મેડિકલ ચેક-અપ માટે અમેરિકા ગયા

News18 Gujarati
Updated: January 15, 2019, 11:47 AM IST
નાણામંત્રી અરુણ જેટલી મેડિકલ ચેક-અપ માટે અમેરિકા ગયા
અરુણ જેટલી

ગયા વર્ષે અરુણ જેટલીને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની કિડની બદલવામાં આવી હતી.

  • Share this:
નાણામંત્રી અરુણ જેટલી અચાનક મેડિકલ ચેક-અપ માટે રવિવારે રાત્રે અમેરિકા જવા રવાના થયા હતા.. તેઓ કિડનીની તકલીફથી પિડાય છે.

2018નાં મે મહિનાંમાં તેમની કિડનીની તકલીફનાં કારણે તેમની કિડની બદલવામાં આવી હતી. છેલ્લા 9 મહિનાથી તેઓએ વિદેશ પ્રવાસ કર્યો નથી.
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં અરુણ જેટલી લંડનમાં યોજાયેલી ઇન્ડિયા-.યુ.કે ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ ડાયલોગમાં હાજરી આપવાનાં હતા પણ તેમની તબિયતનાં કારણે જઇ શક્યા નહોતા.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, અરુણ જેટલી રવિવારે રાત્રે મેડિકલ ચેક-અપ માટે અમેરિકા જવા રવાના થયા. અરુણ જેટલી આગામી 1 ફ્રેબ્રુઆરીનાં રોજ આ સરકારનું છેલ્લુ બજેટ રજૂ કરશે. ત્યારબાદ ચૂંટણી છે. એવું મનાઇ રહ્યુ છે કે, તેઓ સમગ્ર બજેટ સ્પીચ આપે તેવી શક્યતા છે.

ગયા વર્ષે અરુણ જેટલીને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની કિડની બદલવામાં આવી હતી.

તેમની ગેરહાજરીમાં નાણા મંત્રાલયનો ચાર્જ રેલ્વે મંત્રી પિયુષ ગોયલને આપવામાં આવ્યો હતો.66 વર્ષનાં જેટલી ઓગષ્ટ મહિનાથી પાછા કામે લાગ્યા હતા. તેઓ ડાયાબિટીસથી પણ પિડાય છે એટલા માટે તેમણે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી. વર્ષો પહેલા તેમને હ્દરય રોગ મામલે પણ ઓપરેશન કરવામાં આવ્યુ હતું.
First published: January 15, 2019
વધુ વાંચો
अगली ख़बर