અરૂણ જેટલીની તબિયત ખૂબ નાજુક, ખબર-અંતર પૂછવા પહોંચ્યા નકવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલીના ખબર-અંતર પૂછવા આજે એઇમ્સ જઈ શકે છે

News18 Gujarati
Updated: August 19, 2019, 10:45 AM IST
અરૂણ જેટલીની તબિયત ખૂબ નાજુક, ખબર-અંતર પૂછવા પહોંચ્યા નકવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલીના ખબર-અંતર પૂછવા આજે એઇમ્સ જઈ શકે છે
News18 Gujarati
Updated: August 19, 2019, 10:45 AM IST
ભાજપના સિનિયર નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની તબિયત ખૂબ જ નાજુક છે. એઇમ્સમાં સારવાર લઈ રહેલા જેટલીને વેન્ટિલેટરથી હટાવીને એકસ્ટ્રાકોરપોરેલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઇન્ટ્રા-ઓર્ટિક બલૂન પંપ (IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીં તેમનું ડાયાલિસિ પણ કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદી આજે જઈ શકે છે એઇમ્સ

જેટલીના ખબર-અંતર પૂછવા માટે પક્ષ અને વિપક્ષના નેતાઓ એઇમ્સ પહોંચી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સોમવાર સવારે એઇમ્સ પહોંચ્યા. બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ખબર-અંતર પૂછવા આજે એઇમ્સ જઈ શકે છે.

આ પહેલા રવિવાર મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ તેમને જોવા એઇમ્સ પહોંચ્યા હતા. તે પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર તેમની જોવા એઇમ્સ પહોંચ્યા હતા.

જેટલીના સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવી રહી છે પ્રાર્થનાઓ

અરુણ જેટલીને 9 ઓગસ્ટે દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. સારવારની સાથે તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. શનિવારે જેટલી ઝડપથી સાજા થઈ જાય તે માટે હવન કરવામાં આવ્યો હતો.
First published: August 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...