અરૂણ જેટલીની હાલત નાજુક, PM મોદી AIIMS પહોંચ્યા

News18 Gujarati
Updated: August 16, 2019, 11:54 PM IST
અરૂણ જેટલીની હાલત નાજુક, PM મોદી AIIMS પહોંચ્યા
અરૂણ જેટલીની તબીયત નાજુક

66 વર્ષીય અરૂણ જેટલીની હાલત આજે બપોરથી વધારે ગંભીર છે, અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની હાલત જાણવા માટે AIIMS પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ તેમની સાથે છે.

તમને જણાવી દઈએ કે, 66 વર્ષીય અરૂણ જેટલીની હાલત આજે બપોરથી વધારે ગંભીર છે, પરંતુ સ્થિર બતાવવામાં આવી રહી છે. ડોક્ટરોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ પહેલા સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની હાલત જાણવા એમ્સ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,  9 ઓગસ્ટથી અરૂણ જેટલી એમ્સમાં સારવાર હેઠળ છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જોકે, તેમના સ્વાસ્થ્યને લઈ કોઈ બુલેટિન જાહેર નથી કરવામાં આવ્યું.

તમને જણાવી દઈએ કે, જેટલી વ્યવસાયે વકિલ છે અને તે ભાજપા સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે.

પોતાની નાદુરસ્ત તબીયતના કારણે જ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી. લાંબા સમયથી તે ડાયાબિટિસની પીડિતા હતા, પોતાના વધતા વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014માં તેમણે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી
First published: August 16, 2019, 11:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading