અરુણ જેટલી વચગાળાનું બજેટ રજૂ કરવા અમેરિકાથી પરત આવે તેવી શક્યતા

અરૂણ જેટલી ફાઇલ તસવીર

સુત્રોના મતે અમેરિકામાં સારવાર લઈ રહેલા જેટલી એક ફેબ્રુઆરીએ યોજાનાર બજેટ સત્રમાં ભાગ લેશે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: દેશના નાણા મંત્રી અરૂણ જેટલી બીમાર હોવાના કારણે અમેરિકામાં સારવાર લઈ રહ્યા હોવાથી બજેટમાં ભાગ નહીં લે તેવી અટકળો હતી. જોકે, હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે આગામી 1 ફેબ્રુઆરીના રોજ યોજાનાર બજેટ સત્રમાં અરૂણ જેટલી ભાગ લેશે.

  સરકારના સુત્રો તરફથી મળેલી માહિતીના આધારે એનડીટીવીની વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અરૂણ જેટલી બજેટ સત્રમાં ભાગ લેશે.
  અરૂણ જેટલીએ ગત વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. આ ઓપરેશનના રૂટિન ચેકઅપ માટે તેઓ અમેરિકા ગયા હોવાનું જાણવા મળ્યું છે.

  નાણા મંત્રી જેટલી સારવાર માટે અમેરિકા ગયા હોવાથી પાછલા અમુક દિવસોથી એવી અટકળો હતી કે તેઓ બજેટ સત્રમાં ભાગ નહીં લે. જોકે, હવે તેઓ આ સત્રમાં જોડાશે તેવી વિગતો સામે આવી છે. સુત્રોના મતે જેટલી સંસદમાં ઊભા રહેવાના બદલે બેસીને બજેટ પ્રસ્તુત કરી શકે છે.

  આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના કારણે સરકાર તરફથી આ બજેટ સત્રમાં ખેડૂત, વેપારી અને મધ્યમ વર્ગને ખુશ કરવા માટે કેટલીક મહત્ત્તવપૂર્ણ જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં નાણા મંત્રીની હાજરી અનિવાર્ય હોવાથી જેટલી પરત ફરશે.

  સુત્રોના મતે સરકાર આ બજેટમાં આવક વેરામાં પણ છૂટછાટ આપી શકે છે. સંસદમાં આગામી 31મી જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર યોજાશે.આ સત્રમાં 10 બેઠકમાં સરકાર બજેટ ઉપરાંત રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરશે.
  Published by:Jay Mishra
  First published: