Home /News /national-international /

ખેડૂતોને રૂપિયા 5,00થી વધારેની સહાય મળી શકે છે, અરૂણ જેટલીએ આપ્યા સંકેત

ખેડૂતોને રૂપિયા 5,00થી વધારેની સહાય મળી શકે છે, અરૂણ જેટલીએ આપ્યા સંકેત

અરૂણ જેટલીની ફાઇલ તસવીર

બીજા ટ્વીટમાં અનિલ વીજ જણાવ્યું હતું કે મમતા બેનર્જીએ હવે યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી નથી આપી. બંગાળ કોઈના બાપનું નથી ત્યાં પ્રજાતંત્ર છે અને પ્રજાતંત્ર રહેશે.

    ન્યૂઝ 18 ગુજરાતી: અરૂણ જેટલીએ વચગાળામાં ખેડૂતોને અપાયેલી સહાયમાં વધારો થવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે સરકારના સંસાધનો વધશે તેમ ખેડૂતોને અપાતી સહાયમાં વધારો કરાશે. આ સહાય તો ફક્ત શરૂઆત છે. બજેટમાં ખેડૂતોને સહાય માટે જાહેરા કરાયેલી રકમ પર હુમલો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સરકાર પ્રતિદિન ખેડૂતોને રૂપિયા 17 ચુકવીને તેમનું અપમાન કરી રહ્યાં છે.

    જેટલીએ કહ્યુ, 'આશરે 12 કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા અપાશે. જ્યારે અન્ય યોજનાઓમાં સરકાર ઘર, સબ્સિડી, ખાદ્યઅન્ન, ચિકિત્સા, વિજળી, રોડ, મફત ગેસ કનેક્શન, અને સસ્તા ભાવે બે ગણું કરજ આપવા માટે કાર્યરત છે.'

    જેટલીએ જણાવ્યું કે આ વર્ષે ખેડૂતોને મિનિમમ સહાય આપવાની શરૂઆત કરાઈ છે. સરકારના સંસાધનોનો વિકાસ થશે એટલે આ રકમમાં વધારો કરાશે. આ સાથે સરકારે ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે જે લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા છે તેની રકમ અલગ છે. અમે રૂપિયા 75,000 કરોડની યોજના શરૂ કરી છે, જેમાં આગામી વર્ષોમાં વધારો થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Arun Jaitely, Union Budget 2019, ખેડૂત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन